SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ૧૩૫ દરવાજે શ્રી વિષ્ણુનું રૂપ લઈ બેઠો. મોર-મુકુટ, પીતાંબર, શંખ, ચક્ર, ગદા, સાથે મરકતાં લક્ષ્મીજી, લોકો તો દર્શન કરે ને રાજી રાજી થાય. જાણે દુ:ખ ગયાં, દારિદ્રય ફીટ્યાં! માણસ તો સમાય નહીં, ન દેખાણી એક સુલસા અને ચોથે દિવસે તેણે તીર્થંકરની ઋદ્ધિ વિદુર્થી. ચોસઠ ઇન્દ્રો ચરણોની સેવા કરે. અષ્ટમહાપ્રાતિહાર્યની સંપદા અને પાછું જોતાં જ ગમી જાય તેવું સમવસરણ. તેમાં બીરાજે કોઈ નવા જ તીર્થકર. લોકોનો ઉલટ માય નહીં. છતાં સુલસા ન દેખાતાં તીર્થકરની સૃષ્ટિ ઉભી કરનાર અંબડે કોઈ સાથે કહેવરાવ્યું પણ ખરું કે તીર્થકરની ઉપાસક થઇને સુલસા કેમ દર્શને આવી નથી.” તે માણસને ઉત્તર આપતાં સુલતાએ કહ્યું-“મહાનુભાવ! પચ્ચીસમા તીર્થંકર ન હોય. આ તે કોઈ ધૂર્ત કે ઇંદ્રજાલિક જણાય છે. તીર્થકર ભગવાન કંઈ છાના રહે ! તેમનું આગમન તો વાયુ ને વનસ્પતિથી પણ જણાઈ આવે.” આવી અભૂત ધર્મની ધર્મશ્રદ્ધાની સ્થિરતા જોઈ અંબડ દેખાવ સંહારી સુલતાના ઘરે આવ્યો. સુલસાની ઘણી પ્રશંસા કરી કહ્યું-“ભદ્ર ! તું ખરેખર સોભાગી છે. ચંપાનગરીમાં બિરાજતા ભગવંતે પોતે તને મારા દ્વારા ધર્મલાભ કહેવરાવ્યો છે.” આ સાંભળતાં તેને રોમાંચ થઈ આવ્યો. ભક્તિથી વાણી ગદ્ગદ્ થઈ. તે ઉભી થઈ ભગવંતની દિશામાં વંદન કરી બોલી હે મોહમલ્લના બલને મર્દન કરવામાં વીર ! હે પાપરૂપ કાદવ દૂર કરવા નિર્મળ નીર! હે કર્મકચરો હરવાને સમીર ! હે જિનપતિ ! વર્ધમાન મહાવીર !, તમે જય પામો, જય પામો.” ઈત્યાદિ ઘણી પ્રભુની સ્તુતિ કરી. અંબડ પણ સુલસાની ખૂબ અનુમોદના કરી સ્વસ્થાને ગયો, ઉત્તમ ગુણોથી શોભતી ઉત્તમ રીતે ધર્માનુષ્ઠાન કરતી સ્વર્ગગામી થઈ. ત્યાંથી એવી આ ભરતખંડની આવતી ચોવીસીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર તરીકે અવતરી તીર્થ સ્થાપી મોક્ષે જશે. શ્રી મહાવીર પ્રભુના મુખથી સ્થિરતા, ઉદારતા, સત્ત્વશીલ મહાર્થતાથી, ત્રણે લોકમાં આશ્ચર્ય ઉપજાવનાર આ સુલસા શ્રાવિકાનું નિર્મળ ચરિત્ર સાંભળી હે ભવ્યો ! તમે પણ સ્થિર સમકિતવાળા થઈ મુક્તિ પામો. ૩૦ બીજું ભૂષણ-પ્રભાવના ધર્મના ભિન્ન ભિન્ન કાર્યોથી દાન, શીલ, તપ આદિના આસેવનથી શાસનની ઉન્નતિ કરવી. શાસનનો પ્રભાવ પ્રસારિત કરવો તેનું નામ પ્રભાવના છે અને તે સમ્યકત્વનું બીજું ભૂષણ કહેવાય છે. ભાવના પોતા પૂરતી મર્યાદિત છે, ત્યારે પ્રભાવના બીજા ઉપર ધર્મનો પ્રભાવ ઉત્પન્ન કરી ઉત્તમ ધર્મબીજનું આરાધન કરે છે, પરિણામે એ બીજથી જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. ઉ.ભા.૧-૧૦
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy