________________
૪૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तत्तिं नचेव विंदइ-सद्धाजोगेण नाणचरणेसु । वेयावचतवाइसु-जहविरियं भावओ जयइ ॥ ९४ ॥
ટી. तृप्ति संतोषं कृतकृत्योहमेतातैवेत्येवंरूपं न चैवेति-च शब्दस्य पूरणत्वा-न्नैव विंदति प्राभोति श्रद्धाया योगेन संबंधेन ज्ञानचरणयोर्विषये ज्ञाने पठितं यावता संयमानुष्टानं निर्वहतीति सचित्य न तद्विषये प्र. माद्यति, किंतर्हि-नवनवश्रुतसंपदुपार्जने विशेषतः सोत्साहोभवति.
તથાજો. जह जह सुय मवगाहइ-अइसयरसपसरसंजुय मउव्वं, तह तह पल्हाइ मुणी-नवनवसंवेगसद्धाए.
મળને અર્થ. જ્ઞાન અને ચરણમાં શ્રદ્ધાના યોગે કરીને કદાપિ તૃપ્તિ ન પામે, અને વૈયાવૃત્ય તથા તપ વગેરેમાં પિતાના વીર્ય પ્રમાણે યત્ન કરે. ( ૯૪)
ટીકાને અર્થ. તૃપ્તિ એટલે આટલેથી હું કૃતકૃત્ય છું, એવા રૂપને સંતોષ શ્રદ્ધાના કારણે જ્ઞાન અને ચારિત્રના વિષે નજ પામે. ત્યાં જેટલાથી સંયમાનુષ્ઠાન ચાલે, તેટલું મેં ભણી લીધું છે, એટલે બસ છે, એમ ચિંતવને જ્ઞાનમાં પ્રમાદી નહિ થાય, કિંતુ નવી નવી વ્યુત સંપદા ઉપાર્જવામાં વિશેષ કરીને ઉત્સાહવાળો રહે.
જે માટે કહેલું છે કેજેમ જેમ અતિશય રસ પસરવાની સાથે અપૂર્વ શ્રત અવગાહે, તેમ તેમ મુનિ નવનવા સંવેગ અને શ્રદ્ધાથી રાજી થયા કરે.