SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ આ પ્રમાણે ચાર મૂળ અતિશય, અગિયાર કર્મક્ષયે ઉત્પન્ન અતિશય અને ઓગણીસ દેવોએ કરેલ એમ સર્વ મળી ચોત્રીશ અતિશય તીર્થંકર પ્રભુને હોય છે. વિશ્વસેન મહારાજાના કુળમાં તિલક સમાન, મહારાણી અચિરાદેવીની કુક્ષિરૂપી શક્તિમાં મૌક્તિક સમાન અને ચોત્રીશ અતિશયશાલી શ્રી શાન્તિનાથ ભગવંતને મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરી અનેક ગ્રંથોના આધારે આ ઉપદેશપ્રાસાદ નામક મહાગ્રંથની રચના કરીશ. આ ગ્રંથમાં વાચ્ય-વાચકભાવ સંબંધ છે. વાચ્ય એટલે પ્રકરણનો અભિપ્રાય અને વાચક એટલે આ પ્રકરણ. આ ગ્રંથમાં તીર્થકર નિર્દિષ્ટ ધર્મોપદેશનું નિરુપણ એ અભિધેય છે. આ ગ્રંથનું પર પ્રયોજન રચયિતા અને શ્રોતા બંનેને મુક્તિ પ્રાપ્ત થાય એ છે અને અપર પ્રયોજનથી કર્તાને નિર્જરા અને શ્રોતાને ધર્મનો બોધ થાય એ છે. પ્રારંભમાં શ્રી જિનેશ્વરદેવના વિશેષણ તરીકે અતિશય હોવાથી, અતિશયનું વર્ણન કર્યું. કારણ કે આ અતિશયોનું સ્મરણ-વર્ણન ભાવમંગળમય છે, વિદ્ગવિનાશક છે અને સર્વ કલ્યાણનું સબળ કારણ છે. એ પ્રમાણે જિનેશ્વરદેવોની અતિશય-સમૃદ્ધિને પ્રતિદિવસે પ્રભાતકાળે જે મનુષ્યો સ્મરે છે તેઓ કલ્યાણથી ઓતપ્રોત થાય છે. ધર્મનો આધાર જેમ પ્રાણ વગર શરીરની કશી મહત્તા નથી તેમ સમ્યકત્વ વિના ધર્મનાં કશાં મૂલ્ય નથી. માટે સર્વસમ્પત્તિની ખાણ, ગુણપ્રાપ્તિનું નિધાન, સર્વકરણીનું પ્રધાનકારણ એવા સમ્યકત્વનું સ્વરૂપ સમજાવે છે. રાગ-દ્વેષને જે જિતે તે જિન-જિનેશ્વર, તીર્થંકર. ઋષભ-અજિત આદિનામજિન કહેવાય. તીર્થંકર પ્રભુની પ્રતિમા સ્થાપનાજિન કહેવાય. તીર્થંકર પ્રભુના જીવને દ્રવ્ય-જિન કહેવાય અને સમવસરણને વિષે બિરાજેલા પ્રભુ ભાવજિન કહેવાય. આ ચાર નિક્ષેપાવાળા તીર્થંકર-જિનેશ્વર પ્રભુમાં પ્રભુત્વની બુદ્ધિ, મુમુક્ષુ (મોક્ષના અભિલાષી), ગુરુઓમાં ગુરુપણાની બુદ્ધિ, જિનેશ્વરદેવોએ શુદ્ધદયામય કહેલા ધર્મમાં ધર્મની બુદ્ધિ, એને સમ્યક્ત્વ કહેવાય. અર્થાત્ ઉપર કહેલાં દેવ-ગુરધર્મ પર અટલ શ્રદ્ધા તેનું નામ જ સમ્યગદર્શન કહેવાય. જો કે આંખથી દેખાય તેને પણ દર્શન કહેવામાં આવે છે. છતાં જૈનશાસનમાં શ્રદ્ધાસમ્યકત્વ-સમકિતને પણ દર્શન કહેવામાં આવેલ છે. શંકાદિ કાલુખ્ય વિના જે સાચા દેવ-ગુરુધર્મતત્ત્વનો બોધ કરાવે, સમકિત મોહનીયકર્મના ઉપશમ આદિથી ઉત્પન્ન થાય. અહંદુ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy