SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ જિનેશ્વર ભગવંત નિર્વાણ પામે તે પછી દેવતાઓનું કાર્યઃ “અવધિજ્ઞાનથી પ્રભુનો મોક્ષ થયો છે તેમ જાણતા ઈન્દ્ર ત્યાં આવીને વિધિપૂર્વક નિર્વાણ કલ્યાણકનો ઉત્સવ ભક્તિથી ઉજવે છે. પ્રભુનું નિર્વાણ થતાં જ ઈન્દ્રનું સિંહાસન કંપે છે. તેથી સિંહાસન શા માટે કંપ્યું તે જાણવા ઈન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. એ ઉપયોગથી તે જાણે કે પ્રભુ નિર્વાણ પામ્યા છે. તે જાણતા જ તેને ભારે શોક થાય છે. વિષાદભર્યા ચહેરે અને હૈયે પ્રભુના અચેતન દેહને પણ ભાવથી વંદના કરે છે. કહ્યું છે કે “ઈન્દ્રો પ્રભુના નિર્જીવ શરીરને પણ વાંદે છે તેથી સમકિતદષ્ટિ જીવોએ પ્રભુના દ્રવ્યનિક્ષેપોને પણ વંદના કરવી જોઈએ.” ત્યારપછી ઈન્દ્ર પોતાના પરિવાર સાથે નિર્વાણ સ્થળે આવે છે અને આંસુ તરબોળ આંખે વિલાપ કરે છે અને શોકના આઘાતમાં પણ અંત્યેષ્ટી વિધિ માટે સક્રિય બને છે. ઈન્દ્ર આભિયોગિક દેવતાઓ પાસે નંદનવનમાંથી ગોશીષ ચંદનનાં ઘણાં કાઇ મંગાવે છે. આ ચંદનકાઇથી અહંત માટે, ગણધર માટે અને સાધુઓ માટે એમ ત્રણ ચિતાઓ દેવતાઓ રચે છે. ભગવંતની ચિતા પૂર્વ દિશામાં વર્તુળાકારે કરે છે. ગણધરોની ચિતા દક્ષિણ દિશામાં ત્રિકોણાકારે કરે છે અને પશ્ચિમ દિશામાં સાધુઓ માટે ચોરસ ચિતા કરે છે. ચિતા ગોવાયા બાદ ઈન્દ્ર ક્ષીરસાગરમાંથી લાવેલા જળથી પ્રભુના દેહને સ્નાન કરાવે છે. ચંદનથી વિલેપન કરે છે, હંસ લક્ષણવાળા વસ્ત્ર પહેરાવે છે અને સર્વ અલંકારોથી વિભૂષિત કરે છે. બીજા દેવતાઓ એ જ પ્રમાણે ગણધરો અને મુનિઓના શરીરને નવરાવીને પૂજે છે. એ પછી ઈન્દ્રના આદેશથી દેવતાઓ ત્રણ પાલખી તૈયાર કરે છે. એક પાલખીમાં ઈન્દ્ર પોતે પ્રભુના દેહને સ્થાપે છે. બીજા દેવતાઓ ગણધર તથા મુનિઓના દેહને અન્ય પાલખીમાં સ્થાપે છે. ઈન્દ્ર અને દેવતાઓ ત્રણે પાલખી ઉપાડીને અનુક્રમે ત્રણે ચિતા પર મહોત્સવ સાથે મૂકે છે. શક્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતા આંસુ દદળતી આંખે ચિતામાં અગ્નિ મૂકે છે. વાયુકુમાર દેવતાઓ પોતાના ઈન્દ્રની આજ્ઞાથી તે આગને પ્રજ્વલિત કરે છે. બીજા દેવતાઓ ઈન્દ્રની આજ્ઞાથી અગ્નિને પ્રદીપ્ત કરવા માટે ચિંતામાં ઘી હોમે છે. દેહ બળી જતાં માત્ર અસ્થિ રહે છે ત્યારે ઈન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવતા તે ચિતાને ક્ષીરસમુદ્રાદિકના જળની વૃષ્ટિથી ઠારે છે. ચિતા બુઝાઈ ગયા બાદ શક્રેન્દ્ર પ્રભુની જમણી તરફની ઉપરની દાઢા ગ્રહણ કરે છે. ચમરેન્દ્ર જમણી તરફની નીચેની દાઢા ગ્રહણ કરે છે. ઈશાનેન્દ્ર ઉપરની ડાબી તરફની દાઢા ગ્રહણ કરે છે અને બલેન્દ્ર ડાબી બાજુની નીચેની દાઢા લે છે. બાકીના દેવતાઓ તેમના અવશિષ્ટ અસ્થિને ગ્રહણ કરે છે. વિદ્યાધર વગેરે ભસ્મ ગ્રહણ કરે છે. આ અસ્થિ અને ભસ્મ વિગ્રહને શાંત કરે છે. એ વિધિ પતી ગયા બાદ શક્રેન્દ્ર તે સ્થળોએ ત્રણ ચૈત્યસૂપ બનાવે છે. આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ સૌ દેવતાઓ નંદીશ્વરદ્વીપ જાય છે અને ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ ઉજવે છે. એ ઉત્સવ પૂરો થતા સૌ પોત-પોતાના સ્થાનકે જાય છે. પોતાના સ્થાનકમાં પ્રભુની દાઢાઓને પોત-પોતાની સુધર્મા સભામાં માણવક ચૈત્યસ્તંભને અવલંબીને રહેલા દાબડામાં
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy