SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ ગર્જનાના વનમાં પડઘા પડવા લાગ્યા. થોડીવારમાં તેઓ એક-બીજાની સામે આવી ઊભા. સેચનકની યુવાવસ્થા ખીલી ઉઠી હતી, તો જૂથના માલિકની ઓસરી રહી હતી. હાથી પોતાના હરીફને સહન ન કરી શક્યો ને તેમનું યુદ્ધ આખા જંગલને ધ્રુજાવી રહ્યું. માદાહસ્તિનીઓ દૂર ઉભી-ઊભી બે પહાડોની અથડામણ જોઈ રહી. છેવટે મોટો હાથી હાર્યો. સેચનકે તેને દંતશૂળથી છેવટે માર્યો અને તે હાથિણીઓના જૂથનો સ્વામી થયો. હવે તે પણ શંકિત રહેવા લાગ્યો કે ક્યાંક મારો હરીફ પેદા ન થાય. પોતાનો જન્મ કેવા સંયોગોમાં થયેલો, તે તેને ખ્યાલમાં આવ્યું એટલે તેણે હાથિણી જન્મ આપી શકે તેવા ગુપ્ત સ્થાનોનો નાશ કર્યો. ઉપવનમાં રહેલ તાપસીનો આશ્રમ પણ તેણે વીંખી નાંખ્યો. ત્રાસી ગયેલા તાપસો મહારાજા શ્રેણિક પાસે પુકાર કરવા આવ્યા અને બધી બીના કહી બતાવી. સાથે એ પણ જણાવ્યું કે આવો હાથી ક્યાંય મળે નહીં, સુલક્ષણો અને સુંદર તો છે જ. તેનો બાંધો સુદઢ અને તેને ચાર દંકૂશળ છે. તે ખૂબ જ ભદ્રિક છે પણ હમણાંહમણાં તો તે ગાંડપણ કરે છે, માટે તેનો ઉપાય કરો. આ સાંભળી રાજાએ યોગ્ય માણસો પાસે તે હાથી પકડી મંગાવ્યો. તેને પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો. દુર્લભ આહાર અને ઉત્તમ આભૂષણ હાથીને સુલભ થયા. તે તિર્યંચ હોવા છતાં રાજકુમાર જેવું સુખ પામ્યો. એકવાર કેટલાક તાપસો શહેરમાં આવ્યા હતાં. સેચનકને જોવાની ઇચ્છાથી તેઓ રાજવાડે આવ્યા. ત્યાં હાથીની સામે ઉભા રહી બોલ્યા-“કાં કેવા બંધનમાં સપડાયો ? હવે આવજે અમારી કુટિર ને આશ્રમ તોડવા.” આ સાંભળતાં જ ક્રોધિત થયેલો હાથી બંધન તોડી તાપસીને આમ-તેમ ફંગોળી ભાગ્યો. જંગલમાં પાછું આશ્રમ વીંખી પીંખી નાંખ્યું ને હાહાકાર મચી ગયો. ઘણા ઘણા પ્રયત્નો છતાં હાથી ફરી પકડાયો નહીં. હાથી પાસે જવું એટલે જીવન સંશયમાં નાંખવું. રાજકુમાર નંદિષેણને એવી ઈચ્છા થઈ કે હાથીને લઈ આવું. તેણે મહારાજા શ્રેણિકને મનાવી આજ્ઞા મેળવી. કામ કપરું હતું. હાથી દુર્દમ અને કુમાર સુકુમાલ હતો. લોકોએ પણ કુમારને વિનવ્યા પણ નંદિષેણ એ ઘોર જંગલમાં ઉતરી ગયા. ગર્જના કરતો હાથી તેમની સામે દોડ્યો ને લોકોના હાડ થીજી ગયા. નક્કી હવે અશુભ થશે. એવી શંકા ઘેરાવા લાગી. ત્યાં સમીપમાં આવેલા હાથીને કુમારે કહ્યું-“અપ્પા ચેવ દમિયવો’ બીજાનું નહીં આત્માનું દમન કરવું જોઈએ. ઇત્યાદિ સૂક્તિઓ સાંભળી હાથી વિચારમાં પડ્યો કે “આ પરિચિત વાક્યો મેં ક્યાંક સાંભળ્યાં છે.' આમ વિચાર કરતાં તેની સ્મૃતિ સતેજ થઇ ને જાતિસ્મરણ જ્ઞાન ઉપલબ્ધ થયું. તે ખૂબ શાંત થઈ કુમાર પાસે આવ્યો અને સહુના આશ્ચર્ય વચ્ચે નંદિષેણકુમાર હાથીને રાજમહેલના પ્રાંગણમાં લાવ્યા. કેટલોક વખત વીત્યા પછી કરૂણાનિધાન પરમાત્મા મહાવીરદેવ રાજગૃહી નગરીમાં સમવસર્યા. દેવોએ અભૂત સમવસરણ રચ્યું. દેવો અને મનુષ્યો ત્યાં જાણે ઉભરાવા લાગ્યા. રાજા શ્રેણિક, મહામાત્ય અભયકુમાર, રાજકુમાર નંદિષણ આદિ રાજપરિવાર પણ ભગવંતને વંદન પ્રવચનશ્રવણ કરવા ત્યાં આવ્યા. દેશનાને અંતે રાજાએ ભગવંતને પૂછયું-“પ્રભુ ! બહુ આશ્ચર્યની વાત છે કે અતિ નિપુણ માણસો પણ મારા પટ્ટહાથીને ન પકડી શક્યા, ત્યારે આ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy