SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ૧૦૩ શ્રી તીર્થંકરદેવે પણ કહ્યું છે કે - “કિંપાક નામનાં દેખાવડા, સુગંધી ને મધુરા ફળો મનને ગમે તેવા હોય છે, પણ તેને ખાનાર અવશ્ય મૃત્યુ પામે છે, તેમ વિષયભોગ ભોગવતાં સારાં લાગે છે પણ પરિણામે સંસારના મહાદુઃખો ને જન્મ-મૃત્યુનો મોટો વધારો કરે છે.' ઇત્યાદિ રોહિણીના આધ્યાત્મિક વચનો સાંભળી રાજાએ રોહિણીની ઘણી પ્રશંસા કરી, પોતાની ઘેલછા માટે પશ્ચાત્તાપ કરી કહ્યું – “રોહિણી તું અમારા દેશનું ગૌરવ છે, હલકી વાતો કહેનારા આ સંસારમાં ડગલે ને પગલે પડ્યા છે પણ હિતની વાત કરનાર ક્યાં મળે? ઈત્યાદિ શ્લાઘા કરી સ્વદારાસંતોષવ્રત લઈ રાજા મહેલે આવ્યા. કેટલાક વખત પછી ધનાવહશેઠ ઘણી કમાણી કરી ઘરે આવ્યા. કોઈના મોઢે રાજાના આગમનની વાત સાંભળી શેઠને શંકા થઈ કે અહીં આવેલો રાજા આવી યુવાન રૂપાળી એકલી સ્ત્રીને છોડે નહીં.” શેઠનું મન રોહિણી પરથી ઉતરી ગયું. આખી રાત તેણે પડખા ઘસીને કાઢી. રોહિણી સાથે બોલવાનું પણ મન થતું નહીં. આમ કરતાં એકવાર નદીમાં પૂર આવ્યું ને તેમાં આખુંય નગર ઘેરાઈ ગયું. જનતા ભયથી ધ્રુજવા લાગી. કોઈ રીતે પાણી ઉતરે નહીં ને સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી. રોહિણીને પતિ વ્યવહારથી ઘણું લાગી આવતું. તેણે પ્રયત્નો કર્યા પણ છેવટે ધર્મ પર આસ્થા રાખી બેઠી. ભાગ્યજોગે પોતાના સતની કસોટીની ક્ષણ મળી માની તેણે ગોપુર (ગઢ) ઉપર ચઢી હાથમાં અધ્યદિ લઈ કહ્યું – “હે નદી દેવી ! જો ગંગાના પાણીની જેમ મારું શિયળ સ્વચ્છ હોય તો તારા જળ નગરથી દૂર લઈ જા.” નગરલોકની સમક્ષ આટલું બોલતાં આશ્ચર્યજનક રીતે પાણી પાછું ઉતરવા લાગ્યું ને થોડીવારમાં તો નદી કાંઠાની મર્યાદામાં વહેવા લાગી. ધનાવહ શેઠ ઘણા રાજી થયા. તેણે શિયલ ધર્મને પ્રણામ કર્યા. જનતામાં સતીના સતીત્વનો જયજયકાર થયો. શેઠ પોતાની ઉતાવળી બુદ્ધિ માટે લજ્જિત બન્યા ને સ્નેહી થયા. આ પ્રમાણે મહાસતી રોહિણી શીલવ્રતની દઢતાને કારણે જૈનશાસનની પ્રભાવના કરી પોતાના માનવજીવનને કૃતાર્થ કરી સુકૃતની મહાન પ્રતિષ્ઠા પામી. માટે સહુએ મનની ક્ષણિક ચાલમાં ન આવી શીલધર્મને દઢતાથી વળગી રહેવું. ૮૮ સર્વચને બહાચર્યનું રક્ષણ કરવું શિયળ–બ્રહ્મચર્ય જ જ્ઞાન આદિ ધર્મનો પ્રાણ છે. જેમ પ્રાણહીન શરીરની અંતિમક્રિયા જ કરવાની શેષ રહે છે, તેમ બ્રહ્મચર્ય વિનાના ધર્મની નાશ જ ગતિ છે. શીલવાનની પવિત્રતા સંસારપ્રસિદ્ધ છે. જેઓ યત્નપૂર્વક શીલને સાચવે છે. તેમની કીર્તિ ત્રણ લોકમાં ફેલાય છે. ઉ.ભા.-૨-૮
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy