SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૫૭ કેવી રીતે વ્યવહારમાં મૂકી, વગેરે કહી બતાવ્યું. શેઠે બધી વાત સાંભળ્યા પછી કહ્યું - ‘ભાઈ ! તારા પિતાની વાતનો મર્મ તું ન સમજી શક્યો તેથી તને કષ્ટ થયું. જો સાંભળ. ઘરની આસપાસ દાંતની વાડ કરવી, એટલે આપણા વર્તુળમાં-આસપાસનાં બધાની સાથે પ્રિય અને હિતકારી વચન બોલવા જોઈએ, જેથી આપણાં મુખમાં રહેલા દાંતની જ આપણી આસપાસ મજાની મજબૂત વાડ થાય. કહ્યું છે કે - જિહ્વામેં અમૃત વસે, વિષ ભી ઉનકે પાસ, એકે બોલ્યા કોડી ગુણ, એકે કોડી વિનાશ. એટલે કે જીભમાં અમૃત ને વિષ બંને વસે છે. એક વચનથી કરોડ ગુણ થાય છે ને એક બોલથી કોટિ ગમે હાનિ થાય છે. આ પહેલી શિક્ષાનો મર્મ જાણવો. ૧. ‘બીજાને ધન આપી માંગવા ન જવું' એટલે કે સવાઈ દોઢી કે બમણી કિંમતનો માલ રાખી પૈસો આપવો. જેથી આપણે તેની પાસે પૈસા માંગવા જવું ન પડે. તે પોતે જ આપવા આવે ને પૈસા આપી વસ્તુ લઈ જાય. આ બીજી શિખામણનો અર્થ છે. ૨. ‘માથે ભાર રાખવો નહીં' કરજ એ જ ખરો ભાર છે. એ સહુ જાણે છે. આ એનો ભાવાર્થ કે ક માથે ન રાખવો. આગમમાં પણ કહ્યું છે કે પાળી શકાય તેવું વચન બોલવું, અર્ધે માર્ગે ઉતારી મૂકવો પડે તેવો ભાર ઉપાડવો નહીં. વળી કર્જ ઉતારવામાં વિલંબ કરવો નહીં. સમજુ માણસ આલોક અને પરલોકના બોજારૂપ ઋણને ક્ષણમાત્ર પણ રાખતા નથી. નીતિમાં કહ્યું છે કે ‘ધર્મના આરંભમાં, કરજો ઉતારવામાં, કન્યાદાનમાં, દ્રવ્યની પ્રાપ્તિમાં, શત્રુના ઘાતમાં, અગ્નિને હોલવવામાં અને રોગ ઉપશમાવવામાં કાળનો વિલંબ કરવો નહીં.' તથા તૈલનું મર્દન, કરજનું ફેડવું અને કન્યાનું મરવું એ તત્કાળ તો દુઃખરૂપ લાગે છે. પણ પરિણામે તેવું નથી. આ ભવમાં કોઈનું લીધેલું ઋણ પાછું ન આપીએ તો પરભવે સેવક થઈ અથવા ગાય બળદ કે પાડો આદિ થઈને પણ તે અવશ્ય ચૂકવવું પડે છે. કરજના કારણે પરસ્પરને ભવાંતરે પણ વૈરવૃદ્ધિ આદિ થાય છે. એવી વાત આવે છે કે ભાવડશેઠને પૂર્વના ઋણ સંબંધથી એક પુત્ર થયો. તે ખરાબ સ્વપ્રથી સૂચિત અને મૃત્યુયોગમાં જન્મ્યો હોવાથી શેઠે તેને કોઈ નદી કાંઠાના વૃક્ષ નીચે છોડી દીધો. પહેલાં તો એ બાળક રડ્યું. પણ પછી હસતાં હસતાં બોલ્યો કે - ‘શેઠ ! ચાલ્યા ક્યાં ? હું તમારી પાસે એક લાખ સોના-મુદ્રા માંગું છું તે આપ્યા વિના તમારો છૂટકો નથી, આપો ! નહિ તો અનર્થ થશે.' આ સાંભળી અચરજ પામેલા શેઠ તેને ઉપાડી ઘેર આવ્યા અને તેનો ધામધૂમથી જન્મોત્સવ કર્યો. એવો સમારંભ કર્યો કે છઠ્ઠીના દિવસ સુધીમાં તો એક લાખનો વ્યય કરી નાખ્યો. આ ખર્ચ થતાં જ તે પુત્ર મૃત્યુ પામ્યો. આમ બીજો પુત્ર પણ લાખ પૂરા ખર્ચાવી મૃત્યુ પામ્યો. ત્રીજો પુત્ર સારા સ્વપ્રે અવતર્યો. મૂંઝાયેલા શેઠને તેણે કહ્યું - ‘બાપા, મુંઝાશો નહીં. મારે તમારા
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy