SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ ૧૫ નવકાર ગણવાનો સમય અને તેનું ફળ तुर्ये यामे त्रियामाया, ब्राह्मे मुहूर्ते कृतोद्यमः मुंचेन्निद्रां सुधीः पंचपरमेष्ठिस्तुतिं पठेत् ॥ ભાવાર્થ - રાત્રિના ચોથા પહોરે બ્રાહ્મમુહૂર્તમાં (ચાર ઘડી રાત્રિ બાકી હોય તે સમયે) સબુદ્ધિવાળા પુરુષે ઉઠવાનો ઉદ્યમ કરી નિદ્રા છોડી દેવી અને પંચપરમેષ્ઠિની સ્તુતિ કરવી.” રાત્રિના ચોથા પહોરે બ્રાહ્મમુહૂર્તમાં કદાચ ન જાણી શકાય તો પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યપણે ચૌદમા બ્રાહ્મમુહૂર્તમાં તો અવશ્ય જાગી જવું. ઊંઘમાંથી ઉઠીને સૂતા સમયે પહેરેલા વસ્ત્રો બદલી બીજા શુદ્ધ-ધોયેલા વસ્ત્ર પહેરવાં. પછી પવિત્ર ભૂમિ ઉપર ઊભા રહીને અથવા પદ્માસન કરીને અથવા સાદી પલાંઠી વાળીને ઈશાન દિશા તરફ મોં રાખીને બેસવું અને નવકારમંત્રનો જાપ કરવો. આ જાપના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકાર છે. પદ્માદિ વિધિ વડે જાપ કરવામાં આવે તે ઉત્કૃષ્ટ જાપ, જપમાળા-નવકારવાળી કે માળાની સહાયથી કરવામાં આવે તે મધ્યમ જાપ. પહ્માદિ વિધિ આ પ્રમાણે છે: ચિત્તને એકાગ્ર કરવા હૃદયમાં અષ્ટદળ કમળ સ્થાપિત કરવું. તે કમળની મધ્યમાં પ્રથમ પદ, પૂર્વાદિ ચાર દિશામાં બીજું, ત્રીજું ચોથું અને પાંચમું એમ ચાર પદ અને અગ્નિ વગેરે દિશામાં બાકીના ચાર પદની સ્થાપના કરવી. એમ કર્યા બાદ ક્રમ પ્રમાણે જાપ કરવો તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે. આ જાપનું ઉત્કૃષ્ટ ફળ કહ્યું છે. યોગશાસ્ત્રમાં લખ્યું છે કે : त्रिशुद्धया चिंतयन्नस्य, शतमष्टोत्तरं मुनिः । मुंजानोऽपि लभत्येव, चतुर्थतपसः फलम् ॥ ત્રિકરણ શુદ્ધિ વડે એકસો આઠ વાર ઉપર બતાવ્યા પ્રમાણે જાપ કરનાર મુનિ ભોજન કરતા છતાં પણ ચતુર્થતપ (ઉપવાસ)નું ફળ પામે છે. જઘન્ય જાપનું સ્વરૂપ આ પ્રમાણે છે: विना मौनं विना संख्यां, विना मननिरोधनम् । विना स्नानं विना ध्यानं, जघन्यो जायते जपः ॥ “મૌન વિના, સંખ્યા વિના (અર્થાતુ મોટેથી બોલીને, નવકારની સંખ્યા ગણીને) મનને એકાગ્ર કર્યા વિના અને ધ્યાન વિના જે જાપ કરવામાં આવે તે જઘન્ય જાપ કહેવામાં આવે છે.” - નવકારમંત્રનો જાપ કરવાથી આ ભવમાં જે ફળ મળે તે અંગે કહ્યું છે કે “વીંછી, સર્પ વગેરે ડસ્યાં હોય, અથવા દાનવ તરફથી ઉપદ્રવ થયો હોય તો પંચ નમસ્કારનું ધ્યાન ધરવાથી
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy