SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ૧૫૭ પોલી પ્રતિમામાં ઉત્તમ અને સ્વાદિષ્ટ આહારનો એકેક કોળીયો, રોજ નાંખવામાં આવતો હતો. તે પુગલનો પરિણામ આવો થયો છે. તો હાડ-માંસ ચામડા આદિના સપ્ત ધાતુમય આ ઔદારિક ગંદા શરીરમાં દરરોજ કેટલાય કોળીયા પડે છે. તો તેનો પુદ્ગલ પરિણામ કેવો થયો તે સમજો. તમે શરીરની પછવાડે ઘેલા થયા છો. પણ તેમાં એવું તો શું છે કે તમે મોટી સેના લઈ અહીં સુધી દોડી આવ્યા છો? તમે પરલોકમાં દેવસંબંધી મોટા આયુષ્ય ભોગવ્યા છે, ત્યાંના સુખની અપેક્ષાએ મનુષ્યભવનું આ સુખ તો કોઈ ગણત્રીમાં આવે એવું નથી.' ઈત્યાદિ કહેવાપૂર્વક તેમણે પૂર્વભવના મિત્રોને ગત ભવોની વાત કહી સંભળાવી. તેથી છએ રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સહુ ભેગા થયા ને પોતાના અવિવેક ઉપર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મલ્લિસ્વામીએ પૂછયું - “બોલો ભાઈઓ ! શું કરીશું! હું તો દીક્ષા લઈશ” ક્રમશઃ બધા પૂર્વભવના મિત્રોએ પણ કહ્યું કે- “અમે પણ દીક્ષા જ લઈશું” પ્રભુ સાથે વાત નક્કી કરી સહુ પોતપોતાની રાજધાનીમાં પાછા ફર્યા. રાજયની વ્યવસ્થા કરી દીક્ષાની તૈયારીમાં પડ્યા. આ તરફ પ્રભુએ વર્ષીદાન દેવા માંડ્યું. પોષ સુદી અગિયારસના દિવસે અઠ્ઠમનો તપ કરી, અશ્વિની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતા, જન્મથી એકસો વર્ષની વયે, ત્રણસો રાજા અને ત્રણસો સન્નારીઓ સાથે સિદ્ધ ભગવંતની સાક્ષીએ મલ્લિનાથ સ્વામીએ ચારિત્ર સ્વીકાર કર્યું. તે જ દિવસ તેમને લોકાલોક પ્રકાશી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પેલા છએ રાજાઓ પણ પ્રભુ હાથે દીક્ષિત થઈ આત્મકલ્યાણમાં પ્રયત્નશીલ થયા. પ્રભુજીના ભિષગૂ આદિ અઠ્યાવીશ ગણધરો, ચુમ્માલીસ હજાર સાધુઓ અને પંચાવન હજાર સાધ્વીઓ, ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકા અને એક લાખ એંસી હજાર શ્રાવકો થયા. પ્રભુ મલ્લિનાથ સ્વામી પોતાના બહોળા શિષ્યા-શિષ્ય પરિવાર સાથે લાંબોકાળ પૃથ્વીપર વિચરી ભવ્યજીવો પર ઉપકાર કરતા રહ્યા. પંચાવન હજાર વર્ષનું કુલ આયુષ્ય ભોગવી, પાંચસો સાધ્વી અને પાંચસો સાધુઓ સહિત, ફાગણ સુદ બારસના ભરણી નક્ષત્ર સાથે ચંદ્રનો સંયોગ થતા શ્રી સમેતશિખરગિરિ ઉપર નિર્વાણ પામ્યા. સર્વદુ:ખથી મુક્ત થયા. આમ તે જ ભવમાં નિશ્ચયે મોક્ષ પામવાના હતા છતાં શ્રી મલ્લિનાથસ્વામીએ જેમ શીલ આદર્યું તેમ કલ્યાણકામી આત્માઓએ અવશ્ય શીલ પાળવું. ૧૦૨ અબ્રહા-અલૌકિક ગુણોનું ઘાતક वाक्यमन्त्ररसादीनां, सिद्धः कीर्त्यादयो गुणाः । नश्यन्ति तत्क्षणादेव, अब्रह्मसेवनान् नृणाम् ॥१॥
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy