SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ઉપદેશ સાંભળવા આવેલા. કૃપાસિંધુ ભગવંત દેશના આપી રહ્યા હતા. ત્યાં કોઈ ભિલ્લ આવ્યો ને પ્રભુને પૂછ્યું ત્યાં સ ? (તે જ આ ?) પ્રભુએ ઉત્તર આપ્યો સા સા (તે, તે જ છે.) ગૂઢ રહસ્યમય પ્રશ્નોત્તર સાંભળી સભા જ નહીં, શ્રી ગૌતમસ્વામી પણ વિસ્મય પામ્યા. તેમણે વિનયપૂર્વક પૂછ્યું - “હે દયાળુ ! આ ભિલ્લે આપને શું પૂછ્યું? અને આપશ્રીએ શો ઉત્તર આપ્યો? પ્રભુ ! અમને કાંઈ જ ન સમજાયું.” ભગવંતે કહ્યું – એ વાત એના માટે છે.” સહુએ કહ્યું – “કૃપા કરી સમજાવો.” ભગવંતે કહ્યું – “ગૌતમ સાંભળો - અનંગસેન સોનીનું દષ્ટાંત આ ભરતની ચંપાનગરીમાં અનંગ નામનો એક સોની રહે. તે ઘણો શ્રીમંત અને કામાસક્ત હતો. પરિણામે તે જે સૌન્દર્યવતી કન્યા દેખતો તેને કોઈ પણ ભોગે પરણતો, આમ કરતા તે પાંચસો સ્ત્રીઓ પરણ્યો. સહુને સરખા ને સારા વસ્ત્રાભૂષણો તેણે કરાવી આપ્યા હતા. પણ તેણે એવી વ્યવસ્થા કરી હતી કે જે સ્ત્રીનો વારો હોય તેણે તે રાત પૂરતા એ વસ્ત્ર અલંકારો પહેરવા, બીજીએ સામાન્ય વસ્ત્રાદિથી ચલાવવું. આ નિયમ પળાવવા તે કડકાઈથી કામ લેતો. માત્ર વારાના દિવસે એ સ્ત્રી સારા વસ્ત્રો ને ઘરેણા પહેરી બનીઠની ને અનંગ સાથે ક્રીડા કરતી ને બીજા દિવસે બધું ઉતારીને મૂકી દેતી. અતિ સપ્તાહનું પરિણામ એ આવ્યું કે એ સોની ક્યાંય બહાર કામે જતો કે તરત તેની સ્ત્રીઓ અંગ વિલેપન ને શૃંગાર કરતી. પતિ આવતા પહેલા પાછી પૂર્વવતુ સ્થિતિમાં આવી જતી. તેમ છતાં સોનીને ખબર પડતી તો તે ચીડાતો ને મારતો પણ ખરો. આમ દિવસે દિવસે ઈષ્ય-બળતરા વધતી ગઈ, સાથે અવિશ્વાસ પણ વધતો ગયો. પત્નીને તે તેના બાપના ઘરે કે ક્યાંય પ્રસંગે જમવા પણ જવા દેતો નહીં. કોઈને ઘરે પણ બોલાવતો નહીં. એક થાંભલાવાળી હવેલી કરાવી તેમાં તે બધી પત્ની સાથે રહેતો. જેમ ભૂત પીપળાને ન છોડે તેમ તે આવાસને છોડતો નહીં. પોતે ક્યાંય જતો નહીં ને બીજાને બોલાવતો નહીં. એકવાર તેનો કોઈ મિત્ર તેને પરાણે ઘરે જમવા લઈ ગયો. જાણે શત્રુએ જેલમાં નાખ્યો હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો. અહીં સ્ત્રીઓ હર્ષિત થઈ. ઘણા વખતે લાગ મળતા સ્નાન વિલેપન-અંગરાગાદિમાં લીન થઈ ગઈ. સજી ધજી બધી દર્પણમાં પોતાનું રૂપ નિહાળવા લાગી. ત્યાં તો પિશાચ જેવો તે સોની ખાધું ન ખાધું ને પાછો દોડી આવ્યો. સ્ત્રીઓને શણગાર સજી કલ્લોલ કરતી જોઈ તે પગથી માથા સુધી બળી ગયો. એક સ્ત્રીને તેણે એવી મારી કે તે તરત મૃત્યુ પામી. આ જોઈ ડઘાઈ ગયેલી સ્ત્રીઓને ભય લાગ્યો કે “આ દુષ્ટ આપણને માર્યા વિના નહીં મૂકે. આની જેમ આપણે પણ અકાળમૃત્યુ થશે. એમ વિચારી એ ચારસો નવ્વાણું નારીઓએ પોતપોતાના દર્પણ ઉપાડી તેને માર્યા. પરિણામે તે સોની ત્યાં ને ત્યાં ઢગલો થઈ ગયો ને મૃત્યુ પામ્યો. રાજયભયાદિ ને પતિહત્યાના પશ્ચાત્તાપે તે સ્ત્રીઓ તે ઘર સળગાવી બળી મરી. તે ચારસો નવાણું સ્ત્રીઓ અકામનિર્જરા, પશ્ચાત્તાપ તથા સરળતાને લીધે ઘોર અરણ્યમાં વસતા ચોરના કુળમાં પુત્રો તરીકે ઉત્પન્ન થઈ. તે
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy