SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ જોઈને સંજ્ઞા ઉત્પન્ન થાય છે કે આ અરિહંતની પ્રતિમા છે તે ચૈત્ય કહેવાય છે એમ વ્યુત્પત્તિ થાય છે. ધાતુપાઠવૃત્તિમાં “ચિત્ત ચયને” એ ધાતુનો ચૈત્ય એવો પ્રયોગ થાય છે. નામમાળામાં લખ્યું છે કે “ચૈત્યે વિહારે જિનસાનિ” ચૈત્ય શબ્દ વિહાર અને જિનાલય માટે વપરાય. આ જ ગ્રંથની સ્વોપલ્લવૃત્તિમાં “ચિયતે ઈતિ ચિતિઃ તસ્યામ્ વચૈત્ય” એવી વ્યુત્પત્તિ કરી. ભાવે અણ પ્રત્યય આવ્યો છે એમ લખ્યું છે. અમરકોશમાં ચૈત્યમાયતને પ્રોક્ત એમ કહ્યું છે. હમ અને કાર્યસંગ્રહમાં “ચૈત્ય જિનૌકસ્તબિંબ, ચૈત્યમુદેશપાદપ:” અર્થ બતાવ્યો છે. ચૈત્ય એટલે જિનાલય, જિનબિંબ અને ઉદ્દેશવૃક્ષ (જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વૃક્ષ અથવા સમવસરણમાં રહેલું મધ્યવૃક્ષ) એમ ત્રણ અર્થ કહ્યા છે. આગમમાં પણ કહ્યું છે કે “ચેઈપટ્ટે નિર્જરક્રિય અણિસિહં બહુવિહં કરેઈ.” તેની ટીકામાં કહ્યું છે કે ચૈત્ય એટલે જિનપ્રતિમા. નિર્જરાનો અર્થ કર્મક્ષયની ઈચ્છાએ વૈયાવૃત્યને યોગ્ય ક્રિયા વડે ઉપષ્ટભન કરે (કીર્તિ વગેરેની ઈચ્છા વિના નિરપેક્ષપણે કરે.) એવો અર્થ પ્રશ્ન વ્યાકરણમાં કરવામાં આવ્યો છે. તે જ સૂત્રમાં આશ્રયદ્વારમાં પણ ચૈત્ય શબ્દ કહ્યો છે. અહીં એમ સમજવાનું છે કે સંસારના હેતુરૂપ કીર્તિ વગેરેની અપેક્ષાએ જે ચૈત્યાદિ કરાવવા તેનો આશ્રવમાં અંતર્ભાવ થાય છે અથવા કુદેવના ચૈત્યાદિ કરાવવાથી તે આશ્રવ કહેવાય છે. ' સૂત્રમાં કહ્યું છે કે જિનાદિકને વંદના કરવાની ભાવનાવાળો ભક્ત અંતરથી એમ વિચારે છે કે “યતોડું ત્રાળ મંર્તિ રેવ રેફય વિM-૫નુવામિ | હું કલ્યાણકારી, મંગલમય દેવતાના ચૈત્યની જેમ વિનયથી સેવા કરું.” કેટલાક અજ્ઞાનીઓ આ સૂત્રપાઠનો એવો અર્થ કરે છે કે “દેવ એટલે ધર્મ-દેવ-સાધુ, તેને છેલ્લુ કેવળજ્ઞાન થયું હોય ત્યારે દેવતા તેમની જે રીતે સ્તુતિ કરે છે તેવી રીતે હું તેમને સ્તવું છું.” પરંતુ તેમનો અર્થ કલ્પિત છે અને અર્થ યુક્તિવાળો નથી. આ અર્થના પ્રત્યુત્તરમાં કહેવાનું કે ભગવતી સૂત્રમાં તામિલ શ્રેષ્ઠિએ વિચાર્યું કે “મારા સગા-સંબંધીને અઢાર જાતના શાક કરીને જમાડું. કલ્યાણકારી મંગલકારી દેવતાના ચૈત્યની જેમ વિનય વડે સેવા કરું.” હવે અહીં અજ્ઞાનીઓ કરે છે તેવો અર્થ શી રીતે ઘટે? એ શ્રેષ્ઠિ મિથ્યાત્વી હતો. આથી જૈનધર્મની પ્રશંસા થાય તે રીતે તે કેમ વર્તે? આથી જ પ્રસિદ્ધ એવો આ જ અર્થ કરવો કે દેવ એટલે સ્વાભીષ્ટ ઈશ્વર. તેનું ચૈત્ય એટલે બિંબ. તેની જેમ હું પૂજા કરું અથવા સ્તુતિ કરું.” આ અર્થ જ બધી રીતે બરાબર અને યોગ્ય છે. યથાર્થ અને સત્ય છે. કોઈ મિથ્યાત્વી એમ કહે છે કે “જીવની વિરાધના ધર્મને માટે પણ જે કરે તેને મંદબુદ્ધિ કહેલો છે.” દસમા અંગ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે “પ્રતિમાને ઘડવા કે પૂજવાના સમયે જે જીવહિંસા કરે તે મંદબુદ્ધિ પુરુષ છે.” મિથ્યાત્વીઓ કે અજ્ઞાનીઓ આવો અર્થ આમાંથી તારવે છે પણ તે અર્થ બરાબર નથી. મંદબુદ્ધિ પુરુષો તો તેઓ છે કે જેઓ જીવ-અજીવને જાણતા નથી અને ધર્મબુદ્ધિથી બકરા વગેરે જીવોનો વધ કરે છે અને આ અર્થનો સંબંધ જો જિનચૈત્યાદિ શુભક્રિયા સાથે જોડવામાં આવે તો એ પ્રશ્ન જરૂર કરી શકાય કે નદી ઉતરવામાં, વિહાર કરવામાં, ધર્મક્રિયા કરવામાં, ગુરુવંદન કરવામાં તે માટે ઉપાશ્રય વગેરે ધર્મસ્થળોએ જવા-આવવાના સમયમાં
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy