SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ~ ૧૫. ધનોપાર્જન-નીતિમત્તા जहित्वा खरकर्माणि, न्यायवृत्तिममुञ्चकः । शुद्धेन व्यवसायेन, द्रव्यवृद्धि सृजेत् गृही ॥ १ ॥ અર્થ - બરકર્મો ત્યજીને, ન્યાયવૃત્તિ છોડ્યા વિના શુદ્ધ વ્યવસાયથી ગૃહસ્થ દ્રવ્યવૃદ્ધિઅર્થ પ્રાપ્તિ કરવી. તેથી પાપવ્યાપારનો સહેલાઈથી ત્યાગ થાય છે. ખરકર્મ એટલે નિર્દયજન ઉચિત સેવાવૃત્તિ. કોટવાલ, ગુપિાલ, (કેદખાનાનો ઉપરી), સૈનિક આદિ જગ્યાની નોકરી બહુ પાપવાળી જાણી શ્રાવકે કરવી નહિ. તથા સજજનોને સ્તુતિ કરવા યોગ્ય ન્યાયવૃત્તિને વિષે શુદ્ધ નિષ્ઠા રાખવી, કેમકે પરમાર્થથી દ્રવ્ય ઉપાર્જનનો મુખ્ય હેતુ તો ન્યાયવૃત્તિ જ છે. કહ્યું છે કે – सुधिरर्थार्जने यत्नं, कुर्याल्यायपरायणः । ચાય પવાનપાયોડ્ય-મુપાયઃ સપૂતાં યતઃ છે ? અર્થ – સુબુદ્ધિ મનુષ્ય ન્યાયપરાયણ થઈ ધન ઉપાર્જન માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ધનપ્રાપ્તિ માટે અપાય-જોખમ વિનાનો એ જ (વ્યવસ્થિત) ઉપાય છે. દેવદ્રવ્ય, જ્ઞાનાદિદ્રવ્ય, પાખંડી કે પાસત્થા આદિના ધનથી તથા દેશ, કાળ અને જાતિ આદિને અનુચિત એવા વ્યાપારથી ઉત્પન્ન કરેલું ધન પણ સારું નથી કહેવાતું. તેની ગણના પણ અન્યાયવૃત્તિમાં કરેલી છે, દેવદ્રવ્ય તો વ્યાજે લેવું ય મહાદોષને ઉપજાવનાર છે. લૌકિક શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે : देवद्रव्येण या वृद्धिः, गुरुद्रव्येण यद् धनम् । तद् धनं कुलनाशय, मृतोऽपि नरकं व्रजेत् ॥ १ ॥ અર્થ :- “દેવદ્રવ્યથી કરેલી ધનવૃદ્ધિ અને ગુરુદ્રવ્યથી ઉપાર્જિત કરેલું ધન કુળના નાશ માટે થાય છે. ધનનો ધણી મરીને નરકે પણ જાય છે.' આ સંબંધમાં મહાભારતમાં એક દષ્ટાંત આ પ્રમાણે છે : અયોધ્યામાં રાજા રામચંદ્રજી રાજ્ય કરતા હતા તે સમયની વાત છે. રાજમાર્ગ પર એક કૂતરો બેઠો હતો. કોઈ બ્રાહ્મણે વિના કારણે તેના ઉપર પથરો ફેંક્યો. આથી ખીજાયેલા કૂતરાએ બ્રાહ્મણનો છેડો જોરથી મોઢામાં પકડ્યો ને પૂછ્યું - “મને અપરાધ વિના તેં શાને માર્યો? કૂતરાને બોલતો ને કપડાનો છેડો તાણતો જોઈ કૌતૂકવશ ત્યાં મોટી ભીડ જામી. કૂતરો-કહે ચાલો શ્રી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy