SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ ૧૪૭ પોતાના સાતે ભવ જોયા. પોતાની જાત પર તેમને ધિક્કાર થયો. મુનિના પાપનું કારણ પોતાને જાણી તેમને મુનિને શોધી કાઢવા તેમજ તે મળે તો સર્બોધ આપવાની ભાવનાથી તેમણે શ્લોક રચ્યો. विहगः शबरः सिंहो द्वीवी संडः फणी द्विजः । अंत्यर्ध पूरयेत्तस्य लक्ष्यमित्युद्धोषयत् ॥ એટલે કે, પક્ષી, ભીલ, સિંહ, હાથી, સાંઢ અને બ્રાહ્મણ આ અર્ધા શ્લોકની જે પૂર્તિ કરી આપશે, તેને રાજા લાખ સુવર્ણમુદ્રાઓ આપશે. નગરમાં ડાંડી પીટાવી ઘોષણા કરાવી, તથા અનેક જગ્યાએ શ્લોક લખીને ધ્યાનાકર્ષક જગ્યાએ મૂકવામાં આવ્યો. ઘણાં પ્રચારને લીધે લોકોને શ્લોક મોઢે આવડી ગયો. ઘણાંએ તો લાખની લાલચે જાત-જાતની રચનાઓ કરી, પાદપૂર્તિ માટે પ્રયત્નો પણ ઘણાં કર્યા. સાહિત્યકાર અને પંડિતોને ત્યાં તો યુવાનો ચર્ચાનો ચોક લઈ બેસતા. નગરમાં એવું કૌતુક થયું કે નાના મોટા સહુ આ શ્લોક ગણગણ્યાં કરે અને તેને પૂરો કરવામાં બધું ભૂલી જાત-જાતના જોડકણાં કર્યા કરે. કેટલોક સમય વીતી ગયો. પૂર્તિ થઈ નહીં તેમ વાત વિસારે પણ પડી નહીં. એવામાં તેજલેશ્યાવાળા મુનિરાજ તે નગરમાં આવી ચડ્યા. લોકોને એક જ લગની લાગેલી, તેમને તો મુનિ આવે છે કે જાય છે તેના કરતાં કોની સહાય મળે એમ છે, એનો જ ખ્યાલ રહેતો. મુનિ ગામ બહાર ચૈત્યમાં આવી રહ્યા. તેમને પણ લાગ્યું તો ખરું કે લોકો નવા ચક્કરમાં આવી ગયા છે. ત્યાં પાસે જ ઢોર ચરાવનાર રબારીએ વિચાર કર્યો “આ મહાત્મા ભણેલા ને વિદ્વાન છે માટે લાવ તેમને જ પૂછી જોઉં. જો સાચું પડે તો ન્યાલ થઈ જઈએ.” એ તો આવ્યો મહારાજ પાસે. ખૂબ ભાવથી પગે લાગી એણે વાત કરી. અડધો શ્લોક સંભળાવ્યો અને આ અર્ધાને પૂરો કરવા કેટલો પ્રયત્ન થઈ રહ્યો છે તે કહ્યું. મુનિ વિચાર કરતાં પોતામાં ઊંડા ઉતરી ગયા. તે બધાં અજ્ઞાનજીવો ને તેમના બળતાં ક્લેવરો તેમની સામે જાણે ચકરાવા લેવાં લાગ્યાં. મુનિ ત્રાસી ગયા. અનાયાસે તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યાં.' येनामि निहताः कोषात् स कथं भविता हहा । અર્થાત “ક્રોધથી જેમણે આ હણ્યાં અરે રે! તેમનું શું થશે.” આ સાંભળી ગોખતો ગોખતો ગોવાળીઓ ત્યાંથી ખસી ચાલતો થયો અને મુનિ આત્મશુદ્ધિનું વિશ્લેષણ કરવામાં પડ્યાં. ગોવાળે ઉત્તરાર્ધ રાજાને જઈને સંભળાવ્યો. રાજા સાંભળી ચમક્યા તેને ગોવાળ પર સંદેહ થતાં કહ્યું- “ઉત્તર સાચો પણ તું ખોટો છે. ચાલ સાચું બોલ, કોણે તને ઉત્તરાર્ધ શિખવ્યો નહીં તો અપરાધી થતાં વ્યથાનો પાર નહીં રહે.” તેણે તરત સાચી વાત કહી દીધી. રાજા તરત મુનિ પાસે આવ્યા. ભાવપૂર્ણ વંદના કરી પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યા. મુનિ વિવેક પામી
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy