SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ શ્રદ્ધાળુ મહાનુભાવોએ નિર્મળ અંતઃકરણથી શ્રી જિનમતમાં આસ્તિક્ય રાખવું અને અનેક આત્માઓને તે પમાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૪૦ સમ્યકત્વની પ્રથમ અને બીજી યતના અન્યતીર્થિક-જિન, અરિહંત પ્રભુ સિવાયના લૌકિક દેવોની પ્રતિમાને પૂજવી-વાંદવી નહીં તે પ્રથમ યતના અને સાંખ્ય, બૌદ્ધ આદિ અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી, પોતાના મંદિરમાં પધરાવેલી કે પોતાના અધિકારમાં લીધેલી જિનપ્રતિમાને પૂજવી, વાંદવી કે ભજવી નહીં એ બીજી યતના છે. ઘણા અનર્થોનો સંભવ ઘણા ગુણોની હાનિની શક્યતા હોઈ અન્યોએ ગ્રહણ કરેલાપોતાની રીતે સેવાતાં મનાતાં જિનબિંબોને છોડી દેવા. આ બે યતનાના સંબંધમાં સંગ્રામશૂર રાજાનો પ્રબંધ. સંગ્રામશૂર રાજાની કથા - પદ્મિનીખંડ નગરમાં સંગ્રામદઢ નામક રાજાને સંગ્રામશૂર નામનો યુવરાજ. તેમાં ઘણા ગુણો પણ મૃગયાનો મોટો દોષ. જ્યારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે તેણે પુત્રને સમજાવતાં જણાવ્યું કે-“આપણા ઉત્તમ કુળમાં આવી હિંસા લાંછનરૂપ કહેવાય.” કુમારે તે વખતે તો આનાકાની ન કરી પણ શિકાર છોડ્યો નહીં. આ વાત જાણી રાજાને ક્રોધ ચડતાં તેમણે કહ્યું કે-“જો તારે આ હિંસામય મૃગયા (શિકાર) ન છોડવી હોય તો મારા નગરમાં તને આવવા નહીં દેવાય.' " તેથી સંગ્રામશૂરે નગર બહાર ઉપનગર વસાવી તેમાં વસવાટ કર્યો. હવે તેને જરાય અંકુશ નહોતો. મોટા શિકારી કૂતરા લઈ તે જંગલમાં જતો ને આખેટ રમતો. એક પણ દિવસ તે શિકાર વિના રહી શકતો નહીં, એવો ખોટો ચસકો તેને લાગ્યો હતો. એકવાર કામ પ્રસંગે તેને બહાર જવું પડ્યું તેથી શિકાર બંધ રહ્યો ને કૂતરા ઘરે રહ્યા. એવામાં ત્યાં કલાક શિષ્યો સાથે એક આચાર્ય મહારાજ પધાર્યા. કુમારના કારભારીએ તેમને જયાં કૂતરા બાંધ્યા હતા ત્યાં ઉતાર્યા. લાંબા, ઊંચા ને પાતળા, ચપળ ને દૂર કૂતરા જોઈ આચાર્યશ્રીના મુખમાંથી શબ્દો સરી પડ્યા કેજે ઘોર પાપી ક્ષણમાત્રના સુખ કાજે જીવોને હણે છે તેઓ ઉત્તમ કોટિના હરિચંદનને રાખને અર્થે બાળે છે.” તે લબ્ધિધર આચાર્યશ્રીના કથનથી કૂતરાઓ ઉપર વિસ્મયકારી પ્રભાવ પડ્યો. એક પછી એક બધા કૂતરા બોધ પામ્યા ને તેમણે મનોમન નિયમ કર્યો કે-“આજથી કોઇપણ જીવનો ઘાત કરવો નહીં.” ગુરુમહારાજ વિહાર કરી ગયા પછી સંગ્રામશૂર ઘરે આવ્યો. કૂતરાઓને લઈ તે
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy