SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ લાગી છે, જે સહન થતી નથી. માટે મારું ભક્ષ્ય આ કબૂતર મને સોંપી દો.” રાજાએ કહ્યું - તેના બદલે તમને સારું મજાનું ખાવાનું આપું. સીંચાણે કહ્યું - હું તો માંસભોજી છું.” રાજાએ કહ્યું - જો એમ છે તો મારા શરીરમાંથી તને માંસ આપું ?” બાજે કહ્યું – “સરસ, આ પારેવાના ભારોભાર તમારૂં માંસ મને આપો. મને ઘણો આનંદ થશે.” રાજાએ આ સાંભળી તરત ત્રાજવું મંગાવ્યું અને પોતાના સાથળમાંથી માંસ કાપી ત્રાજવામાં મૂક્યું. બીજી તરફ પારેવાને બેસાડ્યું. સામાન્ય રીતે પારેવાના ભાર કરતાં વધુ માંસ હતું છતાં કોણ જાણે આ પારેવું કેવું હતું કે તેનું વજન મચક આપતું જ નહોતું. જેમ જેમ સામેના પલ્લામાં માંસનો ભાર મૂકવામાં આવતો, તેમ તેમ પારેવું જાણે વધારે વજનદાર થતું જતું. આખરે રાજા પોતે આખો ત્રાજવા પર બેસી ગયો. માત્ર એક પારેવા પરની દયા માટે આવું અપૂર્વ સાહસ જોઈ બે દેવો પ્રત્યક્ષ થઈ રાજાને પ્રણામ કરતા બોલ્યા - “હે મહારાજા ! ઈન્દ્ર ભરી સભામાં તમારી પ્રશંસા કરી હતી. તે ઉપર શ્રદ્ધા ન થતાં અમે બંને અહીં આવ્યા હતા પરીક્ષા કરવા, તમે ખરા પાર ઉતર્યા છો. તમારા દર્શનથી અમને ઘણો જ આનંદ થયો.' ઇત્યાદિ પ્રશંસાપૂર્વક રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી તેઓ સ્વર્ગે ગયા. વજાયુધ રાજા પણ ચારિત્ર લઈ ઉત્તમકોટિની આરાધના કરી નવમા ગ્રેવેયકે એકવીશ સાગરોપમની સ્થિતિવાળા અત્યંત તેજસ્વી સોભાગી દેવ થયા. શ્રી મુનિસુવ્રતસ્વામીની કથા ભરૂચનગરમાં જિતશત્રુ નામનો રાજા, તેણે અશ્વમેઘયજ્ઞનું મહાન આયોજન કર્યું. તેમાં પોતાના પટ્ટ અશ્વની બલિ માટે તૈયારી કરી. તે વખતે ભરૂચથી સાંઈઠ યોજન દૂર પ્રતિષ્ઠાનપુરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા હતા. તેમણે અશ્વના હિત માટે પ્રતિષ્ઠાનપુરથી ભરૂચ આવવા વિહાર કર્યો, અને એક રાતમાં સાઈઠ યોજનનો વિહાર કરી ભરૂચ આવ્યા. યજ્ઞ જોવા એકત્રિત થયેલા જનસમૂહને પરમાત્માએ ધર્મદેશના આપતાં દયાનો ઉપદેશ આપ્યો. ઘોડો પણ કાન સરવા કરી સાંભળવા લાગ્યો, પ્રભુજીની વાણીમાં એવો અતિશય હોય છે કે દેવ-મનુષ્ય કે તિર્યંચ સહુ પોતપોતાની ભાષામાં તે વાણી સમજી શકે. પ્રભુને જોતાં ને પરિચિત ઉપદેશ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત ઘોડો તે ભીડમાંથી હણહણતો ઉડ્યો અને પ્રભુ પાસે આવી અતિહર્ષપૂર્વક વંદન કરવા ને પ્રદક્ષિણા દેવા લાગ્યો, પોતાની અવ્યક્ત ભાષામાં કાંઈ કહેવા લાગ્યો, જે પ્રભુ જાણતા હતા. ત્યાં આવેલા રાજાએ આ જોઈ ભગવંતને કહ્યું - “પ્રભુ! આ ઘોડો આપની પાસે કેમ દોડી આવ્યો ને શું કહેવા માંગે છે? ભગવંતે કહ્યું ! અમારી સાથે આને જૂનો સંબંધ છે. તમે સાંભળો પદ્મિનીખંડ નગરમાં એક શેઠ રહેતા હતા. તેઓ એટલા બધા ધર્મિષ્ઠ હતા કે લોકો તેમને જિનધર્મશેઠ કહેતા હતા. તેમને એક સાગરદત્ત નામના વણિકશેઠ મિત્ર હતા. તે ધર્મે શૈવ હતા અને તેમણે મોટું શિવાલય બંધાવ્યું હતું. જિનધર્મશ્રેષ્ઠી મિત્રને હમેશા ધર્મની વાત કરતા, ક્યારેક
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy