________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૦૩
૨. અપવાદ :
सवत्थ संजमं संजमाओ, अप्पाणमेव रक्खिज्जा ।
मुंचइ अइवायाओ, पुणो विसोहि तथा विरई ॥ “સર્વથા સંયમનું રક્ષણ કરવું, સંયમથી પણ આત્માને બચાવવો. જો આત્મા બચ્યો હોય તો આલોયણા વગેરેથી તેની શુદ્ધિ થઈ શકે છે અને પાછી વિરતિ પ્રાપ્ત થાય છે. ૩. ઉત્સર્ગમાં અપવાદ :
उस्सग्गे अववायं आयरमाणो विराहओ भणिओ ।
अववाए पुण पत्ते अस्सग्गनिसेवओ भयणा ॥ “ઉત્સર્ગને સ્થાને અપવાદ સેવે તો તે વિરાધક થાય છે અને અપવાદ પ્રાપ્ત થયા છતાંય ઉત્સર્ગ સેવે તો તે વિરાધક થાય અને ન પણ થાય.” ૪. અપવાદમાં ઉત્સર્ગ પણ આ જ પ્રમાણે સમજવાનો છે. ૫. ઉત્સર્ગ વિષે મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે :
जं पुण गोयमा तं मेहुणं एगंतेणं निच्छयओ बाढं तहा आउ । तेउ समारंभं च सव्वपयारेहिं संजयं विवज्जेजा ॥
ભગવંત કહે છે : “હે ગૌતમ ! જે કારણ માટે તે મૈથુન એકાંતે નિશ્ચયથી અત્યંતપણે વર્જવું તેમજ સંયમીએ અષ્કાય તેઉકાય જીવનો સમારંભ પણ સર્વ પ્રકારે વર્જવો.” ૬. અપવાદ-અપવાદ :
કોઈ સાધ્વી નદીમાં ડૂબતી હોય તો તેને સાધુ ઉચકીને બચાવી લે તો તેના સ્પર્શથી લાગેલા પાપની શુદ્ધિ અલ્પ આલોચનાથી થાય છે.
આમ ઉત્સર્ગ અને અપવાદના છ ભાંગાનો વિચાર કરીને, તેને સતત નજરમાં રાખીને બોલવું જોઈએ. પ્રાકૃતરૂપમાળામાં કહ્યું છે કે આ પ્રમાણે છ ભાંગા હોવાથી કોઈ મુનિને ભારે ભીડમાં નારીનો સ્પર્શ થઈ જાય તો તેની આલોયણા લેવાથી તે છૂટી જશે પરંતુ એ સ્પર્શને અંતરમાં રાખશે તો તે અનંતો સંસાર વધારશે.”
આ કથાનકથી શ્રાવકો અને સાધુઓએ શીખવાનું છે કે પોતાના પાપ કે દુષ્કૃત્યને ઢાંકવા માટે ઉત્સુત્ર ન બોલવું. લોકભયથી બદનામીના ડરથી જિનાજ્ઞાનો અવળો અર્થ કરી પોતાના પાપનો બચાવ કદી ન કરવો.