________________
ભાવ સાધુ.
૨૦૧.
[ 2 ] एतस्य गुरुकुलवासस्य परित्यागात्सर्वतोमोचनेन शुद्धोंछादि शुद्धभैक्षप्रमुख-मादिशब्दात् शुद्धोपाश्रयवस्त्रपात्रादिपरिग्रहः-न सुंदरं शोभनं. भणितं निगदितमागमज्ञैरित्युपस्कारः तथाच तदुक्तिः- .
मुध्धुच्छाइसु जत्तो-गुरुकुलचागाइणे ह विनेओ। सबरससरक्खपिच्छत्थ-घायपायाछिवणतुल्लो ॥
अस्याव्याख्या. शुद्धोंछं निर्दोषभैक्षमादिशब्दात्कलहममत्वपरिहारे च यत्न उद्यमो गुरुकुलत्यागेना-पिशब्दात्सूत्रार्थहान्याग्लानादित्यागेन चेह जिनमते विज्ञेयो बोद्धव्यः कथंभूतइत्याह-शबरराजस्य सरजस्कस्य पिच्छार्थ पाते पादास्पर्शनतुल्यश्वरणासंघटनादेशकल्प इति.
ટીકાને અ. એના એટલે ગુરૂકુળવાસના પરિત્યાગથી એટલે સર્વથા એને છોડી દેવાથી શુદ્ધ ભિક્ષા વગેરે કરે, આદિ શબ્દથી શુદ્ધ ઉપાશ્રય વસ્ત્રપાત્ર વગેરે લેવાં, તે આગમના જાણ પુરૂષેએ સારું નથી કહ્યું. જુવે આગમમાં આ રીતે કહેલ છે –
ગુકુળ વગેરેને છોડીને શુદ્ધ ભિક્ષા કરવાનો યત્ન કરે, તે ઈહ શબર નામના રાજાએ ભગવાં વસ્ત્ર પહેરનાર પિતાના ગુરૂની મોરપીછ લૂંટવા માટે તેને પગે અડક્યા વગર મારી નાખવા ફરમાવ્યું તેના સરખો છે.
આ ગાથાની વ્યાખ્યા. શુદ્ધ ઉછ એટલે નિર્દોષ ભિક્ષા. આદિ શબ્દથી કલહ તથા મમત્વ ત્યાગમાં જે યત્ન એટલે ઉદ્યમ છે, તે ગુરૂકુળના ત્યાગ કરી, તથા અપિ શબ્દથી સૂત્રાર્થમાં હાનિ પહોંચાડી, તથા ગ્લાનાદિકને પડતા મેલીને જે કરે, તે છતાં એટલે જૈન મતમાં કે કહેલ છે, તે કહે છે કે, શબર નામના રાજાએ તેના ભગવાંધારી ગુરૂની મોરપીછ લેવા માટે તેને મારી નાખવા ફરમાવતાં પગે નહિ અડકવાનું ફરમાન કર્યું, તેના સરખું છે.