SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ થયા પછીના જે જે પાપો યાદ આવ્યા તે શેઠને કહી સંભળાવ્યા. જિનદત્ત શેઠે તેને ચોરી ન કરવી. આદિ પચ્ચષ્માણ કરાવ્યા પછી તેણે તેને એકત્વ, અન્યત્વ આદિ ભાવના ભાવવા ભલામણ કરી કહ્યું – “આનાથી ક્ષણવારમાં તારા પાપસમૂહનો નાશ થશે. સર્વજીવો સાથે મૈત્રીભાવ રાખ. અને સઘળા સંકટમાંથી ઉગારનાર પરમેષ્ઠીને “નમો અરિહંતાણં' આદિ મહામંત્રના સ્મરણપૂર્વક નમસ્કાર કર, આથી તારા સર્વ પાપનો નાશ થશે. તું ધ્યાનમાં સ્થિર થા. હું તારા માટે પાણી લેવા જાઉં ચોર આવી હૃદયની હુંફ અને અકારણ કલ્યાણ ભાવનાવાળી વાણી સાંભળી શેઠની એકેક વાતનો આદર કરતો બોલ્યો - “તમે તો ઘણા દયાળુ છો. શું ખરેખર મારા પાપો આ નિયમ અને નમસ્કારથી નાશ પામશે ?” શેઠે કહ્યું – “એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ નવકારથી મોટામાં મોટા પાપનો પણ નાશ થાય છે અને આનો જાપકાર માણસ તો શું પણ શ્રવણ-સ્મરણ કરતો પશુ પણ સ્વર્ગ પામે છે.” ઈત્યાદિ કહી શેઠ જળ લેવા ઉપડ્યા. ચોર તો નવકારમાં લીન થતા તેને પરમશાંતિ ને સમાધિ મળી. ત્યાં જ આયુષ્ય બાંધી મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં ગયો. સત્સંગતિના ફળ સદા સારા જ હોય છે, મોટાની સંગતિ ઉન્નતિનું કારણ છે. નગરની ગલીઓનું પાણી ગંગામાં મળતાં દેવોથી પણ અધિક મહત્ત્વ પામે છે. થોડીવારમાં શેઠ પાણી લઈને આવ્યા. પણ ચોર તો મરી ગયો હતો. “પોતે રાજવિરુદ્ધ કર્યું છે.” જાણી રાજદંડની શંકાથી શક્રાવતાર ચૈત્યમાં પ્રભુસન્મુખ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. આ તરફ રાજપુરુષોએ શેઠની વાત રાજાને જણાવી. કૃદ્ધ થયેલા રાજાએ તરત આજ્ઞા કરી કે - “સમાજમાં ગાય જેવા અને કૃત્ય (સાહસ)માં વાઘ જેવા આ વાણીયાને ચોરની જેમ નગરમાં ફેરવી શૂલી પર ચડાવી દો.” રાજપુરુષોએ તરત શેઠ પાસે આવી રાજાજ્ઞા નિવેદન કરી. શેઠ તો ધ્યાનમાં લીન હતા. આથી તેઓ શેઠને કદર્થના કરવા લાગ્યા. તે જ અવસરે દેવ બનેલા લોહખુરે અવધિજ્ઞાનથી શેઠની સ્થિતિ જોઈ વિચાર્યું કે - એક અક્ષર, અડધું પદ કે પદમાત્ર પણ જ્ઞાન આપનારને જે ભૂલી જાય છે તે પાપી કહેવાય છે. તો પછી ધર્મ આપનાર ગુરુને ભૂલી જાય તો તે ઘોર પાપી કહેવાય જ. એમ વિચારી તેણે દંડધારી પ્રતિહારીનો વેષ લીધો ને શેઠ પાસે આવી ઠંડો પછાડ્યો તેથી સુભટો અચેત થઈ ગયા. ચારે તરફ નાસભાગ થવા લાગી. વાત રાજા સુધી પહોંચી. એક માથાભારે માણસ (પ્રતિહારી) સામે રાજા સૈન્ય લઈ આવ્યો. દેવે ગર્જના કરતાં કહ્યું – “ઘણા બધા હાથી એક દુર્બળ સિંહને પહોંચી શકતાં નથી. ટોળાનું નહીં સત્ત્વનું મહત્ત્વ છે. કેસરીની ગર્જનાથી ભલભલા હાથીનો મદ ઉતરી જાય છે. આ તમે જાણતા નથી, માટે જ રાજા તમે સેના લઈ આવ્યા લાગો છો.' એમ કહી માત્ર રાજા વિના આખાય સૈન્યને તેણે દેવમાયાથી સૂનમૂન-અચેત કરી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy