________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
ભગવાને તેનો કંઈ જવાબ ન આપ્યો. સૂર્યાભદેવે ફરીથી વિનંતી કરી. ભગવાન બીજી વાર પણ મૌન રહ્યાં. નાટક બતાવવાની આજ્ઞાનો ભગવાને ત્રીજી વખત પણ કશો જવાબ ન આપ્યો. એટલે અનિષેધે અનુજ્ઞા અનુસાર સૂર્યાભદેવે નાટક બતાવવા અંગે ભગવાનની મૌન સંમતિ માની લીધી. હવે તેણે ઈશાન દિશામાં જઈને પોતાની બે ભુજામાંથી ૧૦૮ દેવતાઓ અને ૧૦૮ દેવીઓ વિપુર્વી અને બત્રીશ પ્રકારનું નાટક કરી બતાવ્યું. નાટક પુરું થતાં સૂર્યાભદેવ વિદ્યુતની જેમ સ્વર્ગમાં ચાલ્યો ગયો.
૧૪૪
તેના ગયા બાદ લોકોને પ્રતિબોધ પમાડવાના હેતુથી શ્રી ગૌતમસ્વામીએ શ્રી વીર પ્રભુને પૂછ્યું : “આ દેવતા કોણ હતો ? અને તેને આટલી બધી સમૃદ્ધિ શી રીતે પ્રાપ્ત થઈ ?”
પ્રભુએ કહ્યું : “હે ગૌતમ ! શ્વેતાંબીનગરીમાં પ્રદેશી નામે નાસ્તિક રાજા હતો. તેને સૂર્યકાંતા નામે સ્રી અને સૂર્યકાંત નામે પુત્ર હતો અને ચિત્ર નામે પ્રધાન હતો.
મંત્રી ચિત્ર રાજકાર્ય માટે શ્રાવસ્તીનગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયો. એ સમયે ત્યાં કેશી નામે ગણધર શ્રાવસ્તીમાં પધાર્યા હતાં. મંત્રી તેમને વંદના કરવા ગયો. ચતુર્ણાની મુનિની દેશના સાંભળી મંત્રીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને કેશી ગણધરને શ્વેતાંબીનગરીમાં પધારવા માટે વિનંતી કરી. એ પોતાનું કામ પૂરું કરી શ્વેતાંબી પાછો ફર્યો.
કેશી ગણધર વિહાર કરતાં કરતાં અનુક્રમે શ્વેતાંબીનગરીના ઉદ્યાનમાં પધાર્યા. મંત્રીને ઉઘાનપાલક પાસેથી ગુરુના આગમનના સમાચાર મળ્યાં. તે જાણી મંત્રીએ વિચાર્યું કે “હું મંત્રી છતાં મારો રાજા નરકે જાય તે યોગ્ય ન કહેવાય, આથી આજે કોઈ બહાનું કાઢીને રાજાને ગુરુની વાણી સંભળાવું અને તેમ કરીને હું રાજાનો અટ્ટણી થાઉં.”
આમ વિચારી ચિત્ર મંત્રી ઘોડા ખેલાવવાના બહાને રાજાને જ્યાં સૂરિ હતાં તે પ્રદેશમાં લઈ ગયો. રાજા શાંત થઈ વૃક્ષની છાયા નીચે બેઠો. ત્યાં તેના કાને ગુરુની દેશના સંભળાઈ. એ સાંભળી રાજાએ ઉદ્વેગ પામી મોં મચકોડી મંત્રીને કહ્યું : “આર્તજનની જેમ આ સાધુ શું આરડે છે ?” મંત્રીએ કહ્યું : “રાજન્ ! ત્યાં જવાથી તેનો નિશ્ચય થશે.” પછી મંત્રી રાજાને ગુરુ પાસે લઈ ગયો. ત્યાં રાજાએ કેશી ગણધરની આ પ્રમાણે દેશના સાંભળી :
मूढास्तत्त्वमजानाना, नानायुक्त्यर्थपेशलम् । असद्वासनया जन्म, हारयन्ति मुधा हहा ॥
“નાના પ્રકારની યુક્તિઓવાળા અને અર્થથી કોમળ એવા તત્ત્વને નહિ જાણનારા પ્રાણીઓ ખોટી વાસનાઓ વડે પોતાનો મનુષ્યજન્મ વ્યર્થપણે ગુમાવી દે છે તે દુઃખની વાત છે.”
આ બધી દેશના સાંભળી રાજાએ કેશી ગણધરને કહ્યું : “હે વ્રતધારી ! પરલોક, પાપ, પુણ્ય અને જીવ છે જ નહિ, કારણ કે મારા પિતા ઘણા પાપી હતાં. તે પાપ કરીને નરકે ગયા હોય તો તેમને તો હું ઘણો વ્હાલો હતો. તો તે ત્યાંથી આવીને મને કેમ ન કહે કે “પુત્ર ! તારે પાપ કરવું નહિ, કારણ પાપ કરવાથી દુ:ખ ખમવું પડે છે. (૧)
ન