________________
૬. કાયસ્થિતિ સ્તવનનું ઊડતું અવલોકન
પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ સત્તરમા અઢારમા સૈકામાં પાંચ ઢાળ અને વિવિધ છંદમાં બનાવેલ ૬૭ પદ્ય દ્વારા જૂની ગુજરાતી ભાષામાં રચેલી આ કૃતિ છે. અને તે આ પાંચગ્રન્યિ ગ્રન્થના અન્તમાં યશેભારતી પ્રકાશનના આઠમા પુષ્પરૂપે પ્રકાશિત કરી છે. નવ ગ્રન્થપુષ્પમાં ગ્રન્થભંડારામાંથી શોધી કાઢવામાં આવેલી તમામ કૃતિઓ પ્રસિદ્ધિના પ્રકાશને પામે છે અને મારી વર્તમાનની મોટી જવાબદારી પૂર્ણ કરતાં અનહદ સંતોષ થાય છે.
કાયસ્થિતિ એટલે શું? કાયસ્થિતિ એ ટૂંકું નામ છે પણ એને વધુ સમજવા માટે આગળ “સ્વ” મૂકીને રવાઇ રિથતિ આવું પૂરું નામ સમજી લેવું. હવે જૈન ધર્મના પ્રકરણ કે તત્વજ્ઞાનની વૈજ્ઞાનિક પરિભાષામાં તેને શું અર્થ થાય છે તે જોઈએ.
એટલે પિતાની ય એટલે કાયા. અને તેની સ્થિતિ એટલે તેને કાળ. આટલે શબ્દાર્થ કરી તેને સળંગ અર્થ સમજીએ
જીવ-આત્મા પિતાની એકની એક જતિની વિવક્ષિત કાયામાં દેહમાં (એને એ જ કાયા દ્વારા ) અવિરતપણે ઉત્પન્ન થવા વડે અને મૃત્યુ પામવા વડે કરીને પસાર થતા જીવને કાળ તેને “સ્વકાય સ્થિતિ' કહેવાય છે.
૮૪ લાખ છવાયોનિમાં એક ઇન્દ્રિયવાળા જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના (૨૪ દંડકના) છ પરત્વેને કાયસ્થિતિ એટલે