SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ૧૮૭ એવા વિચારમાં તે મહાલતો હતો ને ક્યાંય પાણીનું ટીપુંય વરસતું નહીં. આકાશ તો કોરુંકટ. ક્યાંય ભર્યા વાદળા જણાય નહીં. શેઠને તો ચોખ્ખું જણાતું હતું કે એકના અનેકગણા દામ ઉપજવાના છે. તેમનાં કોઠારોમાં જીવાતોની ઉત્પત્તિ ને હિંસા થતી રહેતી પણ શેઠને તેની જરાય પડી ન હોતી. ત્યાં દૈવયોગે શ્રાવણ માસને અંતે સારો વરસાદ પડ્યો. દુષ્કાળનું નિશાને રહ્યું નહીં. શેઠના કોઠારોમાં પાણી ભરાઈ ગયું, અનાજ ફુલીને સડવા લાગ્યું. કોઠારોની માઠી દશા જોઈ, કોઈ જગ્યાએ અનાજ તણાઈ ગયું જાણી શેઠને જબરો આઘાત લાગ્યો ને હૃદય બંધ પડી જતાં મરીને તે નરકમાં ગયો. નિંદરાજાની કથા પાટલીપુર નગરના ઉદાયી રાજાને કોઈ શત્રુએ સાધુને વેશે આવી મારી નાંખ્યો. સંતાન ન હોવાને કારણે રાજાનું રાજય શૂન્યવત્ થઈ ગયું. તે વખતે ત્યાં નાઈ (હજામ)ને વેશ્યાથી ઉત્પન્ન થયેલો એક નંદ નામનો છોકરો હતો. તેણે સ્વમમાં પોતાના આંતરડાથી આખા પાટલીપુર નગરને વીંટ્યું.” સવારના પહોરમાં ઉઠી તે સ્વપ્રશાસ્ત્રી પાસે આવ્યો ને સ્વપ્રફળ પૂછ્યું. “તને પાટલીપુત્ર નગરનું રાજ્ય મળશે.” એમ કહી ઉપાધ્યાયે પોતાની કન્યા નંદને પરણાવી. પરણેતરને લઈ નંદ રાજમાર્ગે થઈ ઘરે જતો હતો, ત્યાં રાજહસ્તિએ નંદ પર કલશાભિષેક કર્યો. તરત મંત્રીઓએ પ્રણામ કરી તેને રાજા બનાવ્યો. તેની કેટલાક સામંતો અવગણના કરતા ને આજ્ઞા માનતા નહીં. એટલે સિંહાસન પર બેઠેલા નંદે મહેલની દિવાલ પર રહેલા યોદ્ધાઓ સામું જોતાં જ તેમણે ભીંતથી ઉતરી સામંતોને પકડ્યા તેમજ માથાભારેને ત્યાં ને ત્યાં પૂરા કર્યા, આથી નંદની એવી ધાક પડી કે બધા નરમ ને વિનયી થઈ ઘણો આદરમાન સાચવવા લાગ્યા અને તેની આજ્ઞાને બ્રહ્માની આજ્ઞા માનવા લાગ્યા. ધનમાં લુબ્ધ થયેલા નંદે પછી તો પ્રજા પર સહી ન શકાય તેવા આકરા અને અનુચિત કર નાખી ઘણું દ્રવ્ય ભેગું કર્યું ને એટલું બધું વધી ગયું કે સાચવવું ભારે પડવા લાગ્યું. ત્યારે તેણે નગર બહાર નદીના કાંઠાના મેદાનમાં સોનાની ડુંગરી કરાવી વધતાં વધતાં તેની નવની સંખ્યા થઈ. જે કાંઈ દ્રવ્ય આવે તેનું સોનું ગાળી ડુંગરી પર રેડવામાં આવતું ક્યાંયથી જરાય ખોતરાય તો તરત ખબર પડી જાય તેવું હતું, ને જાતો પણ પાકો હતો. નવ ડુંગરીને લઈ તે નવનંદ તરીકે પ્રસિદ્ધ થયો. પ્રજા પર કાળો કેર વર્તાવી અપકીર્તિ ને પરિગ્રહના લોભથી પાપનું ભાજન થઈ તે નરકમાં ગયો. દ્રવ્ય થોડું હોય પણ જો તે ઉપકારક બને તો પ્રશંસાને યોગ્ય થાય. પરંતુ નંદરાજાના સોનાની જેમ અપરિમિત દ્રવ્ય પણ જો ઉપકારક ન હોય તો તેનું હોવું, ન હોવા કરતાં ઘણું જ ખરાબ કહેવાય. નજરે જ જોઈ લો કે જેટલો હિમરૂચિ (ચંદ્રમા) આહૂલાદક છે તેવો કાંઈ હિમ (બરફ) સમૂહ નથી. થોડું પાણી પણ આપનાર મેઘ નાના-મોટા અરે અણસમજુને ય જેટલો વહાલો છે તેટલો અગાધ જળવાળો સમુદ્ર કાંઈ વહાલો નથી.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy