SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ શ્રી નંદિષેણમુનિનું દષ્ટાંત કોઈ ગામમાં એક ધનવાન બ્રાહ્મણ રહેતો હતો. તેણે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું. તેમાં તેણે એક લાખ બ્રાહ્મણ આમંત્ર્યા હતા. રસોડાની વ્યવસ્થા તેણે એક જૈન બ્રાહ્મણને ઠેકાથી સોંપી હતી. એટલે નિશ્ચિત પૈસા તેણે આપવાના હતા અને જૈન બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને જમાડવાના હતા. ભોજન ઉપરાંત જે રસોઈ વધતી તેથી તે જૈનોને જમાડતો અને સાધર્મિકવાત્સલ્યનો લાભ મેળવતો. ન્યાયથી મેળવેલ અને નિર્દોષ મિષ્ટાન્નથી નિધન શ્રાવકોને જમાડવામાં ઘણાં લાભ છે, એ બાબત જૈન બ્રાહ્મણ જાણતો હતો. “ન્યાયથી મેળવેલ દેવાને યોગ્ય-શુદ્ધ પેય-ખાદ્ય આદિ દ્રવ્ય ઉત્કૃષ્ટ ભક્તિથી આત્માના અનુગ્રહની બુદ્ધિથી વ્રતધારીઓને આપવામાં આવે તો તેમાંથી મોક્ષ સુધીનાં ફળો નિપજે છે.” એવું તેણે ઘણીવાર ગુરુમહારાજના શ્રીમુખે સાંભળેલું. માટે દયા, શીલ, વ્રત-પચ્ચકખાણાદિના ધારક શ્રાવકોને તે ભોજન માટે ભાવપૂર્વક આમંત્રણ આપતો. એકવાર કોઈ ઘોર તપસ્વી મુનિરાજ માલખમણને પારણે તેના રસોડે આવી ચડ્યા. જૈન બ્રાહ્મણે બહુમાન આદર સત્કારપૂર્વક આવકાર્યા અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધભોજનથી પ્રતિલાવ્યા. તેણે ગુરુમહારાજ પાસે સાંભળેલું કે હજારો મિથ્યાત્વીથી એક અણુવ્રતધારી અને હજારો અણુવ્રતધારી કરતાં એક મહાવ્રતધારી શ્રેષ્ઠ કહેવાય. આમ અનાયાસે મળેલાં લાભને તે અનુમોદી રહ્યો. આનંદી રહ્યો. આવા સુપાત્રદાનના પ્રભાવે તે પ્રાંતે આયુ પૂર્ણ કરી પ્રથમ સ્વર્ગે દેવ થયો. ત્યાંથી ચ્યવી મગધના અપિતિ મહારાજા શ્રેણિકને ત્યાં પુત્ર તરીકે અવતર્યો. તેનું નામ નંદિષેણ રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં તેને પાંચસો રાજકન્યા સાથે પરણાવવામાં આવ્યો. દોગંદકદેવની જેમ ભોગ ભોગવતાં તેના દિવસો વીતવા લાગ્યા. પેલો યજ્ઞ કરાવનાર નિર્વિવેકી ધનાઢ્ય બ્રાહ્મણ, પાપાનુબંધી પુણ્ય રાજ્ય-ઋદ્ધિ સુખાદિ ભવાંતરે ભોગવી કેટલાક ભવે સેચનક નામનો હાથી થયો. તેનો પ્રબંધ આ પ્રમાણે છે. એક મહારણ્યમાં પાંચસો હસ્તિઓના જૂથનો સ્વામી એક મહાહસ્તિ હતો. તેની કોઈ પણ હાથણી નરહાથીને જન્મ આપતી કે તરત આ હાથી પોતાનો પ્રતિદ્ધિતી થશે એ ભયથી તેને મારી નાંખતો. હસ્તિનીઓ આ વાત સારી રીતે સમજી ગઈ હતી. માતાની મમતા વિસ્મય પમાડે છે. એક હસ્તિની માતા થવાની સ્થિતિમાં હતી. તે પગમાં વાગ્યું હોય તેવો દેખાવ કરી સહુથી પાછળ રહેવા લાગી અને હાથીને ખબર પણ ન પડે તે રીતે ઉપવનમાં વસતાં તાપસોના તપોવનમાં જઈ તેણે (નર) હાથીને જન્મ આપ્યો. બચ્ચાને ત્યાં જ મૂકી કેટલાક દિવસે તે પાછી પોતાના જૂથમાં આવી ગઈ ! તાપસકુમારો સાથે રમતું હાથીનું બચ્ચું મોટું થયું. તાપસકુમારો ઝાડ વેલ અને છોડવા આદિને પાણી સીંચતાં તે જોઈ આ હાથીનું બચ્ચું પણ સૂંઢમાં જળભરી સીંચવા લાગ્યું. ત્યારથી તેનું નામ સેચનક પડી ગયું. સમય જતા આ બચ્ચું પુખ્ત વયનો, કદાવર, પ્રચંડ દંતશૂળ અને પ્રલંબ સુંઢવાળો ઊંચો હસ્તિરાજ થયો. જંગલમાં ફરતાં સેચનકને જૂથાધિપતિ (પિતા) હાથીનો ભેટો થઈ ગયો. તેઓની ઉ.ભા. .
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy