SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ૧૩૯ વાત કહી સંભળાવી. તે સાંભળી રાજા પણ માથુ ધુણાવવા લાગ્યો, તેણે શીલવતીના શીલની ને પ્રજ્ઞાની પ્રશંસા કરી અને તેણે આપેલી પુષ્પમાળા અજિતસેનના ગળામાં કરમાયા વિના રહી તે વાત શ્રદ્ધાપૂર્વક સહુને જણાવી અને શીલવતીના ગુણ ગાયા. આથી શીલવતીની ઘણી પ્રતિષ્ઠા થઈ. પ્રાંતે શીલવતીએ પતિ સહિત દીક્ષા લીધી. ઉત્તમ આચારનું પાલન કરી બંને પાંચમે સ્વર્ગે ગયા. ક્રમે કરી મોક્ષે જશે. શીલવતીનું પ્રબોધક ચરિત્ર સાંભળી માણસે હલકા માણસની વાતમાં કદી આવવું નહીં. કુશીલજીવોને એવી શિક્ષા કરવી કે તેમને કુશલ પરનો વિશ્વાસ ઉડી જાય. આવી બાબતમાં જરાય શરમ રાખવી એ આત્માને અન્યાય કરવા બરાબર છે. ક ૯૮. શીલનો અચિંત્ય મહિમા દરેક વસ્તુની ભિન્ન ભિન્ન છતાં સીમિત કાર્યક્ષમતા હોય છે. તેના સામર્થ્યના વર્તુળમાં રહીને જ કાર્ય કરી શકે છે. ધર્મનો મહિમા અલૌકિક છે. શીલનો મહિમા અચિંત્ય છે, ચમત્કારિક છે. જ્યાં કોઈ ઉપાય ફાવતો નથી ત્યાં શીલ અવશ્ય કામ કરે છે. કહ્યું છે કે छेदात् पुनः प्ररोहन्ति, ये साधारणशाखिनः । तद्वद् छिन्नानि चाङ्गानि प्रादुर्यान्ति सुशीलतः ॥१॥ અર્થ - જેમ કંદાદિ સાધારણ વનસ્પતિ છેદવા છતાં પાછી ઉગી શકે છે તેમ સુદઢશીલથી કપાયેલા અંગો પાછા ઉગી શકે છે. આ સંબંધમાં કલાવતીનો આશ્ચર્યકારી પ્રબંધ છે. કલાવતીની કથા શંખપુરમાં નવયુવક રાજા શંખ રાજય કરતા, તેઓ એકદા સભા ભરી આનંદગોષ્ઠી કરતા બેઠા હતા. ત્યાં તેમનો બાળમિત્ર દત્તશ્રેષ્ઠી દેશાંતરથી પાછો ફર્યો હોઈ નજરાણું લઈને આવ્યો. રાજાએ કુશલક્ષેમ પૂછ્યા. ક્યાં સુધીનું પર્યટન કર્યું? કેવા દેશો વગેરે જોયા? ઈત્યાદિ જિજ્ઞાસાપૂર્વક બધું પૂછ્યું. “બધા વ્યવસ્થિત ઉત્તર આપી દત્તે નિરાંતે પોતાની પાસેથી ચિત્રપટ્ટક કાઢ્યું. રાજાએ ઉખેળીને જોયું તો મુગ્ધ થઈ ગયો. તેને પૂછ્યું - “આ કોઈ દેવી કે અપ્સરાનું ચિત્ર કે માનુષીનું, દત્તે કહ્યું “માનુષી રાજકન્યાનું, મહારાજ,” રાજાએ કહ્યું – “ખરેખર આટલી સુંદર કન્યા હોઈ શકે ? હા, મહારાજ વિશાળાનરેશ વિજયસેન રાજાની આ કળાવતી નામની સુંદર, ગુણિયલ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy