SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ નાખ્યું. પછી તેણે પોતાનું વિરાટરૂપ ઉપજાવી આખા નગર જેવડી મોટી શિલા આકાશમાં ઊભી કરી અને સહુને ભયભીત કરી મૂક્યા. રાજા-પ્રધાનાદિ હાથ જોડી વિનવવા લાગ્યા કે- “હે દેવ! અમારી ભૂલની ક્ષમા આપો,” દેવે કહ્યું – “મારા ધર્મગુરુ આ જિનદત્ત શેઠને વગર અપરાધે શા માટે દંડ કરવા તૈયાર થયા છો? હું લોહખુર ચોર છું. પણ આ મહાનુભાવથી મને આ સમૃદ્ધિ મળી છે.' ઈત્યાદિ પોતાની બધી બીના જણાવી. આ સાંભળી રાજી થયેલા રાજાએ કહ્યું – “દેવતાવ્યવહારમાં જણાવ્યું છે કે – “કૃતજ્ઞ પુરુષો કદી ઉપકાર ભૂલતા નથી. નારિયેલના વૃક્ષ માણસે પોતાને પાયેલા થોડાક જળને યાદ કરી માણસ માટે જળનો મોટો ભાર ઉપાડી ઊભા રહે છે ને આખું જીવન માણસને મધુરું પાણી આપ્યા કરે છે. તેમ પુરુષો સામાના ઉપકારને જીવનભર ભૂલતા નથી.” પછી બધાને સ્વસ્થ કરી દેવે કહ્યું – “આ મહાધર્મિષ્ઠ અને ધર્મ માટે સાહસ કરનાર મારા ધર્મગુરુને બધા નમસ્કાર કરો અને તેમની પાસેથી નવકારમંત્ર અને ધર્મ સાંભળો. ચોરી આદિના ત્યાગ કરવારૂપ વ્રત ગ્રહણ કરો.' બધાએ આનંદ પામી તેમ કર્યું. અને મોટા આડંબરપૂર્વક રાજાએ શેઠને ઘરે પહોંચાડ્યા. બધે શેઠ અને ધર્મના વખાણ થવા લાગ્યા. આમ શૂલી પર ચડેલો ને મરવાની અણીએ પહોંચેલો લોહખુર ચોર થોડા કાળના નિયમના પ્રતાપે જિનદત્ત શેઠની પ્રેરણાથી પ્રથમ વિમાને ઉત્પન્ન થયો ને ધર્મ પર દઢ નિષ્ઠાવાન બન્યો. ૮૪. ધન્ય તે માનવો જેણે ચોરી છોડી જીવને પદાર્થો ઉપરની મમતા સંસાર જેટલી જ જૂની છે. એને સીધી રીતે મળતું નથી ત્યારે કોઈવાર અજ્ઞાનતાને લીધે પારકો માલ ઉઠાવવા-પડાવવાની વૃત્તિ થઈ આવે છે. આવી રીતે મેળવેલા પદાર્થથી અશાંતિ ને ભય વધી જાય છે. ક્યાંય જપ વળતો નથી. આ હરામ ચસકો માણસને નિસ્તેજ, પામર અને પરતંત્ર બનાવી દે છે. ઉત્તમકુળમાં ઉત્તમ સંયોગો સ્ટેજે સાંપડે છે, અને ચોરી કરવાની સ્થિતિ ઉપસ્થિત થાય તે પહેલાં તો ચોરીનો ત્યાગ જીવનમાં આવી ગયો હોય, તેમના ગુણ તો દેવો પણ ગાય. જેમણે ચોરીનો ત્યાગ કર્યો. અદત્તાદાનનો ત્યાગ કરનાર ભાગ્યવાન આ અને પર-એમ ઉભયલોકમાં મહત્તા ને વૈશિક્ય પ્રાપ્ત કરે છે. અદત્તાદાન સચિત્ત ગ્રહણ અને અચિત્તગ્રહણ કરવારૂપ બે પ્રકારનું છે. સચિત્ત એટલે મનુષ્ય, પશુ આદિ તથા અચિત્ત એટલે સોનું, રૂપું કે આભૂષણાદિ. તે બંને પ્રકારના અદત્ત લેવાથી વિરમવું તે અદત્તાદાન વિરમણવ્રત કહેવાય. આ ત્રીજું અણુવ્રત કહેવાય. આ સંદર્ભમાં વાલ્મીપુંજ શેઠનો પ્રબંધ આ પ્રમાણે છે.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy