SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ આટલી કપરી સ્થિતિમાં પણ તે હતભાગી મધના ટીપાનો લોભ જતો કરી શક્યો નહીં. ઘણીવાર કહેવા સમજાવ્યા છતાં “આ ટીપું લઉં, એટલે આવું.' એમ કહ્યા કર્યું પણ એકેક કરી કેટલાય ટીપાથી તે ધરાયો નહીં ને પોતાની કફોડી દશાનો સાચો ખ્યાલ છતાં તેમાંથી ઉગરવા પ્રયત્ન કર્યો નહીં.” આ આવ્યો. “બસ એક જ ટીપું.” આદિ સાંભળી કંટાળી ગયેલો તે વિદ્યાધર છેલ્લી શિખામણ આપી ઉપડ્યો, પણ ધરાર પેલો હીનભાગી મધમાંથી પોતાના મનને વાળી શક્યો નહીં. આ રૂપક (દષ્ટાંત)નો ઉપનય જગદ્ગુરુ વીતરાગદેવ આ પ્રમાણે ફરમાવે છે. કાળઝાળ જેવો તે વિકરાળ હાથી એટલે મૃત્યુ. મૃત્યુ સંસારના સમસ્ત જીવોની પછવાડે નિર્દય થઈ પડ્યું છે. વસ્તુપાલ ચરિત્રમાં કહ્યું છે કે એકવાર ગુજરાતના મહામાત્ય વસ્તુપાલને નગરના ગણમાન્ય નાગરિકોએ પૂછ્યું - મહામંત્રી કુશલ છો ને? તેમણે ઉત્તર આપતા કહ્યું. ___ लोकः पृच्छति मे वार्ता, शरीरे कुशलं तव । कुतः कुशलमस्माकं, आयुर्याति दिने दिने । અર્થ - લોકો પૂછે છે કે તમે સ્વસ્થ છો? કુશલ છો? પણ જ્યાં દિવસે દિવસે મોંધું આયુષ્ય જવા બેઠું હોય ત્યાં અમે કુશળ કેમ કરી હોઈ શકીયે? એક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે “આ જગત શરણ વિનાનું, રાજા અને નાયક વગરનું છે, જેથી કોઈ ઉપાય ચાલતો નથી ને યમરાજ રાક્ષસની જેમ જીવોનો કોળીયો કર્યા કરે છે. ચક્રવર્તી અને સાર્વભૌમ પણ મૃત્યુથી બચી શક્યા નથી. શ્રેણિક જેવા ઈન્દ્રના સ્નેહપાત્ર છતાં પણ મરણને પામ્યા. જેમ પશુઓ મોતમાંથી ઉગરવાનો ઉપાય જાણતા નથી તેમ ધર્મને નહિ જાણનારા મોટા પંડિતો પણ મૃત્યુથી છૂટવાનો ઉપાય જાણતા નથી. આ મૂઢતાનો જ પ્રતાપ છે. મૂઢતા જ ધિક્કારને પાત્ર છે. અર્થાતુ-ગજરાજ એ મૃત્યુ જાણવું. જંગલ એ ચોર્યાસી લાખ જીવાયોનિથી ધમધમતો સંસાર સમજવો. જરા-મરણ અવતરણરૂપ કૂવો. તેમાં કર્મ પ્રકૃતિરૂપ પાણી જાણવું. તેમાં દુર્ગતિરૂપ અજગર, ચારકષાયરૂપ ચાર વિષધર સમજવા. વડવાઈ એ આયુષ્ય જાણવું, શ્વેત, કાળો ઊંદર તે આયુષ્યની દોરી કરડનારા શુક્લ-કૃષ્ણ-પખવાડીયા જાણવા. માખીના ચટકા તે રોગ, શોક, વિયોગ સમજવા, અને મધુબિંદુ જેવું વિષયસુખ સમજવું જે ક્ષણિક સુખ અને અકલ્પ દુઃખ આપે છે. કહ્યું છે કે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy