SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ આ સંદર્ભમાં દેવપાળનો પ્રબંધ આમ છે. દેવપાળની કથા અચળપુરનગરમાં જિનદત્ત નામના શેઠ વસે. તેઓ ત્યાંના રાજા સિંહસેનના પણ માનીતા હતા. તેમને ત્યાં દેવપાળ નામનો નોકર ઢોર ચરાવાનું કામ કરે. વરસાદની ઋતુમાં તે એક ભેખડ પાસે બેઠો હતો ને ગાયો લીલું ઘાસ ચરતી ફરતી હતી. ત્યાં તેની નજર નદીકાંઠાની ભેખડમાં ખેંચેલી ચમકદાર જિનમૂર્તિ પર પડી. તે જોતાં જ તે આનંદિત થયો. તેને લાગ્યું કે ખરેખર, મારો અભ્યદય થવાનો લાગે છે કે પરમાત્માના મને દર્શન થયા પછી તેણે ભગવાન માટે નાની મજાની મઢુલી બનાવી તેમાં પધરાવ્યા. ફૂલ આદિથી પૂજી તેણે નિયમ લીધો કે આ પ્રભુના દર્શન કર્યા વિના મારે અન્ન ખાવું નહીં. પછી તે રોજ સવારે નદીએ સ્નાનાદિ કરી પ્રભુજીને અભિષેક કરી પુષ્પફળાદિ ચડાવી પછી જ જમતો. આમ કેટલોક સમય વીતી ગયો. એકવાર નદીમાં પાણીના પૂર ઉમટ્યાં અને તે સામે કાંઠે પ્રભુજીની મઢુલીએ જઈ ન શક્યો, ખાવા ટાણે ના પાડતાં શેઠે કારણ પૂછ્યું. આખી વાત જણાવી શેઠને આનંદ થયો, ધર્મિષ્ઠ નોકરથી સંતોષ થયો. શેઠે કહ્યું- તું આપણા ઘરના દહેરાસરમાં પૂજા કરી જમી લે. તેથી તારો નિયમ જળવાશે. દેવપાળે ના પાડી. કહ્યું કે-“મારે પેલા નદી કાંઠાના ભગવાનની પ્રતિજ્ઞા છે.” શેઠે તેની દઢતાની પ્રશંસા કરી. દિવસો વીત્યા પણ નદીનું પાણી ઉતર્યું નહીં. સાત સાત દિવસ તેણે ઉપવાસ કર્યા. આઠમા દિવસે પાણી ઉતરતાં તે પ્રભુજીની પૂજા કરવા ગયો. મઢુલી પાસે જ વિકરાળ સિંહ બેઠેલો જોઈ ક્ષણવાર વિચારમાં પડ્યો પણ પ્રભુજીનું મુખ જોતાં જ નિર્ભય થઈ તે મહુલી-મંદિરમાં પહોંચી ગયો અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો; હે પ્રભુ! આપના દર્શન વિના મારા સાત સાત દિવસો જંગલમાં ઉગેલા ફળની જેમ નિષ્ફળ ગયા છે તેનું સત્વ અને ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા એક દેવે તેની પ્રશંસા કરી ઈચ્છિત માગવા જણાવ્યું. દેવપાળે રાજય માંગ્યું. “સાતમા દિવસે તને રાજય મળશે તેમાં શંકા નથી.” એમ કહી દેવ ચાલ્યો ગયો. દેવપાળ પૂજાદિ પતાવી ઘરે આવ્યો. સાતમે દિવસે ત્યાંનો રાજા અચાનક મૃત્યુ પામ્યો. તેને એક પુત્રી સિવાય કોઈ સંતાન ન હોઈ નવા રાજાની તપાસ માટે પંચદિવ્યનું આયોજન કરવામાં આવ્યું. મંગળકળશ લઈ હાથણી આખા નગરમાં ફરી અરણ્યમાં આવી અને ત્યાં ઢોર ચારતા દેવપાળ ઉપર અભિષેક કર્યો. તેને રાજમહેલમાં લઈ જઈ રાજા બનાવ્યો. પણ તે તે જ ગામનો ચાકર અને પાછો ઢોર ચરાવનાર હોઈ તેને કોઈ મહત્ત્વ આપતું નહીં અને આજ્ઞા પણ માનતું નહીં. તેથી તેણે દેવને યાદ કરી આહ્વાન કરતા દેવ પ્રગટ થયા. દેવપાલ દેવને કહ્યું
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy