SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ આવ્યો. પણ ક્યાંય કશી તૈયારી કે સામગ્રી નહીં ભાળી આશ્ચર્ય પામ્યો. શીલવતી સ્નાનાદિ કરી-પુષ્પમાળા, ધૂપ-દીપ લઈને પેલા ખાડાવાળા ઓરડામાં ગઈ અને બોલી – “રાજાજી ભોજન કરવા પધાર્યા છે. તેમના માટે વિવિધ પકવાન્ન ભવતું.” ત્યાં ખાડામાંથી ચારે જણે મોટા સાદે કહ્યું – “ભવતું પાટલે જમવા બેઠેલા રાજાએ આ સાંભળી ચમત્કાર અનુભવ્યો. પછી તો તે ઓરડામાંથી મઘમઘતી મીઠાઈ બહાર લાવવામાં આવી પછી ઘીદહીં યાવત્ મુખવાસ માટે પણ ભવતુ કહેવામાં આવ્યું. સામેથી પણ બરાબર “ભવતુ એવો ઉત્તર મળતો રહ્યો. રાજાએ ખૂબ જ રુચિપૂર્વક જમણ કર્યું. અજિતસેન મંત્રીએ અંતે તાંબુલ આપી રાજાને પ્રણામ કર્યા અને સગવડ સાચવવામાં કે સેવા-ભક્તિમાં કાંઈ ખામી રહી હોય તે બદલ ક્ષમા યાચના કરી. રાજાએ પૂછ્યું - “તમે આ બધી રસવતી રાંધ્યા વિના કેવી રીતે તૈયાર કરી? અને આ ભવતુનો પ્રતિધ્વનિ ક્યાંથી આવતો હતો ? મંત્રીએ કહ્યું - “અમારા ઉપર ચાર યક્ષો પ્રસન્ન થયેલા છે. તેમનું સ્થાન આ ઓરડામાં છે, તેમની પાસે અમે જે માંગીએ તે આપે છે.” આ સાંભળી ચકિત થયેલા રાજાએ કહ્યું- “એ યક્ષો અમને આપો. નગર બહાર હોઈએ ત્યારે ખાવાનું કરવાની અગવડ, ચિંતા અને પીડા હોય છે ? આ તો આપણે માંગવાની જ વાર !' અજિતસેને ક્ષમા માગી. પણ રાજાએ ઘણો આગ્રહ કરવાથી ચારે ચાર યક્ષો રાજાને આપી દેવાનું માન્ય રાખ્યું. એક સારા દિવસે ચારે મંત્રીઓને ખાડામાંથી બહાર કાઢી અલગ અલગ કરંડીયામાં પૂર્યા ને ઉપર સારા જરીના કપડાં ઢાંકી કરંડીયા ખોલવા નહીં.' એમ કહી રાજાને સોંપ્યા. મહેલમાં લઈ જવાનો વિધિ બતાવ્યા પ્રમાણે રાજાએ બધી વ્યવસ્થા કરી રથમાં કરંડીયા પધરાવી રાજા ને રાજપુરુષો ઉઘાડે પગે આગળ ચાલ્યા. આખે રસ્તે પાણીની ધારાવળી દેવાતી ને વાજા વાગતા. રથની પાછળ રાણીઓ તેમજ રાજપરિવારની સ્ત્રીઓ ઉઘાડા પગે યક્ષના ગીતો ગાતી ગાતી ચાલી. બધા શ્રદ્ધાને ગંભીરતાપૂર્વક મહેલે પહોંચ્યાં. સારી જગ્યામાં કરંડીયા ગોઠવવામાં આવ્યા. રાજાને તો બીજે જ દિવસે દિવ્ય ભોજનની ઇચ્છા થઈ. રસોઈઆઓને રાંધવાની ના પાડી અને તેણે હાઈ ધોઈ, ધૂપ, દીપ કરી હાથ જોડી આંખો મીંચી ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું- “હે યક્ષરાજો! દિવ્ય પફવાનો અને સ્વાદિષ્ટ દાળ-ભાત-શાક ભવતુ.” એટલે ચારે કરંડીયામાંથી “ભવતુ એવો અવાજ આવ્યો પણ ભોજન તો વારે વારે કહેવા છતાં આવ્યું નહીં, એટલે રાજાએ કરંડીયા ખોલવા આજ્ઞા કરી તો તેમાંથી પ્રેત જેવા બિહામણા ચાર માણસો નિકળ્યા, તેને જોઈ રાણીઓ તો ભયથી ચિચિયારી પાડી ઉઠી, તેમના દાઢી-મૂછને માથાના વાળ વિચિત્ર રીતે વધ્યા હતા. ગાલ બેસી ગયા હતા ને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. હાડકા પાસળાં દેખાતા હતા ને શરીર ગંધ મારતું હતું, થોડીવારે એ ચારે ઓળખાયા ને કૌતક-હાસ્યનો વિષય થયા. રાજસભાના અન્ય માણસો પણ ત્યાં આવી લાગ્યા, રાજાએ કરંડીયાનું ને સ્વયંની દુર્દશાનું કારણ પૂછતાં તેમણે અથેતિ બધી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy