________________
૨૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ તેમાંથી ઉગરી શક્યા નહિ માટે મદ્યપાન બધી રીતે અનર્થકારી, શરીરના તેમજ મન અને ધનના નાશનું તેમજ અવિશ્વાસનું કારણ પણ મદિરા છે. તેનો દૂરથી જ ત્યાગ કરવો.
જળચરજીવનું સ્થળચરજીવનું તથા ખેચર (પક્ષી)નું માંસ, લોહી અને ચામડું એમ ત્રણ પ્રકારે માંસ હોય છે. તે માંસ બધી રીતે દુષ્ટ હોઈ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે –
आमासु अ पक्कासुः अ विपच्चमाणासु मंसपेसीसु ।
सययं चिय उववाओ, भणिओ अणिओअजीवाणं ॥
અર્થ :- કાચા, પાકા, રાંધેલા કે રંધાતા માંસમાં-માંસપેશીમાં તેના જેવા જ વર્ણવાળા નિગોદ (અનંત) જીવોની સતત ઉત્પત્તિ થયા જ કરે છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતાં અસંખ્યાત સંમૂચ્છિમ જીવોની પરંપરાથી દુષિત થયેલું માંસ જે નરકમાર્ગના ભાતા. (પાથેય) સરખું છે. જ્યાં બુદ્ધિમાન તેનું ભક્ષણ કરે?” માંસમાં પ્રત્યેક ક્ષણે અંતર વિના નિગોદિયા અનંતજીવો ઉત્પન્ન થયા જ કરે છે. પછી ભલે તે રાંધેલું, કાચું કે રંધાતું હોય. વળી લૌકિકશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું માંસ વિષ્ટાથી સારું નથી. તે ગંદી વસ્તુ છે ને ગંદકીથી જ વૃદ્ધિ પામે છે, ગંદકી લઈ ફર્યા કરે છે માટે ઉત્તમ જીવ માંસને ખાતાં નથી.” માણસ માંસાહારી જીવ છે જ નહીં. માણસની સૌમ્યાકૃતિ જણાવે છે કે એ શાકાહારી છે, માંસાહારી પ્રાણીના દાંત સાવ જુદા પડે છે. માંસાહારી પાણી પીવે તોય જીભના લબકારાબોલે. સમસ્ત આર્ય ગ્રંથો જોરશોરથી કહે છે કે – “અગ્નિ, મદિરા, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ આ છ વસ્તુ બુદ્ધિમાનો (સમજુ) એ સ્વીકારવી નહીં, તેમજ કોઈને આપવી પણ નહીં.” સ્માર્ત લોકો કહે છે કે –
न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथने ।
प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥१॥ અર્થ :- માંસ ખાવામાં, મદિરા પીવા કે મૈથુન સેવવામાં કોઈ દોષ નથી, કારણ કે આ તો જીવનની પ્રવૃત્તિ જ છે. તેમ છતાં જો એનાથી નિવૃત્તિ કરવામાં આવે તો તે મહાફળ આપનારી છે.
શ્લોકનો આ અર્થ ઇષ્ટ નથી. કારણ કે “આની પ્રવૃત્તિથી દોષ લાગતો નથી ને નિવૃત્તિ મહાફળવતી છે. આ વાત તો દેખીતી રીતે જ અસંબદ્ધ ને અઘટિત છે. આવો અર્થ તો નિર્દોષ અને શુભ એવી ધર્મપ્રવૃત્તિથી પણ નિવૃત્તિ કરાવવાનો અનર્થ કરે. આ શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય. માંસપક્ષળડોષો એટલે કે માંસભક્ષણમાં મદિરા પીવા કે મૈથુન સેવવામાં અદોષ નથી એટલે કે એ બધું સદોષ છે. કારણ કે તેમાં જીવોની પ્રવૃત્તિરૂપ ઉત્પત્તિ રહેલી છે. એટલે તેમાં અસંખ્ય કે અનંત જીવોની ઉત્પત્તિ થાય છે માટે આ ત્રણેની નિવૃત્તિ મહાફળદાયક છે.