________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
પડ્યા કે શું ઉત્તર આપવો? પણ તે જ્ઞાની અને ધર્મના મર્મને જાણનારા હતા. તેથી કહ્યું – “જે દેખે તે બોલે નહીં, ને જે બોલે તે દેખે નહીં.”
આમ વારંવાર બોલતા તેને સાંભળી તેને કૌતુક ને નિરાશા થઈ. તેને લાગ્યું કે આ મુનિ અણસમજુ છે. આની સાથે માથાફોડ કરવાથી કાંઈ નહિ વળે ને તે ચાલતો થયો. હરણીયા બચી ગયા. મુનિએ આત્માને ઉજ્જવળ ને ઉર્ધ્વગામી કર્યો. આ પ્રકારે પરને પીડાકારી વચન (અનાભોગે) બોલવું તે પ્રથમ અતિચાર છે. અથવા યુદ્ધને અર્થે અનેક કુયુક્તિઓ-છળ આદિ શિખવવા તે પણ પ્રથમ અતિચાર કહેવાય છે.
બીજો અતિચાર-વગર વિચાર્યું કોઈને જુઠું આળ-અભ્યાખ્યાન દેવું. અથવા તેમાં ન હોય તેવા દોષોનું આરોપણ કરવું. જેમકે “તું ચોર છે, વ્યભિચારી છે એવું કોઈને કહેવું, તે બીજો અતિચાર માટે આવું પણ કોઈને કહેવું નહીં. કેટલાક આચાર્યનું માનવું એમ છે કે - સાવ ખોટું આળ ચડાવવું કે કોઈની ગુપ્ત વાત જનસમૂહમાં ઉઘાડી પાડવી. જેમ કોઈ કુરુપ કે આધેડ બાઈને કહેવું કે - “તમારા ધણીને બીજી યુવતી સાથે સંબંધ છે.” ઈત્યાદિ આળ આપવું -ને ઘરમાં આવા પ્રકારે ક્લેશ ઊભો કરવો તેમ જ કોઈ સ્ત્રી કે પુરુષની બનેલી કોઈ ગુપ્ત બાબત માત્ર હાસ્યમાં જ ઉઘાડી પાડવી પણ તીવ્ર સંક્લેશની પરિણતિથી નહીં તે બીજો-અતિચાર સમજવો. સૂત્ર-સિદ્ધાંતમાં જણાવ્યું છે કે સહસાત્કારે (વિના વિચા) આળ-અભ્યાખ્યાન કે અભિશાપ બીજાવ્રતી માટે નિષિદ્ધ છે. આ બધું જાણતાં છતાં આચરે તો વ્રતભંગ, ને અજાણ્યે અતિચાર લાગે છે. આ બીજો અતિચાર છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે-કોઈને આળ-અભ્યાખ્યાન દેવાથી જીવને ગધેડાનો, નિંદાથી કૂતરાનો, પરસ્ત્રી સાથે સંબંધ કરવાથી કૃમિનો અને માત્સર્ય (બળતરા) રાખવાથી કીડાનો અવતાર મળે છે. જે કોઈના દૂષણ જોવે જ નહીં, તેનો ખ્યાલ જ ન કરે તે ઉત્તમ, જે સાંભળે જોવે પણ કોઈનેય જણાવે નહીં તે મધ્યમ, જેના દૂષણ જોવે તેને જ કહે તે અધમ અને જે કોઈના દૂષણો લોકમાં ગાયા જ કરે તે અધમાધમ કહેવાય છે. વિચાર્યા વિના આળ દેવાના સંબંધમાં નીચે પ્રમાણે દગંત છે.
નિંદા કરનાર બ્રાહ્મણીની કથા એક સુંદર નામના શેઠ દાન દેવામાં ઉદાર. લોકો તેમને ખૂબ ચાહે. દાતાને બધા ઇચ્છે પણ માત્ર પૈસાદાર હોવાને કારણે કોઈ પૂજાતું નથી. સહુ વરસાદને ઇચ્છે છે, સમુદ્રને નહીં.
આ સુંદરશેઠના બધા વખાણ કરે પણ તેમની શેરીમાં રહેતી એક બ્રાહ્મણી જ્યારે જુઓ ત્યારે નિંદા કરે. તે કહેતી - “તમને ખબર નથી. ખરેખર તો આ શેઠ મહાધૂર્ત અને કપટી છે, તે દયાળુ અને દાતાર હોવાનો ડોળ કરે છે માટે લોકો તેને ત્યાં થાપણ મૂકી જાય છે. તેમાં મોટા