SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ ધર્મ છે અને એ ધર્મ શીલથી જ જીવતો છે. તેના વિના ધર્મ એ વ્યર્થ-વિડંબના માત્ર છે. જ્યાં બ્રહ્મચર્યને મહત્ત્વપૂર્ણ સ્થાન નથી અપાયું ત્યાં ધર્મ એક રંગીન ધોખો સિદ્ધ થયેલ છે. શિયળની રક્ષાથી તન, મન અને આત્માનું આરોગ્ય સચવાય છે. અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે “હે યુધિષ્ઠિર ! એકરાત્રિ પણ બ્રહ્મચર્ય પાળનારને જે ગતિ મળે છે તે હજારો યજ્ઞ કરાવનાર પણ મેળવી શકતો નથી.' જિનેન્દ્રપરમાત્માના ધર્મશાસન અને આગમગ્રંથાદિમાં બ્રહ્મચર્યની સુરક્ષા માટે ઘણી જ ઝીણવટભરી સમજણ આપવામાં આવી છે. સ્ત્રીના પુરુષ અને પુરુષના સ્ત્રીએ ગુહ્યાંગ તરફ દૃષ્ટિ નાખવી નહીં. અન્ય અંગોને વિકારબુદ્ધિએ જોવા નહીં. તે રાગનું કારણ હોવાથી તેનો સ્પર્શ ન થાય તેવી સાવધાની રાખવી અને સ્પર્શ થઈ જાય તો રાગને આંદોલન થવા ન દેવો. જાણ્યેઅજાણ્ય રૂપ જોવાય છતાં સમજુ જીવે રાગ કરવો નહીં. રાગની આ પ્રાથમિક દશા આગળ જઈ માણસને બિચારો અને દીન-હીન બનાવે છે. સર્વાગીણ માનસિક અને તેની સ્વસ્થતા માટે કેટલીક વધારે સમજણની જરૂર પડે છે. કેટલીક પરિસ્થિતિ અને કાર્યથી “માણસે સાવચેત અને છેટાં રહેવાની પણ આવશ્યકતા રહે છે. જેમકે ગાયના મૂત્રની જરૂર પડતાં અપરિપક્વ માણસ ગાયની યોનિનું મર્દન કરે. એ રીતે ગાયને મૂત્ર કરવા તૈયાર કરતાં માણસનું માનસિક તંત્ર ખરાબ થવા સંભવ છે. તેમ ન કરતાં ગાય મૂતરે ત્યારે જ ગ્રહણ કરવાની વ્યવસ્થા કરવી વગેરે. આવા હીન વિચારો પોષવા નહીં અને કોઈને નિરાવરણ જોવાની કલ્પના કરવી નહીં. આમ કરવાથી માનસિક સ્વસ્થતા ને સમતુલા ખોરવાઈ જાય છે. આવા કે સંયોગના સ્વમા આવે તો પણ તરત ઉઠી ઇરિયાવહી પડિક્કમી “સાગરવરગંભીરા સુધીના ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. સ્ત્રી આદિ સાથે બોલચાલમાં પણ વિવેકપૂર્વક સાવધાની રાખવી ને નિવૃત્તિ કેળવવી. આ રીતે જો આત્માઓ બ્રહ્મચર્યવ્રતને પાળે છે, તેમની કીર્તિ ત્રણ લોકમાં પ્રસરે છે. આ સંદર્ભમાં જિનપાલનું ચરિત્ર પ્રેરક છે. જિનપાલ ચરિત્ર ચંપાનગરીમાં માકંદ નામના વણિક વસતા હતા. તેમને ભદ્રસ્વભાવની ભદ્રા નામની ધર્મપત્ની હતી. તેમને જિનપાલ અને જિનરક્ષક નામના સુંદર ને ચતુર પુત્રો હતા. બંને ભાઈઓએ અગ્યાર વાર સાગર ખેડી અનર્ગળ ધન પ્રાપ્ત કર્યું હતું. સમુદ્ર પાણીથી નથી ધરાતો તેમ માણસ ધનથી કદી ધરાતો નથી. તેઓ બારમી વાર પાછા તૈયાર થયા. આગ્રહ કરી માતા-પિતાને મનાવ્યા, વહાણો ભર્યા ને અફાટ સાગરની સપાટીએ ચાલી નીકળ્યા. આગળ જતાં સમુદ્રમાં તોફાન આવ્યું. તેમાં ઘસડાઈને તે વહાણ મોટી ચટ્ટાન (ભેખડ) સાથે ભટકાઈ ભાંગી ગયું. બંને ભાઈઓ એક ફલકને વળગી તણાતાં તણાતાં રત્નદ્વીપને
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy