SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપ્રહ ગુરુ ભા૦ સારોદ્ધાર મા. ૨૨ પાલન મિથ્યા મજુરી માની કરે - મજુરની જેમ વેઠ માનતે, આજ છોડું, કાલ છોડું, એવા ભાવથી વેશ્યાની જેમ ઘરકાને છોડવા માટે અનિચ્છાયે સંભાળે. એ રીતે અહીં સુધી સમક્તિનું સ્વરૂપ તથા ભાવશ્રાવકનું સમકિત અને ચાસ્ત્રિ (આચરણ) કેવું હોય? તે જણાવ્યું. હવે એ ગુણની રક્ષા અને સર્વવિરતિના અભ્યાસ માટે તે કેવી રીતે ધર્મ કરે તે કહે છે. સમક્તિવંત શ્રાવકે દેશવિરતિ પ્રાપ્ત થયા પહેલાં અને પછી પણ અભ્યાસરૂપે નિત્ય નિયમ સ્વીકારવાપૂર્વક તેનો અભ્યાસ કરે જોઈએ. શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે સર્વ પ્રથમ મિથ્યાત્વની ક્રિયા તજવી પછી પ્રતિદિન શક્તિ પ્રમાણે એક, બે કે ત્રણવાર જિનપૂજા-દર્શન વગેરે, સપૂર્ણ અથવા મધ્યમ દેવવંદન, ગુરુગે ત્રણ, બે કે ઓછામાં ઓછું એકવાર નાનું કે બૃહદ્ ગુરુવંદન અને ગુરુના અભાવે નામસ્મરણ પૂર્વક ભાવવંદન કરવું. બારે માસ ન બને તે ચોમાસામાં પણ પાંચ પર્વે સ્થિરતાપૂર્વક શ્રેષ્ઠ દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી, ચાવજ જીવ પ્રતિવર્ષે નવું અન્ન, પકવાન્ન, ઉત્તમ ફળ વગેરે પ્રભુજીને ભેટ કર્યા પહેલાં ન વાપરવાં. શક્તિ પ્રમાણે નિત્ય ફળ-નેવેદ્ય પૂજા કરવી, નિત્ય ન બને તે માસી અને વાર્ષિક પર્વોમાં શક્તિ પ્રમાણે મોતી, કે અક્ષત વગેરેથી અષ્ટમંગળ આલેખવારૂપ પૂજા કરવી, નિત્ય ન બને તે પર્વતિથિએ, કે વર્ષમાં અમુક દિવસોમાં, ખાદિમ-સ્વાદિમ રૂપે ઉત્તમ ફળ, મેવે વગેરે દેવગુરુને દાન કરીને પછી વાપરવાં. દર મહિને અથવા દર વર્ષે મહા ધ્વજ ચઢાવવા પૂર્વક સર્વ સાધર્મિકોને તેડી માટે સ્નાત્ર મહત્સવ, મોટી પૂજા, રાત્રિ જાગરણ વગેરે દેવ-ગુરુની ભક્તિ કરવી શક્યતા પ્રમાણે જિનમંદિર અને ઉપાશ્રયને વિશેષ પ્રકારે પ્રમાર્જવા, ભીતે, દીવીઓ, હાંડી, તક્તા, ગુમર, પાટલા, ભંડાર વગેરે ઉપકરણોને પણ સાફ કરવાં, સ્વયં ન બને તે બીજાની મારફત પણ તેની શુદ્ધિ કરાવવી, દરરોજ ન બને તે દરમહિને કે વર્ષે, જિનમંદિરમાં ધૂપ, દીપક માટે તાજું ઉત્તમ ઘી, કેસર, સુખડ, વગેરે પૂજાની સામગ્રી ભેટ આપવી. ઉપાશ્રયમાં મુહપત્તિ, નવકારવાળી, દંડાસન, ચરવળા, ઊન, કાપડ, વગેરે આપવું અને વર્ષાઋતુમાં પાટ-પાટલાદિ કરાવવું. શક્તિના અભાવે પણ સુતરની આંટી કે માત્ર મુહપત્તિથી પણ શ્રમણ સંઘની પૂજા કરવી, શક્તિ ગોપવ્યા વિના સાધર્મિક વાત્સલ્ય કરવું, નિત્ય અમુક પ્રમાણ કાર્યોત્સર્ગ કરે, ઓછામાં ઓછા ત્રણ કે અધિક ગાથાને સ્વાધ્યાય કરે, ઓછામાં ઓછું પણ નિત્ય નવકારશીનું અને સાંજે ચઉવિહારાદિનું પચ્ચકખાણ કરવું, શક્યતા પ્રમાણે ઉભય ટાઈમ કે એકવાર પ્રતિક્રમણ કરવું, ન બને તે સામાયિક પણ કરવું એ પ્રમાણે શક્ય હોય તે નિયમ કરીને તેનું આદરપૂર્વક પાલન કરવું, વગેરે સમકિતને અને વિરતિને અભ્યાસ કરે. જેમ પહેલા ધોરણના અભ્યાસથી બીજામાં, બીજાના અભ્યાસથી ત્રીજામાં ચઢી શકાય છે, તેમ અહી પણ નીચેના ગુણસ્થાને ઉપરના ગુણસ્થાનકની ક્રિયા કરવાથી ઉપરના ગુણસ્થાનકની
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy