SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧ ભાવ બાવકનાં પરિણામગત ૧૭ પ્રકારે ભાવ શ્રાવકનાં આ છ લક્ષણે ક્રિયાને આશ્રયીને જાણવાં. ભાવ (પરિણામ)ની અક્ષાએ તે તેનાં સત્તર લક્ષણે આ પ્રમાણે છે. ૧. સ્ત્રી પ્રત્યે વિરાગી- સામાન્ય રીતે સ્ત્રી જાતિને અનર્થકારી, ચંચળ અને દુર્ગતિનું કારણ માની તેમાં રાગને તજનારે, ૨. ઈન્દ્રિયોનો વિજેતા- સ્વભાવે જ ચપળ ઘેડાની જેમ ઉન્માર્ગે ઘસડી જનારી માની ઈન્દ્રિઓને વશ ન થતાં તેને ધર્મ માર્ગમાં જોડનારે, ૩. ધનમાં નિર્લોભિ– ધન એ અર્થ છતાં અનર્થકારી, મેળવવા, સાચવવા વગેરેમાં વિવિધ કલેશકારી અને અસાર માની તેને આદર પૂર્વક દાનાદિમાં શક્ય વ્યય કરનારો. ૪. સંસાર પ્રત્યે વિરાગી- સંસાર (વિષયકપાયે) સ્વરૂપે, પરિણામે અને પરંપરાએ પણ દુઃખદાયી હોવાથી વિડંબનારૂપ માની તેનાથી છૂટવાની ભાવનાપૂર્વક ઉદાસીનતાથી વર્તનારે. ૫. વિષયો પ્રત્યે વિરાગી- વિષ તુલ્ય વિષે ક્ષણમાત્ર સુખ આપી દીર્ધકાળ દુઃખ દેનારા છે, એમ સમજી તજવાની ભાવના પૂર્વક અનાસક્તભાવે સેવનારે, ૬. પાપારંભે પ્રત્યે અનાદરવાળો - આજીવિકા માટે કરવા પડે તે પણ આરથી વિરક્ત, જરૂરીઆતને ઘટાડનાર, અનારકભી પ્રત્યે બહુમાનવાળો અને આરને તજવાની ભાવનાવાળો, ૭. ગૃહસ્થવાસ પ્રત્યે વિરાગી- ચારિત્ર મોહનીચના ઉદયે ચારિત્ર ન લઈ શકવાથી ઘરમાં રહે, છતાં જેલની જેમ બંધન માનનારે, ૮. સમકિતવંત- તત્વની શ્રદ્ધાવાળે, ધર્મ પ્રભાવક, દેવગુરુની સેવા વગેરેથી સમકિતનું નિરતિચાર પાલન કરનારે, ૯. નિરાશસભાવે લોકાચારને પાલક- ગાડરીયા પ્રવાજે ચાલતા લકને ગતાનગતિક સમજે, છતાં શાસનની અપભ્રાજનાથી બચવા લોકસંજ્ઞાને તજી સૂક્ષમ બુદ્ધિથી લાભાલાભને વિચારી લેકને અનુસરનારે, ૧૦. જિનાગામ પ્રત્યે કૃતજ્ઞઆત્મ હિતને જણાવનારાં શાસ્ત્ર પરમ ઉપકારી છે” એમ માની કૃતજ્ઞભાવે યથાશક્ય શાસ્ત્રજ્ઞાને અનુસરનારે, ૧૧. દાનાદિ ધર્મને આરાધક- આય-વ્યયને, શરીરબળને અને શક્તિને વિચારી ઉત્તરોત્તર અધિક કરી શકાય તે રીતે દાન, શીલ, તપ અને ભાવધર્મને કરના રે, ૧૨. ક્રિયાચિ- ચિંતામણિતુલ્ય, દુર્લભ, અમૂલ્ય અને હિતકર, એવી ધર્મક્રિયાને પ્રમાદ તજી નિરતિચારપણે કરે, મુગ્ધક હાંસી કે આક્રેશ વગેરે કરે તે પણ તેની ઉપેક્ષા કરીને ઘર્મક્રિયાને સેવનારે, ૧૩. રાગદ્વેષને ત્યાગી- જીવનનાં સાધન સમજી અનુકૂળ પણ ધન, સ્વજન, ઘર, આહાર-વસ્ત્રાદિને રાગ-દ્વેષ વિના ઉદાસભાવે સેવના સંભાળનારે. ૧૪, દુરાગ્રહ રહિત- ધર્મને સાર ઉપશમ છે, માટે સર્વ પ્રસંગે અસદ આગ્રહથી દૂર રહે, મધસ્થભાવે સત્યા સત્યને વિચારી સત્યને સ્વીકાર કરે, પિતાનું માનેલું જ સાચું, એમ ન માને, ૧૫. સ્વજનાદિને પરાયા માને- સંગે સઘળા અનિત્ય છે, એમ સમજી બાહ્યવૃત્તિથી ધન-સ્વજનાદિને સંભાળે, છતાં મમત્વ ન કરે. ૧૪. પરાર્થે કામગ ભેગીસંસારસુખમાં વિરાગી, વિષને વિષ સમજે, માત્ર સ્વજનાદિની દાક્ષિણ્યતાથી કામ-ક્ષેગને અનાસક્તભાવે ભગવે. મિથુન પણ પત્નીને ઉન્માર્ગથી બચાવવા નિરસભાવે સેવે. ૧૭. ગ્રહવાસનું
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy