SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ શકે તેવો પ્રબંધ કર્યો. બરાબર સાતમા દિવસે ધાવતા બળકના માથા ઉપર દરવાજો બંધ કરવાની લોઢાની ભારે અર્ગલા, જેમાં બિલાડીની આકૃતિ હતી તે પડી ને બાળકનું મૃત્યુ થયું. વરાહમિહિર સાવ ખોટો પડ્યો અને શ્રી ભદ્રબાહુસ્વામીના જ્ઞાન ઉપર લોકો તથા રાજાને માન ઉપર્યું. શોકસંતપ્ત રાજાએ શ્રી ભદ્રબાહુસ્વામીને આદરપૂર્વક તેડાવી પૂછયું- તમે બાળકનું આયુષ્ય સાત દિવસનું શાથી જાણ્યું? બાળકના મૃત્યુનો સમય સાચો પડ્યો અને બીલાડીની વાત ખોટી પડી.” ગુરુમહારાજે કહ્યું-“રાજા ! વરાહે પુત્ર જન્મના વાજા વાગ્યા પછીનું અને અમે તે પૂર્વનું લગ્ન જોયું, તેથી આ મોટો ફર્ક પડ્યો. અને બિલાડીની વાત પણ સાચી છે, તે આગળામાં બીલાડીની આકૃતિ છે. જોતાં વાત સાચી નીકળી. રાજાને તેમના ઉપર શ્રદ્ધા થઈ. નિરાશ થયેલ વરાહ જ્યોતિષશાસ્ત્રનાં ગ્રંથો પાણીમાં નાંખવા તૈયાર થયો. તે સમયે ત્યાં આવી પહોંચેલા શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું- “મંત્ર વિનાનો અક્ષર નથી, ઔષધ વિનાનું કોઈ મૂળીયું નથી અને ધન વિનાની પૃથ્વી નથી. માત્ર તે બતાવનાર આમ્નાય (રહસ્યમય વિધાન) દુર્લભ છે, જે ગુરુગમથી મળી શકે.' ઇત્યાદિ સમજાવી તેને વાર્યો. એકવાર રાજસભામાં શ્રી ભદ્રબાહુસ્વામીજી તથા વરાહમિહિર આદિ બેઠા હતા. રાજાએ કહ્યું-કાંઈ આશ્ચર્યકારી ઘટના હોય તો જણાવો.' વરાહને પોતાની પંડિતાઈ બતાવવાનો ભારે ચસકો. તેણે તરત કહ્યું-“આજે સંધ્યા સમયે અચાનક વરસાદ થશે, તેમાં બાવનપલનો મત્સ્ય અમુક જગ્યાએ મેં કાઢેલા માંડલામાં પડશે” રાજાએ આચાર્યદેવને પૂછ્યું-“આ સાચું કહે છે? તેમણે કહ્યું-“વાત તો સાચી છે પણ તે માછલું એકાવન પલનું હશે તથા કુંડાળાની બહાર પૂર્વભાગમાં પડશે. ભદ્રબાહુસ્વામીજીના કહેવા પ્રમાણે થયું, પરિણામે ધર્મનો જયજયકાર થયો. રાજા પણ જિનધર્મી થયો. સ્વમાન ખોયેલા વરાહે સંન્યાસ લીધો. અજ્ઞાન કષ્ટ આચરી પ્રાંતે વ્યંતર થયો. તેને જૈન માત્ર ઉપર દ્વેષ થયો. સાધુઓ ઉપર તો તેનું જોર ચાલ્યું નહીં પણ શ્રાવકો ઉપર તેણે મરકીનો ઉપદ્રવ કર્યો. આ જાણી શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉપદ્રવ-ઉપસર્ગ માત્રનો ઉપશાંત કરવા “ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. તેના સ્મરણ-શ્રવણથી ઉપદ્રવ ઉપશાંત થઈ ગયો. આ સ્તોત્રમાં આજે પણ એવી જ અચિંત્ય શક્તિ છે. આમ શ્રતધર શ્રી ભદ્રબાહુસ્વામી ઘણા જીવોને ધર્મ પમાડી અંતે સ્વર્ગે ગયા. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શુભ નિમિત્તના બળથી જ રાજાને પ્રતિબોધ્યો અને શાસનની ઉન્નતિ કરી, તેમ આપણે પણ શાસનોન્નતિ માટે પ્રયત્ન કરવા જોઈએ. ૩૧ પાંચમા પ્રભાવક વિવિધ અને ઘોર તપસ્યાથી જૈનધર્મની ઉજ્વળતાનો વિસ્તાર કરનાર મહાત્માને પાંચમા તપસ્વી પ્રભાવક કહેવામાં આવે છે. સંસારને તપસ્યાનો પાઠ ભણાવનાર શ્રી તીર્થંકર પરમાત્મા
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy