SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ તો હું તે માટે નટ બનવા તૈયાર છું.” “યુવાન ! તમારો ઉત્સાહ સમજાય છે. પણ કપડાં બદલવા માત્રથી કાંઈ નટ થવાતું નથી , તમે કહેશો તેમ કરીશ. જેમ થવાતું હશે તેમ નટ થઈશ.” તમારે તમારા સંસ્કારો ભૂલી અમારા સંસ્કારો, રીતિ, નીતિ, ગતિ, વિધિ, વચન, વ્યવહાર અપનાવવા પડશે અને... “અને શું મહાનતંક? કેમ અટકી ગયા? હું જન્મજાત નટ કરતા ય વિશેષ રીતે તમારામાં ભળી જઈશ. કહો, કહો. શીઘ કહો. બીજું મારે શું કરવું પડશે.' બીજું તમારે અમારા નટના ખેલ-તમાશા અને કરતબ શીખવા પડશે. જે સહેલા નથી.” નટરાજ ! સંસારમાં સહેલું કઠિન જેવું કાંઈ નથી. જેને જે કરતાં ફાવી જાય તે તેના માટે સહેલું ને ન ફાવે તે કઠિન.” ખરેખર તમારો ઉત્સાહ અદમ્ય છે. તમે નટ થઈ ગયા એમ હું અને તમે માની લઈએ તેથી ન ચાલે. અમારી જમાત પણ માની જાય કે તમે નટ છો તો તમને મારી દીકરી પરણે.” તે માટે શું કરવું જોઈશે?” તે માટે તમારે સાહસભર્યા, પ્રાણના જોખમના ખેલ કોઈ કળાના જાણ રાજા પાસે કરવાના રહેશે, ને તે જોઈ રાજા રાજી થશે તો સહુ તમને નટ તરીકે સ્વીકારી લેશે. અમારી દીકરી તમને મળી શકશે પણ...” પણ શું?” ‘એ કે ઊંચે દોરડા કે વાંસ પર ચઢી કળા શિખતા કે બતાવતા તમે પડ્યા ને ભાગજોગે તમારા હાથપગ ભાંગ્યા તો નર્તકી તમને પરણવાની ના પાડી દે.” “તમે ચિંતા ન કરશો, બધું જ સારું થશે.” ને ઇલાપુત્રે વેશ અને ટેવો બદલી નાંખ્યા. ધૂળમાં ગુલાંટીયા ખાવા લાગ્યો. કોઈવાર કોણી-ગોઠણમાં વાગતું, કોઈવાર ગરદન મરડાઈ જતી. કોઈ કરતબ કળા ન આવડતા બધા હસતા. કોઈવાર મુખી કડવા શબ્દો કહેતો કે “શરીર બરાબર ન વળતું હોય તો ઓછું ખા ને?” ક્યાંય સ્થિરવાસ નહિ. સારા માણસોની સંગત નહિ. ઉભડક પગે હાથમાં રોટલો લઈ જમવા બેસવાનું. ને આ બધું જ તેને કોઠે પડી ગયું. જરાય હિંમત હાર્યા વિના, પૂરા વિશ્વાસપર્વક, ભૂખ થાક ગણકાર્યા વગર તે કૌશલ્ય મેળવતો ગયો ને એકવાર જોયેલા પ્રયોગો બીજીવાર તે સહેલાઈથી કરવા લાગ્યો. નર્તકમંડળમાં ય આ વટલાયેલા નર્તકની કળા કુશળતા ચર્ચાનો વિષય થઈ. જન્મજાત નટને ન ફાવે તેવા કરતબ ને કરિશ્મા તે સહેલાઈથી કરવા
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy