SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ moa ગુરુમહારાજ પાસે સાંભળેલો ઉપદેશ તેમને કહેતા ને આત્મધર્મની આચરણા માટે સમજાવતા. કોઈકવાર ગુરુમહારાજ પાસે લઈ આવતા ને પ્રવચનશ્રવણનો લાભ મળે તેવા પ્રયત્નો પણ કરતા. એકવાર તેઓ ઉપદેશ સાંભળવા ગયા. ગુરુ મહારાજ શ્રી જિનેશ્વર ભગવાનનું મંદિર કરાવનારને મહાફળ મળે છે, ઈત્યાદિ સાંભળી તેમની ભાવના જિનાલય બંધાવવાની થઈ. ધર્મશ્રેષ્ઠીની સહાયથી તેમણે અઢળક નાણું ખર્ચી ભવ્ય પ્રતિભાવાળો જિનપ્રાસાદ કરાવ્યો. એમ કરતાં તેને સમ્યગ્રદર્શનની ઉપલબ્ધિ થઈ. ધીરે ધીરે તેને જિનમંદિરમાં જ એવી સ્વસ્થતા-શાંતિ મળવા લાગી કે શિવમંદિર જવું સાવ છૂટી ગયું. એકવાર શિવમંદિરમાં કાંઈક વાર્ષિક ઉત્સવ હોઈ લિંગપૂરણ વિધિ કરવાની હતી. તે માટે પ્રબંધકોએ સાગરદત્તશેઠને આવવા આગ્રહ કર્યો. શેઠે વિચાર્યું. “એ બહાને મંદિરની વ્યવસ્થાદિ પણ જોવાઈ જશે.” ને તેઓ સમયે શિવમંદિરે પહોંચ્યા, જ્યાં ઘી રાખવામાં આવતું ત્યાં જરાય સ્વચ્છતા નહોતી. જૂના ગંધાતા ઘીમાં ઘીમેલોની ઉત્પત્તિ થઈ ગઈ હતી અને પારાવાર કીડીઓ ઉભરાતી હતી. જતાં-આવતાં પૂજારીઓના પગતળે ઘીમેલો ને કીડીઓનો કચ્ચરઘાણ નિકળતો હતો. આ જોઈ શેઠના મોઢામાંથી અરેરાટી નિકળી ગઈ. તેમણે પૂજારીઓને કહ્યું – “સામાન્ય જન કરતાં તમે ઊંચે સ્થાને છો. તમારે તો જોઈને ચાલવું જોઈએ, જુઓ તમારા પગ નીચે કેટલા જીવ ચંપાઈને નાશ પામ્યા.” આ સાંભળી ખીજાયેલા પૂજારીએ કહ્યું – “બેસો હવે બહુ મોટા ધર્મિષ્ઠ થઈ ગયા છો તે અમે જાણીએ છીયે. પૂર્વજોએ પાળીને પુષ્ટ કરેલો ધર્મ તો છોડી દીધો. અહીં પણ અવાતું નથી ને પાછા અમને ધર્મ સમજાવો છો? ન ગમતું હોય તો ઉઠીને ઘર તરફ ચાલતા થાવ. એમાં આટલું બધું બોલવાની શી જરૂર છે? આ સાંભળતાં જ સાગરદત્તને ઘણું માઠું લાગ્યું. પણ તેઓ કાંઈ બોલ્યા વિના ઘરે પાછા ફર્યા. મંદિરના માણસોએ મારું ઘોર અપમાન કર્યું. આના કરતાં તો હું ત્યાં ન ગયો હોત તો સારું. ઇત્યાદિ વિચારમાં એવું દબાણ થયું કે તેમનું હૃદય બંધ પડી ગયું ને આર્તધ્યાનમાં મૃત્યુ પામી કેટલાય ભવ પછી આ ભવમાં સાગરદત્તનો જીવ તમારો પટ્ટઅશ્વ થયો, અને ધર્મશ્રેષ્ઠી ધર્મપ્રતાપે પોતાનો વિકાસ સાધતા આ ભવમાં હું મુનિસુવ્રત નામે તીર્થંકર થયો, અને મહાલાભ થવાનું જાણી હું અહીં આવ્યો છું. મને જોઈ એને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. મિત્રભાવને તાજો થયેલો તમે પણ જોઈ શકો છો કે ઘોડાનો હર્ષ સમાતો નથી, એ મને કહી રહ્યો છે કે – હવે મારો વિસ્તાર થાય અને ધર્મની સામગ્રી પાછી સુલભ બને એવું હે કૃપાવતાર ! કાંઈક કરો.” પછી રાજાને ઉબોધ કરતા પ્રભુ બોલ્યા - “રાજા, દયા વિના બધું જ વ્યર્થ છે. હિંસા કોઈ પણ સંયોગમાં ખરાબ જ ફળ આપે છે. યજ્ઞમાં પશુઓ હોમવાથી ધર્મ નહિ અધર્મ જ થાય છે. તમારા જેવાએ સમજવું જોઈએ ને મહાઅનિષ્ટકારી આ હિંસામય યજ્ઞો બંધ કરવા જોઈએ.” ઇત્યાદિ ઉપદેશ સાંભળી રાજાએ અશ્વને અભય આપી મુક્ત કર્યો. પોતાના રાજયમાં હિંસામય
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy