________________
૨૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
તે સાધુનો વેશ લઈ તેને વિસર્જિત કરવામાં આવ્યો. કારણ આ નિદ્રાવાળા જીવો દીક્ષાને યોગ્ય હોતા નથી.
કોઈ તેવા બીજા સાધુ કોઈ શ્રાવકને ત્યાં વહોરવા ગયા, ત્યાં તાજા લાડવા હોવા છતાં શ્રાવકે વહોરાવ્યા નહીં, તેથી સાધુની અભિલાષા તેમાં રહી ગઈ. સાંજ પડ્યા છતાં તે ભૂલ્યા નહીં ને રાત્રે સૂતા પછી સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય થતાં તે તો સંથારામાંથી ઉઠ્યા ને સીધા ઉપડ્યા શ્રાવકને ઘેર. સહેલાઈથી બારણું ઉખાડી એક તરફ મૂકી દીધું. ઘરમાં પેસી લાડવા પાતરામાં લઈ ખાધા, બાકીના પાતરામાં લઈ ઉપાશ્રયે આવ્યા ને સૂઈ ગયા. સવારે આચાર્ય મહારાજને કહ્યું કે “મને રાત્રે આવું વિચિત્ર સપનું આવ્યું.” પણ થોડીવારે પાતરાનું પડિલેહણ કરવા જતાં લાડવા હાથમાં આવ્યા. બધા સાધુ અચંબો પામ્યા. ગુરુમહારાજે તેને પણ વેશ લઈ રવાના કર્યો.
કોઈ એક સાધુ બહારભૂમિ (જંગલ) ગયા ત્યાં એક હાથી તેમની સામે થયો ને તેમને રંજાડવા લાગ્યો. માંડમાંડ યુક્તિ કરી નાસી ભાગીને તે સાધુ ઉપાશ્રયમાં આવ્યા. પરંતુ તેમને હાથી ઉપર ઘણો જ ફૈષ થયો. એ ભાવ લઈને જ તેઓ સૂઈ ગયા. રાત્રે તેમને સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય થયો. પરિણામે તે ઉઠ્યા. નગરના તોતીંગ દરવાજા તોડી તેઓ બહાર નિકળી જંગલમાં ગયા. હાથીને પકડી ભમાડી પછાડ્યો ને મારી નાંખ્યો, તેના લાંબા દંતશૂલ ખેંચી લીધા. ને તે લઈ ઉપાશ્રયમાં આવ્યા ને સૂઈ ગયા. સવારે આ બીના જાણી સંયમને અયોગ્ય એ મુનિનો સાધુ વેશ પાછો લઈ કાઢી મૂક્યા.
વળી કોઈ કુંભારે મોટા સંઘાડામાં દીક્ષા લીધી હતી. એકવાર સ્થાનદ્ધિ નિદ્રામાં ઊભા થઈ ઘરે જેમ માટીનો પિંડ મોટા પિંડમાંથી જૂદો પાડી ચાક પર ચડાવતો હતો, તેમ કરવા જતાં પાસે સૂતેલા એક સાધુમહારાજનું માથું ગરદન (ગળા)માંથી પકડી તોડી ધડથી જુદું પાડ્યું, બે ત્રણ સાધુ મહારાજની આ પરિસ્થિતિ થતા અન્ય જાગી ગયેલા મુનિઓએ હાહારવ કરી મૂક્યો. કેટલાક તો ત્યાંથી દૂર નાસી ગયા. સંઘે એકત્રિત થઈ તેનો વેષ લઈ હાકી મૂક્યો.
એક મુનિને જંગલ માર્ગમાં જતાં એક ઘેઘુર વડલો તેની પૃથ્વી સુધી પહોંચેલી વડવાઈના લીધે નડતરરૂપ બનતો હતો. એક રાત્રે ત્યાનદ્ધિ નિદ્રા આવતાં તે ઊઠ્યા ને વડના ઝાડને ઉખાડી ઉપાડી લાવ્યા. તેને ઉપાશ્રયના પટાંગણમાં નાખી પોતાની જગ્યાએ સૂઈ ગયા, સવારે અન્ય સાધુઓને સપનાની વાત કહી. ત્યાં બહાર તો મોટું ટોળું ભેગું થયું કે આવું અદ્ભુત ને જૂનું ઝાડ અહીં આવ્યું કેવી રીતે ? કોઈ સઘડ કે ઝાડ કાપ્યાનાં ચિહ્નો પણ જણાતાં નથી! અંતે ખબર પડતાં તે સાધુના ઉપકરણો વસ્ત્રો લઈ તેને જતો કર્યો. આવા અનેક દષ્ટાંતો શ્રી નિશીથસૂત્રમાં ઉપલબ્ધ છે.
નિદ્રામાં ઘણાં દોષો છે. નિદ્રા સર્વગુણોનો ઘાત કરનારી, સંસારને વધારનારી અને પ્રમાદને ઉત્પન્ન કરનારી છે. મુનિ તેમજ ધર્મીજનોને તો નિદ્રારહિત અવસ્થા જ શ્રેષ્ઠ છે. શ્રી