SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ બોલ્યા- ‘હે મહાનુભાવ ! આમાં અપરાધ તારો ક્યાં ! અપરાધી તો હું છું તારે મને ક્ષમા આપવાની છે, તું અજ્ઞાન પશુ હતો ને હું સંયમધારી સમજુ મહાત્મા ! માટે મને ક્ષમા આપ.' આમ તઓ પરસ્પર ક્ષમાની વાત કરતા હતા ત્યાં કોઈક કેવલી ભગવંત આવી ઉભા. બંને તેમને ચરણે પડ્યા અને વિનવ્યા કે પ્રભુ ! અમારાં આ ઘોર પાપનો નાશ કેમ થશે ? જ્ઞાની બોલ્યા‘તમે બંનેએ ઘોરાતિઘોર પાપ કર્યાં છે. અતિભારે દુષ્ટ કર્મ હોઇ તમે તેમાંથી છૂટી શકો તેમ નથી. છતાં તેનો એક માર્ગ છે.’ તે બંને તરત બોલી ઉઠ્યા-‘અવશ્ય ભગવંત જે હશે તે કરીશું પણ આ દુરંત દુરિતમાંથી તો ઉગારી લો.’ તેમણે કહ્યું- ‘તમે બંને શ્રી શત્રુંજય તીર્થે જઈ તીવ્ર તપપૂર્વક યાત્રા કરો, તમારા પાપનો અંત આવશે.' આ સાંભળી બંને શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવી ભાવપૂર્ણ ચારિત્ર પાળી, આરાધક થયા. એ મહાતીર્થની યાત્રાથી તેમના પાપનાં પુંજ જાણે બળવા લાગ્યા. સત્ત્વશીલ ક્ષમાપના, નિઃશલ્ય તપશ્ચરણ, ક્રિયાની અનન્ય રુચિ અને શત્રુંજય જેવું તીર્થ! કોટિ કલ્યાણ થાય. તે બંને પણ ત્યાં મુક્તિને પામ્યા. આમ તીર્થસેવારૂપ સમકિતના અંતિમ ભૂષણની પ્રશંસા સાંભળી કે ભાગ્યશાલી જીવો ! તમે પણ કુવિકલ્પની જાળ છોડી તીર્થસેવામાં તત્પર થાવ. ... ૪૧ સમ્યક્ત્વનું પ્રથમ લક્ષણ શમ જેમ હૃદયના ધબકારા આદિ ચિહ્નો-લક્ષણોથી પ્રાણ જાણવામાં આવે છે તેમ સમતાદિ લક્ષણોથી સમ્યક્ત્વ જણાય છે. જે એકને જોઇએ છીએ, તે બીજાને પણ જોઇએ છીએ. માટે સંસારમાં સંઘર્ષણ ચાલ્યા જ કરે છે. માણસ સામાને પાઠ શિખવવા કે શિક્ષા આપવા માગે છે. તેમાં વિધ્વંસ પ્રકાર પર જીવને શ્રદ્ધા જલદી થઇ જાય છે. કારણ કે તેના પરિણામ ઘણીવાર પ્રત્યક્ષ જોવા મળે છે. માટે એ ઈંટનો જવાબ પત્થરથી આપી, શિક્ષા આપી બદલો લેવા કે દબાવા માંગે છે. તે માટે જાતજાતના શસ્ત્રાસ્ત્રો અને સ્વરક્ષાના વિવિધ ઉપાયોની નિત નવીન શોધ કર્યા જ કરે છે. પણ તેથી તેની પરિસ્થિતિ સરલ થવાને બદલે વધારે જટિલ થાય છે. સમ્યક્ત્વશાલી આત્મા પોતાને મહાઅનર્થ ને હાનિ કરનારને પણ શમતાથી સહી લે છે અને ક્રોધાદિ કરતો નથી. તેથી તે મહાભાગ સમકિતવંત તરીકે ઓળખાઈ આવે છે, એક સમતાવાન સંસારના સમસ્ત ધારદાર શસ્ત્રોને બૂંઠા બનાવી શકે છે. આ અજર અમર, અવિનાશી આત્માને કોઇ મારી-ફૂટી શકતો નથી. તો શાને સંસાર વધારવો ? સમતાપર કૂરગડુમુનિનું દૃષ્ટાંત વિશાલાનગરની બાહ્ય પગડંડીપર એક માસોપવાસી તપસ્વીમુનિ એક બાલમુનિ સાથે
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy