SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ચોર્યાશી લખ રે ગતિવાસી કતાર રે, મિથ્યામતિ રે ભૂલ્યો ભમે સંસાર રે, જરા-મરણ રે અવતરણા એ કૂ૫ રે, આઠ ખાણી રે પાણી પ્રકૃતિ સ્વરૂ૫ રે, આઠ કર્મખાણી, દોય જાણી તિરીય નિરયા અજગરા, ચારે કષાયા, ક્રોધ-માયા લંબકાયા વિષધરા, દિયપક્ષ ઊંદર, મરણ ગજવર, આયુ વડવાઈ વટા, ચટકા વિયોગા, રોગ સોગા, ભોગ યોગા સામટા. અહીં એમ શંકા થાય કે દેવતાને જે વિષયસુખ મળે છે, તે અલ્પકાલીન નથી. દેવોને એક જ ભવમાં અનેક દેવીઓ સાથે સંભોગ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ઈન્દ્રના એક અવતારમાં બે કોડાકોડી, પંચાસી લાખ ક્રોડ, એકોતેર હજાર ક્રોડ, ચારસો ક્રોડ, એકવીશ ક્રોડ, સત્તાવન લાખ, ચાર હજાર, બસો પચાસ દેવીઓ થાય છે. માટે દેવોને વિષયજન્યસુખ મધુબિન્દુની ઉપમા યોગ્ય નથી. પરંતુ અનાદિકાળ પર્યત નિગોદ નરકાદિમાં ભોગવેલા દુઃખના હિસાબમાં આ સુખ તો અત્યલ્પ છે. દેવાયુ ભોગવાતું જણાતુંય નથી ને ચ્યવન સમય આવતાં જે દુઃખ થાય તે વિષયસુખની અપેક્ષાએ ઘણું જ વધારે હોય છે. દેવભવમાંથી અવેલા આત્માઓ તિર્યંચ આદિ ગતિમાં અસંખ્યકાળ સુધી, કદી અનંત કાળ સુધી સદા ભ્રમણ કર્યા કરે ને રઝળી-રઝળી અપાર દુઃખ સહ્યા કરે છે. માટે દેવલોકનું સુખ પણ મધુબિન્દુના સુખથી કાંઈ ચડીયાતું નથી જ. જેમ કોઈ માણસ ઠાંસી ઠાંસીને ઘણું વધારે ભાવતું ભોજન ખાઈ લે. પાણી પીવાની જગ્યાય ન રાખે તો તે વિકૃત થઈ અજીર્ણનું રૂપ લે. ઉલ્ટી ઝાડાનું તેમજ લાંઘણ-ઔષધ ઈત્યાદિ ઘણા દુઃખો ભોગવે છે. તેમ ભોગજન્ય સુખ દેવતાઓને પણ પરિણામે મહાદુઃખદાયી થઈ પડે છે. આ બધું જાણતા હોઈ સાધુ-મુનિરાજો મનથી પણ આવાં સુખો ઇચ્છતા નથી. તે વિદ્યાધર હતો તે સદ્ગુરુ સમજવા, તેમણે ધર્મરૂપી વિમાન ધર્યું, પણ વિષયારસરૂપી મધુબિન્દુના લાલચી જીવે પોતાના હિતને પણ ઠોકર મારી. વિદ્યાધર એ સદ્ગુરુ કરે સંભાળ રે, તેણે ધરીયું રે ધર્મવિમાન વિશાળ રે, વિષયારસ રે જેમ મીઠો મહયાળ રે, પડખાવે રે બાળ યૌવનવય કાળ રે, છેડો ગિરુઆરે વિરૂવા વિષયનું ધ્યાન રે, વિષયા રસ રે છે મધુબિંદુ સમાન રે, ઉ.ભા.-૨-૧૦
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy