SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ઓગણીસ લાખ સોનૈયા આપવાના છે.” શેઠ રાજી થયા ને તેનું નામ જાવડ રાખ્યું. મોટા થયા પછી તેણે માતા-પિતાના નિમિત્તે તેટલું દ્રવ્ય ધર્મકાર્યમાં ખર્ચવાનો નિર્ણય કર્યો. નવ લાખ સુવર્ણ દ્રવ્યના ખર્ચે ઠેઠ કાશ્મીરમાંથી શ્રી ઋષભદેવ, શ્રી પુંડરીકસ્વામી અને શ્રી ચક્રેશ્વરી પ્રમુખ પ્રતિમાજી લાવ્યો. લાખ સુવર્ણનાણું ખર્ચી તેણે પ્રભુજીની અંજનવિધિ અને પ્રતિષ્ઠા આદિ કરાવ્યાં. અઢાર વહાણથી મહાન વહાણવટું ખેડી જાવડશાએ અગણિત દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે દ્રવ્યથી શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર મણિમય જિન ઋષભદેવ આદિના બિંબો પ્રતિષ્ઠિત કરાવ્યાં. આ કથાનો મર્મ જાણી ધર્મી જીવે ઋણનો સંબંધ તે ભવમાં જ પૂરો કરવો, જેથી પરભવ સુધી લંબાય નહિ ને અસહ્ય પણ થાય નહીં. આપણો દેવાદાર માણસ જો દેવું ભરપાઈ કરવામાં શક્તિમાન ન હોય તો તેને સાફ સાફ કહી દેવું જોઈએ કે “સગવડ થાય તો મને મારી રકમ આપી દેજે, નહિ તો મારા તરફથી ધર્મકાજમાં વાપરજો.” જેથી ઋણનો સંબંધ લાંબા કાળ સુધી ચાલે નહીં. આમ પરસ્પર બન્ને જણાએ વિવેક જોવો. શેઠે કહ્યું કે ઋણ-ભાર માથે ન રાખવો એવી બાપાની શિખામણ હતી. ૩. દિવસને સફળ કરવો એટલે ગૃહસ્થ દરરોજ કાંઈક દ્રવ્ય અવશ્ય ઉપાર્જન કરવું તેથી જ ગૃહસ્થનો દિવસ સફળ થયો લેખાય છે. નીતિકારો કહે છે કે “વણિક, વેશ્યા, કવિ, ભાટ, ચોર, જુગારી અને બ્રાહ્મણ જે દિવસે નવું કમાતા નથી તે દિવસને વ્યર્થ માને છે. ૪. “સ્ત્રીને થાંભલે બાંધી મારવીનો મતલબ એ છે કે પત્નીને પુત્ર-પુત્રી આદિના થાંભલે બાંધવી. એટલે કે નારી એકવાર પુત્ર આદિના મમત્વથી બંધાઈ જાય પછી તેને કદાચ કહેવાકાઢવા કે મારવામાં પણ આવે તો વાંધો નહીં. તે પુત્રાદિના સ્નેહને છોડી જઈ શકતી નથી. ૬. ‘મિષ્ટાન્ન ખાવું એટલે, કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું. તે વખતે ખાધેલું સામાન્ય ભોજન પણ સ્વાદિષ્ટ લાગે છે. ને સ્વાદિષ્ટ ભોજન જ મિષ્ટાન્ન કહેવાય. ભૂખ વિનાનું ગમે તેવું સારું ભોજન સ્વાદ આપી શકતું નથી. ગઈ કાલે જાણી જોઈ વિલંબ કરી તને ચોળા જ ખાવા આપ્યા હતા. માટે સારી રીતે ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ, એ આનો સાર છે. કહ્યું છે કે – अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । અર્થ :- અજીર્ણ હોય-પાચન ન થયું હોય ત્યાં સુધી ભોજનનો ત્યાગ કરવો જોઈએ ને સમયસર ઋતુ-શરીરને અનુકૂળ ભોજન કરવું જોઈએ. પૂર્વનું ખાધેલું પચ્યું ન હોય ને નવું ભોજન લેવામાં આવે તો રોગ થવાની ઘણી શક્યતાઓ ઊભી થાય છે. અજીર્ણના લક્ષણ બતાવતાં વૈદકમાં કહ્યું છે કે - “મળ અને (અપાન) વાયુમાં દુર્ગધ હોય અને મળ કાચો આવે, શરીર ભારે લાગે, અન્ન ઉપર અરુચિ થાય અને ખરાબ ખાટા ઓડકાર આવે, આ અજીર્ણના છ સ્પષ્ટ ચિહ્નો છે. માટે અજીર્ણ હોય ત્યાં સુધી ભોજન છોડી દેવું ને ભૂખ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy