SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ પ્રથમ ગઢ ઉત્તમરત્નોનો હોય છે. તેને વૈમાનિકદેવો બનાવે છે. બીજો (વચલો) સોનાનો જ્યોતિષીદેવો અને ત્રીજો ચાંદીનો ગઢ ભવનપતિદેવો રચે છે. (ત્રીજો ગઢ સહુથી નીચો, બીજો તેથી ઊંચો અને પહેલો સૌથી ઊંચો હોય છે.) (૮) સમવસરણમાં સિંહાસન ઉપર પ્રભુજી પોતે પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજે છે. બીજી ત્રણ દિશાઓમાં પ્રભુજી જેવા ત્રણ પ્રતિબિંબો દેવતાઓ રચે છે. જે ચામર, છત્ર, સિહાસનાદિથી યુક્ત હોય છે અને પ્રભુજી સ્વયં ઉપદેશ આપતા હોય તેમ લાગે છે. સમવસરણમાં પ્રભુજી જયાં ઉપદેશ આપતા બિરાજે છે, ત્યાં ત્યારે સિંહાસન વચ્ચે થઈ ઉપર ફેલાયેલા અશોકવૃક્ષની રચના દેવો કરે છે. ઋષભદેવસ્વામીના વખતે ત્રણ ગાઉં, મહાવીર પ્રભુના વખતે બત્રીસ ધનુષ અને શેષ જિનેશ્વરપ્રભુના વખતે તેમના શરીર કરતાં બારગણો ઊંચો અશોકવૃક્ષ રચવામાં આવતો. (૧૦) જયાં પ્રભુજી વિહાર કરે ત્યાં કાંટા ઊંધા (અધો) મુખે થઈ જાય છે. (૧૧) પ્રભુજી વિહાર કરી જતા હોય ત્યારે માર્ગમાં રહેલાં વૃક્ષો નમી જતાં હોય છે. (૧૨) પ્રભુજી હોય ત્યાં મધુર સ્વરે દુંદુભી વાગ્યા કરે છે. (૧૩) પ્રભુજીની વિહારભૂમિના એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં સંવર્તક નામનો વાયુ કાંટા-કચરો દૂર કરે છે. આ વાયુ મંદ-સુગંધ અને શીતલ હોઈ સુખકારી લાગે છે. (૧૪) પરમાત્મા વિચરતા હોય ત્યારે મોર, પોપટ, કોયલ, ચાસ વગેરે પક્ષીઓ મંગળ ધ્વનિ કરતાં પ્રદક્ષિણા ફરતાં હોય છે. (૧૫) પ્રભુજી જ્યાં બિરાજવાના હોય ત્યાં સુગંધીજળની વૃષ્ટિ મેઘકુમાર દેવો કરે છે. (૧૬) સમવસરણની અંદર ચંપા-બકુલ પ્રમુખ પાંચ વર્ણના સુગંધી ફૂલોની ઢોચણ સુધી દેવો વર્ષા કરે છે. આ પુષ્પો જળમાં અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં હોય છે. તીર્થંકર પરમાત્માના મહામહિમાવંતા અતિશયના પ્રભાવે આ પુષ્પોને જરાય પીડા, સંઘટન થવા છતાં થતી નથી એટલું જ નહીં પણ અમૃતના ફુવારા વચ્ચે હોય તેવો અતિઉલ્લાસ અનુભવે છે. (૧૭) ભગવંતના કેશ તેમજ નખ વધતા નથી. (૧૮) પ્રભુજીની પાસે સદા ઓછામાં ઓછા કરોડ દેવો ઉપસ્થિત હોય જ. (વધુ હોય પણ ઓછા નહીં.). (૧૯) વસંત આદિ છએ ઋતુના ફળ-ફૂલ આદિ સમકાળે મળી શકે. એ ઋતુ પણ સર્વેને અનુકૂળ હોય.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy