________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૧૫૧ લાગ્યો. વીજળી જેવો તરવરાટ, સિંહ જેવી ચોકસાઈ, સર્પ જેવી ચપળતા અને વાનર જેવી સમતુલા તેણે સફળતાપૂર્વક પ્રાપ્ત કરી. એક દિવસ ધીરે રહીને તેણે નર્તકને વાત કરી “હવે હું કુશલ નટ થઈ ગયો છું. હવે...હવે મારા...”
“હા, હા, અવશ્ય, તમારા લગ્ન જલ્દી જ થવા જોઈએ. પણ તમને યાદ છે ને? તમારે કોઈ કળામર્મજ્ઞ રાજાને રીઝવવાના છે. તેમણે આપેલા ધનથી વિવાહોત્સવ પણ રંગ લાવશે.' નટે તે વાત માન્ય કરી. બધા ઉપડ્યા બેનાતટ બંદરે. ત્યાંના રાજાને નર્તકોએ પોતાની કળા નિહાળવા આવેદન કર્યું. રાજાએ રાજી થઈ દિવસ નક્કી કર્યો ને તે દિવસે રાજવાડાના વિશાળ પટાંગણમાં નર્તક-નર્તકીના પ્રયોગો રાખવામાં આવ્યા. આખાય નગરમાં ધૂમ મચી ગઈ. આતુરતાપૂર્વક તે દિવસની સહુ વાટ જોવા લાગ્યા. નગર બહાર નર્તકોના તંબૂઓ નંખાઈ ગયા હતા. નર્તકો તૈયારીમાં પડ્યા હતા. કલાબાજોની અવનવી વાતો નગરમાં ચર્ચાતી હતી ત્યાં તે દિવસ આવી લાગ્યો. રાજવાડાના ચોકમાં મોટા વાંસડા, દોરડા ને ખીલાઓ આવી પડ્યા.
ચોકના મધ્યમાં એક અતિ ઊંચો વાંસ ખોડવામાં આવ્યો. તેના ઉપર એક પહોળું ફલક (પાટીયું) ગોઠવ્યું. ને ઈલાપુત્ર પગમાં પાવડી પહેરી વાંસ પર ચડી, એક હાથમાં ત્રિશૂલ ને બીજામાં ખગ લઈ આધાર વગર નાચવા લાગ્યો. રૂપાળી નટકન્યાના પગમાં ઘૂઘરાં ઘમઘમી ઉક્યા. તેણે ઢોલ વગાડ્યો ને કર્ણપ્રિય ગીત આલાપ્યું. આખાય પટાંગણમાં જાદુ પથરાઈ ગયું. વાતાવરણ મધુર સંગીતમય બની ગયું. રાજા ને રાજ્ય પરિવાર પણ પોતાને સ્થાને આવીને ગોઠવાયા હતા. જનતા તો ક્યારની આવીને બેસી ગઈ હતી. ઊંચા વાંસના ફલક પર અને દોરડા ઉપર ઈલાચીકુમારે એવું નૃત્ય કર્યું કે પ્રજાએ વાહ વાહના પોકારો કર્યા. પોતાની કળા ને સાહસભર્યા એવા કરતબ તેણે બતાવ્યા કે જોતા લોકોના શ્વાસ પણ થંભી ગયા. જાણે ઈલાચી અદ્ધરથી ગબડ્યો. એ પડ્યો...પટકાયો...ખલાસ. પણ ના, દોરડામાં એકાકાર થઈ ગયેલો તે પાછો દોરડા પર દેખાતો, પાછા તેના ઘૂઘરા ઘમઘમી ઉઠતાં ને પ્રજા હર્ષઘેલી ચિચિયારી ને તાળીયો પાડતી, નટના ઉત્સાહનો પાર નહોતો.
પણ રાજા ! રાજાએ તો નર્તકની કળા જરા જેટલી ય જોઈ નહોતી. તે તો નર્તકીનું થનગનતું યૌવન જોવામાં જ પડ્યો હતો... આંખનું મટકું માર્યા વિના તે રૂપમાન કરવામાં તન્મય થઈ ગયો હતો. નટીમાં મુગ્ધ રાજા ન નટ ઉપર રાજી થયો ને ન એક રૂપિયો આપ્યો. રાજાના આપ્યા વિના તો પ્રજા પણ ન જ આપી શકે. નટે પૃથ્વી પર ઉતરી રાજાને પ્રણામ કર્યા. રાજાએ કહ્યું – “હું જરા વિચાર-તંદ્રામાં હતો. તેથી બરાબર જોવાયું નહીં. તમારા ખેલ ને નૃત્ય ફરી બતાવો.” ઈલાપુત્ર વધારે ધન મળશે. આવી આશાએ ફરી વાંસ પર ચડ્યો ને મંડ્યો નાચવા. વાજિંત્રો વાગવા લાગ્યા ને નગારા ગડગડવા લાગ્યા. તાળીયો પડવા લાગી ને વાહવાહના પોકારો પડવા લાગ્યા. પણ રાજા તો થનગનતી નર્તકીના અફાટ યૌવનમાં મગ્ન થઈ ગયો હતો.
બીજીવાર નટ આવી પ્રણામ કરી ઉભો રહ્યો છતાં પ્રપંચી રાજાએ કાંઈ આપ્યું તો નહીં
ઉ.ભા.-૨-૧૧