SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ છે. સંસાર આખો જાણે છે કે તપસ્યા તો જૈનોની. ખાવાનું ભિખારીને પણ સુલભ છે, ત્યારે તપસ્યા ચક્રવર્તીને પણ દુર્લભ છે. તપથી રોગ ટળે, લબ્ધિ મળે, અસાધ્યમાં અસાધ્ય કાર્ય સુસાધ્ય થાય. છતાં કોઈક જ આત્મા મહાન તપ કરી શકે. મહાન તપસ્યાથી મહાન પ્રભાવ ઉત્પન્ન કરનાર શ્રી કાષ્ઠમુનિનું દષ્ટાંત ઘણું પ્રેરક છે. શ્રી કાષ્ઠમુનિનું દષ્ટાંત રાજગૃહી નગરીમાં એક કાષ્ઠ શ્રેષ્ઠી વસતા હતા. તેમને વજા નામની સ્ત્રી હતી. જે સ્વભાવથી જ વિલાસી હતી. તેમને દેવપ્રિય નામનો એક પુત્ર હતો. તે નિશાળે ભણતો હતો, તે શેઠે મેના, પોપટ અને એક કુકડો પાળ્યાં હતાં, જે શેઠને ઘણા વહાલાં હતાં. તથા એક બ્રાહ્મણ પુત્રને ઘર-બહારનાં કામકાજ માટે રાખેલ હતો. એકવાર વ્યાપાર અર્થે પરદેશ જતા શેઠે પોપટમેનાને કહ્યું- હું જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો.” તે ગયા પછી યુવાન બ્રાહ્મણ સાથે વજાશેઠાણીને અનૈતિક સંબંધ થઈ ગયો. તે બંનેને અતિ વિષયાસક્ત જોઈ મેનાએ પોપટને કહ્યું-“આ પાપમાં ડૂબતાને કાંઇક ઉપદેશ આપવો જોઈએ.” પોપટે કહ્યું-“મૂર્ખાઓને ઉપદેશ આપવાથી શાંતિ કે વ્યવસ્થા જળવાતી નથી. ઉપરથી તે ઉશ્કેરાય જ છે. સર્પને દૂધ પાવાથી માત્ર વિષ જ વધે છે. અત્યારે આ નારી એટલી આસક્ત છે કે તેણે ઘરની વ્યવસ્થા ખોરવી નાખી છે. પણ અત્યારે કહેવામાં કાંઈ સાર નિકળશે નહીં.” મેનાએ કહ્યું “જે શેઠનું આપણે ખાઈએ છીએ તેનો અનર્થ કેમ જોવાય ?” પોપટે કહ્યું-તારી વાત સાચી પણ અવસર વગર બધું બોલવું વ્યર્થ.” એમાં બ્રાહ્મણ બહારથી આવતા જ વજા સાથે ક્રીડા કરવા ઉઘુક્ત થયો. આ જોઈ મેનાએ વિરોધ કરવા જોરજોરથી ચીચીયારી કરવા માંડી. વજાને આ ગમ્યું નહીં. તેણે બીજા દિવસે ગુસ્સામાં મેનાને પકડી પાંખ મરડી સળગતા ચૂલામાં નાખી ને તે જ ક્ષણે તે તરફડીને બળી ગઇ. પોપટ સૂનમૂન જતો રહ્યો. એકવાર કોઇ સંન્યાસી ગુરુ-શિષ્ય વજાને ત્યાં ભિક્ષા લેવા આવ્યા. વજા અંદર રસોઈ-ઘરમાં હતી. ગુરુએ શિષ્યને કહ્યું- “આ કુકડાનું કલગી સાથે માથાનું જે માંસ ખાય તે થોડા જ સમયમાં અવશ્ય રાજા થાય, એ નિઃશંક વાત છે. ખૂણામાં ઉભેલા બ્રાહ્મણે આ સાંભળી લીધું. સાધુ ગયા પછી તેણે વજાને કહ્યું-“આજે મને કલગી સહિત આ કુકડો રાંધીને ખવરાવ.” વજા પહેલા તો તૈયાર ન થઈ, પણ વહાલાથી વધારે વહાલું શું હોય? કામી માણસને ગળુ કપાય તોય ખબર પડતી નથી. તે માની ગઈ, પ્રિયતમે રાજી થઈ પ્રેમ કર્યો. વજા રાંધતી હતી, પ્રેમી ન્હાવા ગયો ત્યાં દેવપ્રિય આવ્યો “બા. ખાવા આપ કકડીને ભૂખ લાગી છે.” વજાએ તેને જમવાનું પિરસ્યું, તે ખાઈ પી ધરાઇને નિશાળે ગયો. અહીં થોડીવારે રંગીન સપના જોતો યાર આવ્યો ને જમવા બેઠો. રસોઈ લઇને સાથે વજા પણ બેઠી. પ્રેમીએ કહ્યું-“આમાં કુકડાનું માથું કાં ન દેખાય?” તે બોલી- “દેવપ્રિય જમીને ગયો. કદાચ તેના ભાણામાં ગયું હશે?' આ સાંભળતાં તપેલાને લાત મારી બ્રાહ્મણ ઉભો થઈ ગયો. તેની આંખમાંથી આગ વરસવા લાગી. ગુસ્સે થઈ બોલ્યો- મારાથી વધુ વહાલો છે તને દેવપ્રિય
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy