SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ એક દિવસે રાજાએ રાણીને કહ્યું - “આજે મહાત્માઓને નોતરવાના છે માટે છ જણને જમાડવાની વ્યવસ્થા કરો અને રસોઈ તમારા હાથે જ બનાવજો.” નિમંત્રણ કરેલો પેલો યોગી સમયે બોલાવવામાં આવ્યો. રાજાએ સારા આસન પર બેસાડી તેની આસપાસ બીજા પાંચ બાજોઠ થાળ મૂકાવ્યા. તે યોગી જમવાની તૈયારી કરતો હતો. તેવામાં રાજાએ ભીષણ ભૂકુટી કરી કહ્યું - સાધુ મહારાજ ! જટામાંથી ડાબલી કાઢી પેલી સુંદર સ્ત્રીને અહીં જમવા બેસાડો.” સંન્યાસી વિમાસણમાં પડ્યો, ત્યાં રાજાએ પડકાર કર્યો. “કાઢો છો કે નહીં?' ભયભીત થઈ તેણે તરત પેલી બાઈને કાઢી. તેને રાજાએ કહ્યું – “તારી ડબ્બીમાંથી તું પેલો પુરુષ કાઢ.” તેણે ડઘાઈને તેમ કર્યું. પછી રાજાએ પોતાની રાણીને કહ્યું – “આ દીવામાંથી તું તારા સાથીને કાઢ. બાપડાને શા કાજે પૂરી રાખ્યો છે ?' રાજાની આંખ જોઈ બધા થથરી ગયા હતા, ભયતી કંપથી રાણીએ દીવી ઉઘાડી યુવાનને કાઢ્યો. તેના તો હોશકોશ ઉડી ગયા હતા. રાજાએ સહુને જમવા બેસાડ્યા ને આગ્રહ કરી કરી જમાડ્યા. સંકેત પ્રમાણે મંત્રીમંડલ, હોદેદારો અને ગણ્ય-માન્ય નાગરિકો આવી ઊભા ત્યારે સહુની સમક્ષ આ લોકોના ચરિત્ર કહી રાજાએ વિષયની વિષમતા જણાવતા કહ્યું – “આમાં કોઈનો વાંક નથી. વિષયનો વાંક છે. સહુ વિષયને ઓળખે.” આ ઘોષણા રાજાએ આખા નગરમાં કરાવી રાજાએ શીલવ્રત લીધું ને બીજીવાર પણ રાજ્ય છોડી દીધું. તે એક વ્રતના પ્રતાપે જ તેઓ દિવ્યજીવન પામ્યા. તેમના જીવનમાં જે વૈરાગ્યનો રંગ લાગ્યો હતો, તેની ઝલક તેમણે રચેલા વૈરાગ્ય શતકમાં આજે પણ જોવા મળે છે. મૃગલોચનાના વાસ્તવિક ચરિત્રને જાણી કયો પુરુષ વૈરાગ્ય ન પામે ? સહુ જાણે છે કે માલવાના મહારાજા ભર્તુહરિ અમરફળ બીજીવાર પોતાના હાથમાં આવતા ચકિત થઈ વૈરાગ્ય પામ્યા હતા ને ઋદ્ધિ-સિદ્ધિથી ભર્યું-ભાદર્યું રાજ્ય છોડી યોગ લીધો હતો. ૯૧ અતિકામસેવનથી તૃમિ નહીં, તૃષ્ણા જ વધે છે નારીને વિષયોની વાંછામાં સદા અતૃપ્તિ રહ્યા કરે છે, કદી તેને આ બાબતનો સંતોષ હોતો નથી. આવી સ્ત્રીઓથી જે વિરક્ત થાય તે શ્રેષ્ઠ પુરુષ કહેવાય. આ સંબંધમાં ભિલ્લ પ્રબંધ આ પ્રમાણે છે. એક વખત કરુણાસિન્દુ પરમાત્મા મહાવીરદેવ કૌશાંબીનગરીના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. કરોડો દેવતા અને લાખો મનુષ્યો પ્રભુજીની દેશના સાંભળવા આવ્યા. તેમાં માલવાનો રાજા ચંડપ્રદ્યોત તેમજ તેના તાબામાં રહેલી શતાનિકરાજાની રાણી મૃગાવતી પણ
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy