________________
[૨૩] केनचित् यतना विशेषेण प्रवर्तमानस्य सर्वथापि न भवती ત્યપિ નાઈ કાથવિતુ ગ્રામ્ ! તાત્પર્ય એ કે કૂવાના ઉદાહરણથી જિનપૂજા ગૃહસ્થો માટે નિર્દોષ છે. પૂજા એ ગૃહસ્થને અસ૬ આરંભથી નિવૃત્તિ આપે છે. તેનાથી ભાવની વિશુદ્ધિ થાય છે. પરિણામે ચારિત્રધર્મની પ્રાપ્તિ પણ થાય છે ત્યારે તે સંપૂર્ણ જીવહિંસાથી નિવૃત્ત થાય છે–બને છે. માટે વિધિ અને ભાવની શુદ્ધિપૂર્વક કરેલી પૂજા આલોક-પરલેકના હિતાર્થે થાય છે. શુભ અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં ઈષ્ટની સિદ્ધિ પણ થાય છે. માટે મૂઢતા છોડીને શાસ્ત્રીય બાબતે વિવેકપૂર્વક, સાપેક્ષભાવે લાભાલાભને વિચાર કરી રહણ કરવા જેવી હોય છે. બુદ્ધિ વિવેક ન દાખવે તો તેને હિંસા જ દેખાવાની અને પૂજને વિરોધ જ કરવાનો. પણ વિરોધની ખાતર વિરોધ કરવાની રસમ છોડીને, વિરોધી જડ વલણ તજીને, જૈનધર્મની અનેકાંતિક ધર્મપ્રરૂણની પદ્ધતિને ધ્યાનમાં લેશે તે ક્રિયા એ કર્મ ખરું, પણ બંધ પરિણામ પર હોય છે. એ જોતાં પૂર્વગ્રન્થિ-પૂર્વગ્રહ છોડીને બાપદાદાના કૂવામાં ડૂબી નથી જવું એવો ખ્યાલ રાખશે. તેમજ ઉપાધ્યાયજી મહારાજની સમજાવટ, કૃપખનનનું તેમજ દુર્ગતિનારી આદિના દષ્ટાંત વિચારશે તો વિરોધી વલણ ટોળ્યા વિના નહી રહે. અહીં ચર્ચાને ઈશારે જ બસ છે. પ્રતિ પરિચય
સદ્ભાગ્યે ૬ પાનાની પૂરી પ્રતિ મલી આવી, જેથી પ્રથમ બહાર પડેલી મુદ્રિત પ્રતિમાં પૃષ્ઠ ૬માં જે પાઠ છૂટી ગયે હતો તે પાઠ ઉમેરીને પ્રતિ પૂર્ણ કરાવી લીધી અને તે જ અહીંયાં છાપી છે. આ પ્રતિની પ્રેસકોપી મેં સં. ૨૦૧૧માં કરાવી હતી.
આ કૃતિ પજ્ઞ છે એટલે મૂલકાર અને ટીકાકાર બંને પોતે જ છે. એક જ કર્તા હોવા છતાં તેમને આ કૃતિનાં બે નામ ઇષ્ટ હતાં એટલે ટીકાના મંગલાચરણમાં તરવાિ નામ દર્શાવ્યું છે.