SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ભાગના પરદેશી હોય છે, તે ત્યાં મરી જાય ને શેઠ બધું હડપ કરી લે છે. કેવો મજાનો ધંધો છે એનો ! એના કપટને તો બ્રહ્મા પણ જાણી નથી શકતા.” ઈત્યાદિ. એકવાર કોઈ કાપેટિક (કાપડીયો-ફેરીયો) શેઠને ઘેર આવ્યો. કકડીને ભૂખ લાગી હોઈ તેણે ખાવાનું માગ્યું. શેઠને ઘરે કોઈ હતું નહીં, તેથી શેઠે માર્ગે જતી મહિયારણ પાસેથી દહીં લઈ ખાવા આપ્યું. આકાશમાં ઉડતી સમળીએ પકડેલા સાપના મોઢામાંથી વિષના ટીપા તેની ઉઘાડી માટલીમાં પડ્યા હતા. પરિણામે તે કાર્પટિક શેઠને ત્યાં જ મૃત્યુ પામ્યો. આ બ્રાહ્મણીને જાણે સોનાનો સૂરજ ઊગ્યો ! એના આનંદનો પાર ન રહ્યો. એ તો જ્યાં ત્યાં કહેવા મંડી પડી – “જોયા આ દાતાર? આવા તો કંઈક તેણે પાર ઉતારી દીધા.બિચારો પરદેશી કાપેટિક વગર મોતે માર્યો ગયો. માણસના લોભનો કાંઈ પાર છે? ધન માટે માણસ મારી નાખ્યો.” આમ ઉત્પન્ન થયેલી મૃત્યુજન્ય પાપમય હિંસા પ્રવેશ કરવા ભ્રમણ કરતી હતી. તે પાપીને શોધતી હતી. દાતાર શુદ્ધ આશયવાળો હતો, તેનો દોષ હતો નહીં. સર્પ પરાધીન હતો ને તેણે જાણી બૂઝીને વિષવમન કર્યું નહોતું. સમળીનો વ્યવહાર સર્પ પૂરતો મર્યાદિત હતો ને તેણે આહાર માટે તેમ કરેલું. પેલી મહિયારણ તો સાવ સરલ ને ગોરસ આદિ વેચી જીવિકા ચલાવનારી હતી. હત્યાને સમજાતું નહોતું કે હું કોને વળગું? કોનામાં પ્રવેશ કરું? આમ વિચારતી તે ભમતી હતી ત્યાં તેને નિંદા કરતી બ્રાહ્મણી ભટકાણી ને હત્યા તેમાં પ્રવિષ્ટ થઈ તેને વળગી કારણ કે હત્યાને કોઈ દોષિત મળ્યું નહીં પણ શેઠને ખોટું આળ દઈ નિંદાજન્ય દોષવાળી તે મળી. હત્યાના સ્પર્શમાત્રથી તે બ્રાહ્મણી તરત કાળી-કુબડી થઈ કોઢના રોગથી ઘેરાઈ ગઈ. લોકોમાં તે હલકી પડી, એક જગ્યાએ કહ્યું છે કે – “પોતાના વહાલા સંતાનની વિઝા માતા ફૂટેલા ઠીબડાથી ઉપાડે છે તે પણ હાથ નથી બગાડતી, ત્યારે દુર્જનો પોતાની જીભને પારકી નિંદાથી ગંદી કરે છે. આ ઉદાહરણનો આશય એ છે કે માણસે નિંદાથી બચવું. આ એક એવી લત છે કે તે પડ્યા પછી તેનાથી છૂટવું કઠિન છે. સામાન્ય જનની નિંદા પણ પ્રકટમાં ન કરાય. રાજા, મંત્રી, દેવ અને ગુરુના અવર્ણવાદ તો કેમ કરાય? સદ્ગુરુઓની અવહેલના-નિંદા કરવાથી નીચગોત્ર બંધાય છે. ભવાંતરમાં આળ-કલંક ચોટે છે. ગતભવમાં મુનિરાજને આળ દેવાથી મહાસતી સીતાની જેમ જીવ કલંકિત ને દુઃખી થાય છે. તેની વ્યથામય કથા આ પ્રમાણે છે : વેગવતીની કથા આ ભારતમાં મૃણાલકુંડનગરમાં શ્રીભૂતિ નામનો પંડિત પુરોહિત વસતો. તેને સરસ્વતી નામની પત્ની અને વેગવતી નામની પુત્રી હતી. આ કુટુંબને લોકો આદર આપતા. એકવાર તે નગરમાં તપસ્વી, જ્ઞાની ને વૈરાગી મુનિ મહારાજ પધારતાં લોકો તેમના દર્શન-વંદને જવા લાગ્યા ને મુનિરાજનો મહિમા દિવસે-દિવસે વધવા લાગ્યો, માણસની કરૂણ કહાનીમાં અગત્યની ભૂમિકા ભજવનાર ઈષ્ય-બળતરા છે. જીવને પોતાને નથી મળ્યું તેનું જ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy