SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ aaaaaaa ૧૫૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ મલ્લિકુમારીના ભાઈ મલ્લદિન ચિત્રકારો પાસે પોતાનો વિશ્રાંતિખંડ ચિતરાવવા માંડ્યો. મુખ્ય ચિત્રકારને દૈવી વરદાન પ્રાપ્ત હોઈ તે યથાર્થ ચિત્રો દોરી શકતો હતો. વિશ્રામ કક્ષમાં કેટલાક ચિત્રોમાં તેણે મલ્લિદેવીનો માત્ર એક અંગુઠો જોઈ તેમનું આબેહૂબ ચિત્ર આલેખ્યું. જાણે જીવતા જાગતા! મલ્લદિન પોતાની પત્ની સાથે ચિત્રશાળામાં આવ્યો ને બહેનને ત્યાં જોઈ પાછો વળ્યો. એવામાં ધાત્રીએ કહ્યું – “આ તો ચિત્ર છે એટલે તુરત ચિત્રકારને બોલાવી કહ્યું કે - “મારા કક્ષમાં મારી બહેનને આવી રીતે ચિત્રિત કરી?” અને ખીજાઈને તેણે તે ચિત્રકારને વધનો આદેશ આપ્યો. પણ અન્ય ચિત્રકારોએ તેની દિવ્યશક્તિ આદિની વાત કહી અતિકઠિનાઈથી તેને જીવતો છોડાવ્યો. છતાં રાજકુમારે તેની આંગળી કાપી તેને સીમા પારની આજ્ઞા કરી. ચિત્રકાર મિથિલાથી નિકળી હસ્તિનાપુર આવ્યો ને કામ માંગ્યું. મિથિલા છોડવાનું કારણ પૂછતાં તેણે અદનશત્રુને બધી વાત કરી અને મલ્લિકુમારીના આશ્ચર્યકારક રૂપનું વર્ણન પણ કર્યું. સાંભળી મુગ્ધ થયેલા રાજાએ તરત માગું મોકલ્યું. છઠ્ઠા મિત્ર અચલનો જીવ કાંપિલ્યનગરમાં અજિતશત્રુ નામનો રાજા થયો. તેણે કોઈ તાપસી પાસે મલ્લિદેવીના નિરુપમ રૂપની વાત સાંભળી મોહિત થયો ને તેણે પણ રાજપુરુષ દ્વારા પરણવાની ઇચ્છા જણાવી. આમ સમકાલે બધાએ આવી પોતપોતાના રાજા માટે મલ્લિકુમારીની માંગણી કરી. કુંભરાજાએ અસ્વીકાર કરી એ ઉદ્ધત દૂતોને પાછલા દરવાજાથી કાઢી મૂક્યા. દૂતોએ બધી વાત જણાવતા ઉશ્કેરાયેલા છએ રાજાઓ ક્રોધિત થયા અને સેના લઈ ઉપડ્યા ચડાઈ કરી મિથિલા જિતવા અને મલ્લિકુમારીને પરાણે પરણવાં. દ્વીપને દરીયો ફરી વળે તેમ છએ રાજાના સૈન્ય મિથિલાને ચારે તરફથી ઘેરી લીધી. કુંભરાજા તો ચિંતામાં પડ્યા. કેમકે આવડા મોટા છ રાજાના સૈન્યને જીતવાની ત્યાં શક્તિ નહોતી. કોઈ પણ ઉપાય ન સૂઝતા તેઓ વ્યાકુલ થઈ જતાં મલ્લિકુમારીએ કહ્યું - “તમે દૂત દ્વારા છયેને જણાવો કે તમને હું કન્યા આપીશ, અને અલગ અલગ સમયે બધાને એકેક કરી બોલાવો. પછી હું તમને સમજાવીશ. રાજાએ તે પ્રમાણે કહેવરાવી, મલ્લિકુમારીએ કરાવેલા છ ગર્ભદ્વારવાળા ઓરડામાં તેમને જુદા જુદા દ્વારથી પ્રવેશ કરાવ્યો. છએ રાજા જુદા ઓરડામાંથી એક બીજા રાજાને જોતા ન હોતા પણ સહુને પેલી સોનાની મલ્લિકુંવરીની પ્રતિમા દેખાતી હતી. જાણે સાક્ષાત્ મલ્લિકુમારી. તેને જોતાં જ છએ રાજા મોહિત થઈ ગયા. ત્યાં મલ્લિકુમારીએ પ્રતિમાના માથાના ભાગનું ઢાંકણું ખસેડી નાખ્યું. તે સાથે જ તેમાંથી જાણે મડદા સડતા હોય તેવી અસહ્ય તીવ્ર દુર્ગધ ઉછળી ને તેથી રાજાઓના માથાઓ ફાટવા લાગ્યા તેમનાથી શ્વાસ લેવાવો કઠિન થઈ ગયો. મલ્લિદેવી તરત સામે આવી બોલ્યા- “અરે, ભોળા રાજાઓ, મોટા મોટા યુદ્ધથી નહિ ડરતા તમે આ ગંધને સહન નથી કરી શકતા? પણ જાણો છો કે આ દુર્ગધ શાની છે? આ સોનાની
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy