________________
[૨૬] પસાર થનારે કાળ કે ભાવો કેટલા હોય છે તે આ વાત ત્રિકાળજ્ઞાનીભગવંતોએ અનંત જીવાયોનિઓનું જ્ઞાનથી પ્રત્યક્ષ દર્શન કરીને જાણી હતી. તે વાત શાસ્ત્રમાં ગૂંથાણું અને તેને લાભ સર્વ સામાન્ય જીવોને મળે તે હેતુથી ઉપાધ્યાયએ પદ્ય કવિતા દ્વારા ત્યાગ વૈરાગ્ય અને જીવનના વિકાસ ક્રમના તાણાવાણુ સાથે જણાવી છે.
કાયસ્થિતિ આગળ હ્ય ન સમજીએ તે એકલા એ શબ્દને અર્થ કોઈપણ જીવના શરીરના માપ અંગેનું સ્તવન છે એવું કોઈ સમજી ન જાય માટે હ્ય શબ્દ લગાડવો.
પ્રશ્ન :- કોઈ પ્રશ્ન કરે કે શું મનુષ્ય મરીને મનુષ્ય જ થાય ખરે ? (સાપેક્ષભાવે કહીએ ) તે થાય પણ ખરે. જે થાય તો પછી ઉપરાઉપરી કેટલીવાર થાય ? અને સતત મનુષ્યને ભવજન્મ કેટલીવાર મળે, તે વાત માત્ર મનુષ્યને આશ્રીને જ નહિ; જીવન તમામ ભેદ-પ્રભેદોને આશ્રીને અહીં જણાવી છે.
અજૈન શાસ્ત્રની એક માન્યતા એવી પણ ચાલી આવી છે કે મનુષ્ય મરીને સદાકાળ મનુષ્ય જ થાય. પશુ મરીને ફરી પશુ જ બને અર્થાત્ ત્રણેય કાળમાં મનુષ્ય મનુષ્ય જ બની રહે અને પશુ પશુ બની રહે. આવી ઇતરાની માન્યતા નિતાન્ત ખોટી છે. “સદાકાળ” શબ્દ અને
જ કાર ' શબ્દ દૂર કરીને પછી અર્થ સ્વીકાર કરવાનું છે. આ પ્રશ્ન અનેકાન્ત દૃષ્ટિથી હલ કરો એટલે કે મનુષ્ય મરીને મનુષ્ય, તિર્યંચ મરીને તિર્યંચ પણ થઈ શકે, પણ “થાય જ એ નિયમ નહિ. જીવની જેવી જેવી શુભાશુભ કારણ હોય તદનુસારે તે તે ગતિનું અને તે તે કમનું નિર્માણ થાય. સારું જીવન સારી કરણ કરે તે અતિ વિકસિત જન્મમાં વિકસિત દશા પ્રાપ્ત કરે. ખરાબ જીવન, ખરાબ કૃત્ય કરે તે અતિ અવિકસિત જન્મમાં જન્મીને અવિકસિત આત્માની–મૂઢ અતિ જડ જેવી અવસ્થાવાળી નિઓમાં જન્મ લીધા કરે છે,