________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૪૫
બીજું મારી માતા ઘણા દયાળુ હતાં. તે સ્વર્ગે ગયા હોવા જોઈએ. તો તે આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતા નથી ? તેમજ હે પુત્ર ! તારે પુણ્ય કરવું એમ મને કેમ ભલામણ કરતા નથી ? આ ઉ૫૨થી સિદ્ધ થાય છે કે પાપ પણ નથી અને પુણ્ય પણ નથી. (૨)
એક વખત એક ચોરને મેં કોઠીમાં પૂરી દીધો હતો. એ ચોર તેમાં મુંઝાઈને મરી ગયો. પછી કોઠી જોઈ તો તેમાં ક્યાંય છિદ્ર જોવા ન મળ્યું. તો તેનો જીવ ક્યાંથી નીકળી ગયો ? (૩)
અને એ ચોરના મૃતદેહમાં કીડા પડેલા જોવા મળ્યા અને તેમને પેસવા માટેનું છિદ્ર પણ જોવામાં ન આવ્યું. આથી પ્રવેશ કરનાર કે નીકળનાર કોઈ જીવ છે જ નહિ. (૪)
બીજું બધા જીવ સરખા નથી તેનું શું કારણ ? તમે કહેશો કે કોઈનું બાણ દૂર જાય છે અને કોઈનું નજદીક પડે છે. તેવી રીતે બધા જીવ સરખા નથી. પણ તેમાં કોઈ કર્મનું કારણ નથી. (૫)
હે આચાર્ય ! મેં એક ચોરને જીવતો ત્રાજવે ચડાવ્યો અને મરણ પામ્યા પછી પણ તેને ત્રાજવામાં મૂક્યો. એ બંને વખત તેનું વજન સરખું જ થયું. જો જીવ હોય તો જીવતાં ભારે અને મરણ પામ્યા પછી તે મૃતદેહ હલકો કેમ ન થયો ? (૬)
હે સૂરિવર્ય ! એક ચોરને મેં કકડે-કકડા કરીને જોયો તો પણ તેના શરીરના કોઈપણ અંગમાં મને જીવ જોવા ન મળ્યો. (૭)
હે પ્રભુ ! ઘડા વગેરે પદાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેમ જીવ પ્રત્યક્ષ કેમ દેખાતો નથી ? (૮)
બીજું, કુંથુવા અને હાથીના શરીરમાં એક સરખો જીવ હોય તો કુંથવાનું શરીર નાનું કેમ અને હાથીનું શરીર મોટું કેમ ? (૯)
અને હે સૂરિરાજ ! અમારા કુળક્રમથી જે નાસ્તિક મત ચાલ્યો આવે છે તે મારાથી કેમ છોડી દેવાય ?
પરદેશી રાજાના આ બધા જ પ્રશ્નો કેશી ગણધરે શાંતિથી સાંભળ્યા અને પછી તે દરેકનો એક પછી એક જવાબ આપ્યો કે ·
-
“હે રાજન્ ! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જોઈ હોય અને તે પુરુષને બાંધીને કોટવાળને મારવા માટે સોંપ્યો હોય. તે સમયે એ પુરુષ કહે કે “હે રાજન્ ! મને મારા પુત્રને મળવા ઘરે જવા દો. તો તમે શું તેને ઘરે જવા દેશો ?”
પરદેશીએ કહ્યું : “હે આચાર્ય ! એવા અપરાધીની ઈચ્છા કેવી રીતે પૂરી કરાય ?” ગણધર : “તો પછી નરકમાં રહેલા પરમાધામીઓ તને મળવા માટે તારા પિતાને શી રીતે
છોડે ?” (૧)