SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ વ્યવહારશુદ્ધિ પણ જળવાય છે. કહ્યું છે કે – “તેઓએ શુદ્ધાંત:કરણપૂર્વક પારદ્રવ્યનો ત્યાગ કર્યો છે તેમને ત્યાં સમૃદ્ધિ પોતે સ્વયંવરા થઈને સામી આવે છે.' ગૃહસ્થ જો અન્યાયથી દ્રવ્ય ઉપાર્જિત કરે તો તે ધન એકવર્ષમાં રાજા, ચોર, અગ્નિ કે પાણીના ઉપદ્રવથી અવશ્ય નાશ પામે છે. લાંબો કાળ ટકી શકતું નથી અને ધર્મ-પુણ્યના કાર્યમાં વપરાતું પણ નથી. કહ્યું છે કે -- अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ અર્થ :- અન્યાયથી મેળવેલું ધન (વધુમાં વધુ) દશવર્ષ સુધી રહે છે અગિયારમે વર્ષે તો મૂળધન સાથે તે નષ્ટ થાય છે. તેના અનુસંધાનમાં વંચકશ્રેષ્ઠીનું કથાનક આમ છે. વંચકશ્રેષ્ઠીની વાર્તા એક ગામમાં હલાક નામનો શેઠ પોતાની પત્ની હેલી ને પુત્ર ચાલક સાથે રહેતો હતો. ને મીઠું બોલનાર ને અંતરકપટી હતો. તે ખોટા તોલ-માપ તોળવામાં ચાલાકી, નવી-જુની સરસનીરસ વસ્તુ ભેગી કરવી, લોટ કે પ્રવાહીમાં ભેળસેળ કરવી, ચોરીનો માલ વેચાતો સસ્તે ભાવે લેવો. ઇત્યાદિ પાપવ્યાપારથી ગામના ભોળા લોકોને છેતરતો ને પૈસા બનાવતો. ખરેખર તો તે બીજાને ઠગતો ન હતો. પણ પોતાના આત્માને જ છેતરતો હતો. કપટી પ્રપંચ કરી આખા સંસારને છેતરે તો પણ ફાવી શકતો નથી કારણ કે તે પોતાની જાતને જ છલના કરતો હોય છે. હલાક શેઠે અઢળક સંપત્તિ મેળવી, પણ પ્રતિવર્ષ કાં તો ચોર, અગ્નિ કે રોગ ઉપદ્રવ થાય કાં તો રાજદંડ આવે, આમ એ ખોટું ધન પીડા ઉપજાવીને જાય. આમ કરતા ચાલક યુવાન થયો ને બાજુના ગામની શુદ્ધ શ્રાવકની કન્યા સાથે તેના લગ્ન થયા. વહુ ઘણી શાણી, ધર્મની જાણ ને પરમશ્રાવિકા હતી. ઘર દુકાન આગળ પાછળ હોઈ શેઠની બધી ચાલાકી અને નીતિ તે વહુના ધ્યાનમાં આવી. બાપે દીકરાને સાંકેતિક ભાષા શિખવાડી રાખેલી. જો માલ લેવો હોય તો કાટલા મંગાવતા પુત્રને કહે “પંચપુષ્કરી લાવજે' એટલે તે સવાશેરીવાળા કાટલા આપે અને માલ આપવાનો હોય તો ત્રિપુષ્કરી માગે એટલે પોણીયા કાટલા આપે. શેઠની ઠગનીતિ ધીરે ધીરે લોકો જાણી ગયા ને તેમણે હલાક શેઠનું નામ વંચક શેઠ રાખ્યું. એકવાર એકાંતમાં ધર્મિષ્ઠ વહુએ પતિ ચાલકને પૂછયું - “પિતાજી તમને કાટલા માટે બે નામથી શા માટે બોલાવે છે?' તેણે વ્યાપારની કેટલીક વાત પત્નીને જણાવી દીધી. તે સાંભળી અચરજ પામેલી તેણે સસરાને ધીરેથી કહ્યું - “પિતાજી ! આ અન્યાયથી મેળવેલું ધન ખાવાપીવામાં કે દાનધર્મ કરવામાં કામ નહિ લાગે અને ઘરમાં પણ લાંબો કાળ ટકશે નહીં તો પછી શા માટે ન્યાયથી ન મેળવવું! એ જ શ્રેષ્ઠ હોઈ ન્યાયનો આદર કરો ! શેઠે કહ્યું – “દીકરી, વાત તો તારી ખરી, પણ જો તેમ ન કરીએ તો આપણો નિર્વાહ ન ચાલે. લોકોને મન આપણી બાહ્ય
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy