SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૧૧ મદિરા કાઇ અને પિષ્ટ (લોટ)થી થતી બે પ્રકારની છે. મહાઅનર્થનું ભયંકર કા૨ણ જાણી સર્વ અભક્ષ્યમાં પ્રથમ મદિરાની વિચારણા કરવામાં આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘મઘ દુર્ગતિનું મૂળ છે તથા લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મનો નાશ કરનાર છે.’ એમ પણ કહેવામાં આવ્યું છે કે - મદ્યપાનથી ઉન્મત્ત બનેલ પશુવત્ આચરણ કરે છે અને બાળ, યુવતી, વૃદ્ઘ તથા બ્રાહ્મણી કે ચાંડાણી ગમે તે સ્ત્રી સાથે સમાગમ કરે છે. એકવાર શ્રીકૃષ્ણ મહારાજાએ શ્રી નેમિનાથપ્રભુને પૂછ્યું - ‘ભગવન્ ! મારી દ્વારિકા કેવી અજોડ અને અદ્ભુત છે ? આપ ફ૨માવો છો કે બધું નાશવાન છે તો મારી નગરીનો નાશ શાથી થશે ?’ પ્રભુએ કહ્યું - ‘મદિરાના નિમિત્તથી દ્વારિકાનો નાશ થશે.' આ સાંભળી નગરમાં આવીને શ્રીકૃષ્ણે નગરમાં છાંટોય મદિરા ન રહેવા દીધી. નગર બહાર બધી ઢોળી નાંખવામાં આવી. એકવાર શાંબ અને પ્રદ્યુમ્ન નામના યાદવ રાજકમુારો વનમાં ફરતાં ફરતાં થોડે દૂર નિકળી ગયા. ત્યાં એક નાળામાં પડેલી સડેલી મદિરાની સોડમથી તેઓ આકૃષ્ટ થયા ને તેનું પાન કરી ગાંડાતૂર જેવા બન્યા. ને ત્યાંથી થોડે દૂર કોઈ દ્વૈપાયન નામનો ને તાપસ તપ કરતો હતો, મત્ત થયેલા રાજકુમારે તે તપસ્વીને માર્યા-બાંધ્યા ને ઘણા રંજાડ્યા. ક્રોધિત થયેલા તાપસે કહ્યું - ‘રે યાદવો ! સત્તા ને સંપત્તિનો મદ અતિરેક થવાથી તમે છકી ગયા છો. તમારો મદ ઉતારવો જ રહ્યો. મારા તપત્યાગના બદલામાં હું તમારો ને નગરીનો વિધ્વંસ કરવા ઇચ્છું છું. એમાંથી સંસારની કોઈ શક્તિ તમને બચાવી શકશે નહીં.' આ નિયાણું સાંભળી-તપસ્વીનો પ્રકોપ જોઈ બંને કુમારો ભાગતા ભાગતા ઘરે આવ્યા ને આ વાત બળભદ્ર અને શ્રીકૃષ્ણને કરી. પરિસ્થિતિ પામી બંને ભાઈઓ ઠપકો આપી તપસ્વી પાસે આવી ક્ષમા માંગવા ઘણા કાલાવાલા કર્યા ને ‘નાદાન બાળકોના અપરાધનો દંડ બધાને ન હોય ઇત્યાદિ ઘણી વિનવણી કરી, તાપસે કહ્યું - ‘તમને બંનેને હું બચાવીશ, પણ બાકી બધા તો ઉદ્ધતાઇનું ફળ ભલે ભોગવે.' શ્રીકૃષ્ણ-બલદેવે કૈપાયન ઋષિને ઘણા સમજાવ્યા પણ તે માન્યા નહીં. તે મરીને અગ્નિકુમાર દેવ થયા ને ક્રોધથી ધમધમતા દ્વારિકા નગરી બાળવા આવ્યા. ત્યાંની પ્રજા બાર-બાર વર્ષોથી ઉપદ્રવના શમન અર્થે રોજ આયંબિલ કરતી હતી. તેથી તે દેવ પણ ત્યાં કશું જ અનિષ્ટ કરી શક્યા નહીં, એમ કરતાં કોઈ ઉત્સવ કે મેળાનો દિવસ આવતાં આયંબિલથી કંટાળેલા લોકોએ આયંબિલ કર્યું નહીં. આ નબળાઈ જોઈ તે દેવે નગર આખામાં આગ લગાડી. ભડકા ને કીકીયારી થવા લાગી. રોહિણી, દેવકી અને વસુદેવને લઈ શ્રીકૃષ્ણ અને બળદેવ દ્વારિકામાંથી અન્ય સ્થળે જવા નિકળ્યા. રથના ઘોડા ન ચાલી શકતા કૃષ્ણ-વાસુદેવ ઘોડાની જગ્યાએ આવી રથ ખેંચવા લાગ્યા. નગરના મોટા દરવાજામાંથી નિકળવા જતાં હતાં ત્યાં તે દરવાજો ને મોટી દિવાલ ૨થ ૫૨ પડી ને ત્યાં જ રોહિણી, દેવકી ને વસુદેવ ત્રણે જણા દબાઈ-ધરબાઇ મૃત્યુ પામ્યાં અને સ્વર્ગગામી થયા. કૃષ્ણ અને બલભદ્ર સમર્થ હોવા છતાં ઉદાસ થઈ આખી નગરી અને સ્વજનોને બળતા જોઈ રહ્યા. આમ મદિરાપાનથી છકેલા કુમારોએ દ્વૈપાયનને રંજાડ્યો ને છૈપાયને દ્વારિકાનો નાશ કર્યો. મદિરાના નિમિત્તને સમર્થ શ્રીકૃષ્ણ જોતાં રહ્યા ને દ્વારિકાનગરી ભડકે ભડકે બળી. કોઈ માણસો
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy